Bollywood / 21 વર્ષીય યુટ્યૂબર દાનિશના સ્વૈગથી સારા અલી ખાન થઈ હતી ઈમ્પ્રેસ, નિધનના 2 દિવસ બાદ વાઈરલ થયો અંતિમ શોનો વીડિયો

When YouTuber Danish Zehen Tried To Impress Sara Ali Khan With Swag

divyabhaskar.com

Dec 22, 2018, 01:13 PM IST

મુંબઈઃ સોશ્યિલ મીડિયા પર સ્વ. દાનિશ જહાંનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનને ઈમ્પ્રેસ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો તેના અંતિમ રિયાલિટી શઓ ‘Ace Of Space’નો છે. સારા આ શોમાં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે પહોંચી હતી. આ ક્લિપમાં સારા સોફા પર બેઠી છે અને દાનિશ સ્વૈગ થકી તેને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ખાસ વાત એ છે કે સારા પણ દાનિશના સ્વૈગને જોઈ સરપ્રાઈઝડ જોવા મળી રહી છે. દાનિશને MTVના શો ‘Ace Of Space’માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળી હતી. આ શોનો હોસ્ટ ‘બિગ બોસ’ ફેમ વિકાસ ગુપ્તા છે.

ગુરુવાર સવારે થયું હતું દાનિશનું મોત


- મુંબઈમાં રહેતો દાનિશ માત્ર 21 વર્ષનો હતો. તે યુટ્યૂબર અને બ્લોગર હતો. તેની લોકપ્રિયતા એટલી હતી કે ગુરુવાર રાતે તેની અંતિમયાત્રા નીકળી ત્યારે મુંબઈના માર્ગો પર હજારો લોકોની ભીડ તેને અંતિમ વિદાય આપવા પહોંચી હતી. તેનું ગુરુવાર સવારે એક કાર અકસ્માતમાં મોત થયું હતું. ‘Ace Of Space’ના હોસ્ટ વિકાસ ગુપ્તાએ સોશ્યિલ મીડિયા થકી દાનિશના મોતની જાણકારી ફેન્સને આપી હતી.

વિકાસે લખ્યું હતું- ‘દાનિશ તું હંમેશા યાદ આવીશ’


- વિકાસે ફોટો શેર કરતા લખ્યું હતું કે,"દાનિશ તું હંમેશા યાદ રહીશ. હું બીજા હાઉસગેસ્ટ્સ (શો ‘Ace Of Space’ના સ્પર્ધકો)ને કઈ રીતે કહીશ કે તુ ક્યારેય પરત નહીં આવે. તું ‘Ace Of Space’નો કલર્ડ હેર કિંગ હતો. જ્યારે મે તને જોયો ત્યારે તુ એક બાળક જેવો લાગ્યો અને એવું લાગતું હતું કે બસ તુ ઉઠવાનો જ છે. તુ ઘણો દૂર જતો રહ્યો, પરંતુ તું હંમેશા યાદ આવીશ. આ શબ્દો શીખવાડવા બદલ તારો આભાર."

અનુષ્કા શર્માની આ ફિલ્મ્સે બોક્સ ઓફિસ પર મચાવી હતી ધમાલ, જાણો પ્રથમ દિવસે ZEROએ કેટલી કરી કમાણી!

X
When YouTuber Danish Zehen Tried To Impress Sara Ali Khan With Swag
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી