નાચતી ઘોડીથી કેસરી સિંદૂર સુધી, અ'વાદમાં યોજાયેલા એક્ટ્રેસનાં લગ્નની તસવીરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ આશ્કા ગોરડિયાએ ત્રીજી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં બ્રેન્ટ સાથે પારંપરિક ગુજરાતી વિધિથી લગ્ન કર્યાં હતાં. આ લગ્ન એક રીતે ઘણાં જ ખાસ રહ્યાં હતાં. આશ્કાએ મહેંદીથી લઈને સિંદૂર સુધીની તમામ બાબતો અલગ જ કરી હતી. 


હાથમાં લખાવ્યું શિવ તાંડવઃ
સામાન્ય રીતે દુલ્હન હાથમાં મહેંદીની ડિઝાઈન મૂકાવતી હોય છે પરંતુ આશ્કાએ શિવ તાંડવના કેટલાંક શ્લોક લખાવ્યા હતાં અને સત્યમ શિવમ સુંદરમ લખાવ્યું હતું. 


સિંદૂર પણ રહ્યું ખાસઃ
સામાન્ય રીતે દુલ્હન લગ્ન સમયે લાલ રંગનું સિંદૂર લગાવતી હોય છે. જોકે, આશ્કાએ કેસરી રંગનું સિંદૂર લગાવીને તમામને નવાઈમાં મૂકી દીધા હતાં. 


મંગળસૂત્ર પણ ખાસઃ
આશ્કાએ પોતાની રીતે જ મંગળસૂત્રની ખરીદી કરી હતી. આશ્કાએ મંગળસૂત્રમાં 'સત્યમ શિવમ સુંદરમ' લખાવ્યું હતું.


આ ડિઝાઈનરે તૈયાર કર્યો હતો ડ્રેસઃ
આશ્કાએ ટ્રેડિશનલ વેડિંગ માટે રિમ્પલ અને હરપ્રીત નરુલાએ ડિઝાઈન કરેલો ડ્રેસ પહેર્યો હતો. આ જ ડ્રેસ ડિઝાઈનર્સ 'પદ્માવતી' માટે દીપિકા પાદુકોણના એથનિક આઉટફિટ ડિઝાઈન કરી ચૂકી છે.


ઘાઘરામાં છે અરબી જાળીની ડિઝાઈનઃ
આ અંગે એક અંગ્રેજી પબ્લિકેશન સાથે વાત કરતા હરપ્રીતે જણાવ્યું હતું કે,''આશ્કા એક જીંદાદીલ યંગ લેડી છે. તેની સાથેની ચર્ચા દરમિયાન અમે વાયબ્રન્ટ અને રંગબેરંગી લહેંગા બનાવવાનો નિર્ણય કર્યો.  ઘાઘરા કસ્ટમ ડિઝાઈનનો છે , જેમાં અરબીજાળીની છાંટ જોવા મળે છે. જે તુર્કીના પ્રવાસ દરમિયાન અમને ધ્યાનમાં આવી હતી. જે રેશન અને કસાબ એમ્બ્રોડરી દ્વારા કરવામાં આવી હતી. જ્યારે તેનું સ્કર્ટ ગોલ્ડ કસાબ ચોલી અને હળવી રેશમી જાળીની ઓઢણી તૈયાર કરવામાં આવી છે. ''


(જુઓ, આશ્કા-બ્રેન્ટનાં લગ્નની ખાસ તસવીરો...)

અન્ય સમાચારો પણ છે...