તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સત્યમેવ જયતે-2: આમિર 'માઉન્ટેનમેન'થી કરશે શરૂઆત, કર્યું શૂટિંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેતા આમિર ખાન 'સત્યમેવ જયતે-2' સાથે નાના પડદે પાછો ફરી રહ્યો છે. આમિર તેના શોની શરૂઆત 'માઉન્ટેનમેન' દશરથ માંઝીની ગાથા સાથે કરવાનો છે. આ માટે આમિર ખાન મંગળવારે દશરતના ગામ ગેહલૌર આવી પહોંચ્યો હતો. અહીં આમિરે દશરથના પરિવારને આર્થિક મદદ માટે દરેક સંભવ પ્રયાસ કરવાનું કહ્યું હતું.

સારવારના અભાવે ગુમાવી પત્ની...

દશરથ માંઝીએ સારવારના અભાવે પત્નીને ગુમાવી હતી. સારવાર માટે ગામથી હોસ્પિટલ જવાનો માર્ગ ખૂબ જ દૂર હતો. આ પછી દશરથે નક્કી કર્યું અને 22 વર્ષ પરશેવો પડાવી પહાડીને કાપી રસ્તો બનાવ્યો હતો.

આમિર સાથે સ્ટાર ઇન્ડિયાના સીઇઓ ઉદય શંકર પણ હતાં. તેમણે દશરથની સમાધિની પણ મુલાકાત લીધી હતી. આમિરે મિની સ્ટૂડિયોમાં દશરથ માંઝીના પરિવાર સાથે મુલાકાત કરી હતી.

બે વર્ષ કર્યું રિસર્ચ

ગેહલૌરમાં આમિરે કહ્યું હતું કે તેણે દશરથના વ્યક્તિત્વ અને કીર્તિમાન પર બે વર્ષ સુધી રિસર્ચ કર્યું છે. તેણે કહ્યું હતું કે તે એક સપ્તાહ પછી પોતાની ટીમ દશરથ માંઝીના પરિવાર પાસે મોકલશે અને તેમની જરૂરિયાતો પૂરી કરવા પ્રયાસ કરશે.

વધુ વાંચવા આગળ ક્લિક કરો....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો