• Home
  • Bollywood
  • TV
  • Latest Masala
  • ઉપાસના સિંહે કર્યું પતિ સાથે સમાધાન I upasana singh Resolved Marital issue with husband

પતિ પાસે પરત ફરી કપિલ શર્માની ‘બુઆ’, 6 વર્ષથી રહેતા હતા અલગ

ઉપાસનાએ ટીવી સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’ના એક્ટર નીરજ ભારદ્વાજ સાથે 2009માં લગ્ન કર્યા હતા

divyabhaskar.com | Updated - Apr 10, 2018, 03:20 PM
ઉપાસના સિંહ અને નીરજ ભારદ્વાજ.
ઉપાસના સિંહ અને નીરજ ભારદ્વાજ.

પતિ પાસે પરત ફરી કપિલ શર્માની ‘બુઆ’, 6 વર્ષથી રહેતા હતા અલગ.

મુંબઈઃ કપિલ શર્માની ઓનસ્ક્રીન બુઆ તરીકે લોકપ્રિય થયેલી ઉપાસના સિંહે પોતાના પતિ સાથે સમાધાન કરી લીધું છે. એક અહેવાલ અનુસાર, ઉપાસના પતિ નીરજ પાસે પરત ફરી છે. ઉપાસના અને તેનો પતિ 2012થી જ અલગ રહેતા હતા. ઉપાસનાએ ટીવી સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’ના એક્ટર નીરજ ભારદ્વાજ સાથે 2009માં લગ્ન કર્યા હતા. જોકે અમુક જ વર્ષોમાં તેમની વચ્ચે મતભેદ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઉપાસના કપિલ શર્માના શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ શર્મા’માં બુઆના રોલમાં જોવા મળી હતી.

2016માં કરી હતી છૂટાછેડા લેવા માટેની અરજી...


- ઉપાસના સિંહ લગ્ન બાદ પતિ નીરજ સાથે 2012થી અલગ રહેતી હતી. બંનેએ 2016માં છૂટાછેડા માટે અરજી કરી હતી. જોકે હવે તેમણે સમાધાન કરી લીધું છે. તેઓ વચ્ચે ઘણા સમયથી વાતચીત નહોતી થતી.તાજેતરમાં ઉપાસના નીરજ સાથે ગંગટોકમાં વેકેશન પર ગઈ હતી. આ ઉપરાંત તે બિહારમાં પોતાના સાસરી પક્ષના લોકોને પણ મળી આવી છે. નીરજ ભારદ્વાજે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,‘એક-બીજાને સ્પેસ આપતા-આપતા અમારી વચ્ચે અંતર વધી ગયું હતું. ઘણા બહારના લોકોએ પણ અમારી વચ્ચેના તણાવમાં વધારો કર્યો હતો.’

આમ શરૂ થઈ હતી લવ સ્ટોરી


- ઉપાસના સિંહે ટીવી સીરિયલ ‘એ દિલ-એ-નાદાન’માં એક્ટર નીરજ ભારદ્વાજ સાથે કામ કર્યું. આ સમયે જ બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું અને પછી લગ્નનો નિર્ણય કર્યો. 2009માં બંનેએ લગ્ન કર્યા. ઉપાસનાએ ટીવી સીરિયલ્સની સાથે ઘણી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. ઉપાસનાએ ફિલ્મ ‘ડર’,‘મેં પ્રેમ કી દીવાની હૂં’ ‘મુજસે શાદી કરોગી’, ‘એતરાજ’, અને ‘ગોલમાલ રિટર્ન્સ’માં જોવા મળી હતી.

(આગળની સ્લાઈડ્સમાં જુઓ ઉપાસના અને નીરજની વધુ તસવીરો.........)

ઉપાસના સિંહ અને નીરજ ભારદ્વાજ.
ઉપાસના સિંહ અને નીરજ ભારદ્વાજ.
ઉપાસના સિંહ અને નીરજ ભારદ્વાજ.
ઉપાસના સિંહ અને નીરજ ભારદ્વાજ.
ઉપાસના સિંહ અને નીરજ ભારદ્વાજ.
ઉપાસના સિંહ અને નીરજ ભારદ્વાજ.
X
ઉપાસના સિંહ અને નીરજ ભારદ્વાજ.ઉપાસના સિંહ અને નીરજ ભારદ્વાજ.
ઉપાસના સિંહ અને નીરજ ભારદ્વાજ.ઉપાસના સિંહ અને નીરજ ભારદ્વાજ.
ઉપાસના સિંહ અને નીરજ ભારદ્વાજ.ઉપાસના સિંહ અને નીરજ ભારદ્વાજ.
ઉપાસના સિંહ અને નીરજ ભારદ્વાજ.ઉપાસના સિંહ અને નીરજ ભારદ્વાજ.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App