KBC 10: જ્યારે ફિલ્મના સેટ પર અમિતાભને યુવતીના કપડામાં જોઈ ભડક્યા હતા જયા બચ્ચન

Amitabh Bachchan Revealed Interesting Incident From His Life

divyabhaskar.com

Sep 06, 2018, 02:40 PM IST

મુંબઈઃ અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ’ (Kaun Banega Crorepati)ની 10મી સીઝનમાં ઘણા રસપ્રદ કિસ્સા જાહેર કરી રહ્યાં છે. શોમાં બિગબીનો અંદાજ લોકોનું મનોરંજન કરે છે. KBC 10ના શોમાં 6 સપ્ટેમ્બર અમિતાભ બચ્ચન સાથે હૉટ સીટ પર બેસનાર સ્પર્ધકનું નામ અંજુલા છે. અંજુલા જીવનને મૌજીલા અંદાજમાં જીવે છે. તેનો આ અંદાઝ શોમાં પણ જોવા મળ્યો જ્યારે તેણે અમિતાભ બચ્ચનને પ્રશ્ન કર્યો કે, શું તમને ક્યારે મેડમે (જયા બચ્ચને) ઠપકો આપ્યો છે?

દરરોજ ઠપકો આપે છે જયા બચ્ચન


- સ્પર્ધકનો સવાલ સાંભળી અમિતાભે સહેજ પણ રાહ જોયા વગર જવાબ આપતા કહ્યું હતું કે,"અમને તો રોજ ઠપકો આપવામાં આવે છે."
- "મારી ફિલ્મમાં એક ગીત હતું-‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ, આ ગીતના શૂટિંગ સમયે જયા સેટ પર હાજર હતી. તે સમયે મને યુવતીઓના કપડામાં જોઈ તે ભડકી ગઈ અને પૂછ્યું કે,‘આ શું કરી રહ્યાં છો તમે? યુવતીઓના ડ્રેસમાં ગીત ગાઈ રહ્યાં છો તમે.’ પરંતુ તે પછી જ્યારે કન્સર્ટ થતો ત્યારે અમે બધા જયાને તેડીને બોલતા હતા કે,‘જીસકી બીવી છોટી ઉસકા ભી બડા કામ હૈ, ગોદ મેં બિઠા લો બચ્ચે કા ક્યા કામ હૈ.’ "
- ઉલ્લેખનીય છે કે, 3 સપ્ટેમ્બરથી કેબીસીની 10મી સીઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ શો 18 વર્ષોથી લોકોના દિલો પર રાજ કરી રહ્યું છે.

લારી ચલાવનારની દીકરી 6 સવાલના જવાબ આપી બની લખપતિ, અમિતાભે પિતાને કરી સલામ

X
Amitabh Bachchan Revealed Interesting Incident From His Life
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી