Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » સામે આવ્યું કપિલ શર્માની બરબાદીનું કારણ, જુઓ વીડિયો | Neeti Simoes Open Letter to Kapil Sharma, said 'We’re Worried About You'

સામે આવ્યું કપિલ શર્માની બરબાદીનું કારણ, જુઓ વીડિયો

Divyabhaskar.com | Updated - Apr 11, 2018, 03:51 PM

કોમેડિયન કપિલ શર્માનો હાલ સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. હવે કપિલનો નવો શો 'ફેમિલી ટાઈમ વિથ કપિલ' પણ બંધ થઈ રહ્યો છે

  • કોમેડિયન કપિલ શર્માનો હાલ સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. હવે કપિલનો નવો શો 'ફેમિલી ટાઈમ વિથ કપિલ' પણ બંધ થઈ રહ્યો છે. સોની ટીવીએ કપિલના અનપ્રોફેશનલ અભિગમથી કંટાળીને આ નિર્ણય લીધો છે. બીજી તરફ કપિલની એક્સ ગર્લફ્રેન્ડ પ્રીતિ સિમોસની બહેન નીતિએ કપિલને એક ભાવુક મેસેજ કર્યો છે. આ મેસેજમાં નીતિએ કપિલને મદદ માટે હાથ લંબાવ્યો છે. તેણે કહ્યું કપિલ એક અઠવાડિયા પહેલાં અમારે ઘરે આવ્યો હતો. નીતિએ કહ્યું કે તે અને તેનો પરિવાર કપિલની મદદ કરવા માગે છે. કપિલની બરબાદીનું કારણ તેની આજુબાજુના લોકો છે. એમની ચઢામણી કપિલને ગેરમાર્ગે દોરી રહી છે. દારૂનો નશો પણ કપિલનો વિનાશ નોતરી રહ્યો છે. એના મોટા ભાગનાં ઝઘડા અને વિવાદો દારૂનાં નશામાં જ સર્જાય છે. મેસેજમાં નીતિએ લખ્યું કે તે અને તેની ફેમિલી કપિલને ખૂબ જ પ્રેમ કરે છે. તે કપિલને મળીને બધું જ સોલ્વ કરવા માગે છે. પ્રીતિએ આ મેસેજ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શૅર કર્યો છે. આ અગાઉ કપિલની ફિલ્મ 'ફિરંગી' બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ રહી હતી. હવે તેનો શો પણ બંધ થાવથી કપિલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઈન્ડસ્ટ્રીમાં તો એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે 'આ કપિલ શર્માના કરિયરનો ધી એન્ડ છે!'
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending