• Home
  • Bollywood
  • TV
  • Maulana Aksed His Mother TO Upload Video On Social Media Though Account Of Danish

Bollywood / 21 વર્ષીય યુટ્યૂબરના નિધનના બીજા દિવસે ઘરે આવ્યા હતાં બે મૌલવી, કહ્યું-‘તે પાપ કરી રહ્યો હતો, અલ્લાહે તેને સજા આપી’, દાનિશના ભાઈએ સંભળાવી આપવીતી

દાનિશના ભાઈએ કહ્યું-‘મૌલવીઓએ માતાને જે કરવાનું કહ્યું, તે સાંભળી મને સખ્તનો ગુસ્સો આવ્યો’

divyabhaskar.com | Updated - Dec 26, 2018, 12:06 PM
Maulana Aksed His Mother TO Upload Video On Social Media Though Account Of Danish

મુંબઈઃ 21 વર્ષીય યુટ્યૂબર અને બ્લોગર દાનિશ જહાંના નિધન બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. દાનિશના પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમુક મૌલવી તેમની પર દબાણ કરી રહ્યાં છે કે દાનિશના યુટ્યૂબ ચેનલ પરથી એક વીડિયો મેસેજ અપલોડ કરવામાં આવે જેમાં તેના (દાનિશના) ખોટા માર્ગે ચાલવાનું અને અલ્લાહે તેને સજા આપી હોવાની વાત કહેવામાં આવે. એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં દાનિશના ભાઈએ આ વાતનો ખુલાસો કર્યો હતો.

મૌતના બીજા દિવસે જ મૌલવીઓ પહોંચ્યા હતા દાનિશના ઘરે..


- 19-20 ડિસેમ્બર દરમિયાન રાતે એક લગ્ન બાદ મુંબઈ પરત આવતી વેળાએ અકસ્માતમાં દાનિશનું મૌત થયું હતું. 20 તારીખે તેની દફનવિધિ કરવામાં આવી હતી. જે પછી બીજા દિવસે બે મૌલવીએ દાનિશના ઘરે પહોંચ્યા હતા અને તેની લાઈફસ્ટાઈલની ટીકા કરવા લાગ્યા હતા.
- મૌલવીઓ દ્વારા દાનિશની માતાને સોશ્યિલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરવા કહેવામાં આવ્યું, જેમાં તેઓ યુથને અપીલ કરે કે દાનિશનો માર્ગ ના પસંદ કરે.
- દાનિશના ભાઈ ગુફરાન મુલ્લાએ એક ન્યૂઝ વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે,"મૌલવીઓએ મારી માતાને કહ્યું હતું કે, દાનિશ પાપ કરી રહ્યો હતો. તેમણે અમને કહ્યું કે- ‘અમારા આલિમો તેની પર લાનત મોકલતા હશે.’ મે તેમને પ્રશ્ન કર્યો કે તેમને આ બધી વાતની કેવી રીતે ખબર પડી, કારણ કે મૃત્યુ બાદ શું થાય છે તે માત્ર અલ્લાહ જાણે છે. મને તે મૌલવીઓ પર ગુસ્સો આવી રહ્યો હતો કારણ કે તેઓ મારી માતા પાસે વીડિયો રેકોર્ડ કરાવી સોશ્યિલ મીડિયા પર અપલોડ કરાવવા માગતા હતા."

દાનિશ કહેતો હતો કે,‘ભાઈ તુ નથી જાણતો, મારી સાથે શું થાય છે?’


- ગુફરાને વાતચીતમાં આગળ જણાવ્યું હતું કે,"તે ઘણો માસુમ હતો અને માત્ર 21 વર્ષનો જ હતો. તેણે કેવી રીતે અમારા ધર્મના હિસાબે પાપ કર્યા હતા? જો મારા ભાઈએ કાંઈ ખોટું કર્યું છે તો હું માત્ર અલ્લાહથી દુઆ કરીશ કે તે મારા ભાઈને માફ કરી દે. પરંતુ સોશ્યિલ મીડિયા પર લોકો તેના વિશે જે બકવાસ કરી રહ્યાં છે. તે માત્ર તેને મળેલી લોકપ્રિયતાની ઈર્ષા છે. મને યાદ છે કે દાનિશ કહેતો હતો કે-‘ભાઈ તુ નથી જાણતો મારી સાથે શું થાય છે.’ આજે મને સમજ આવી ગયું કે તેની વાતનો અર્થ શું હતો? યુટ્યૂબ પર એક વીડિયો છે જેમાં અમુક મહિના પહેલા એક ગ્રુપના લોકો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો."

દાનિશનું સોશ્યિલ મીડિયા અકાઉન્ટ હેક કરવા માગતા હતા લોકો


- ગુફરાને જણાવ્યું હતું કે,"અમુક લોકો છે, જે તેના સોશ્યિલ મીડિયા અકાઉન્ટને હેક કરવા માગતા હતા. હાલ મારી પાસે તેનો આઈફોન છે અને મારી પાસે મોટી સંખ્યામાં મેલ આવી રહ્યાં છે, જેમાં ફેસબુક, ટિકટેક, યુટ્યૂબ અને ઈમેલ એડ્રેસના પાસવર્ડ બદલવાની વિનંતી કરવામાં આવી રહી છે. તેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કરવામાં આવી ચૂક્યું છે અને સાઈબર સેલમાં પણ ફરિયાદ કરી છે.’
- ગુફરાને સોશ્યિલ મીડિયા પર દાનિશ અંગે ખરાબ વાતો કરતા લોકોને અપીલ કરી કે તેઓ દાનિશની આત્માની શાંતિ માટે દુઆ કરે. ગુફરાને કહ્યું હતું કે,"મારો ભાઈ માસુમ હતો. તે પોતાની ઈચ્છા અનુસાર જીવન જીવતો હતો અને બીજાની મદદ કરતો હતો."

‘રેસ-3’ ફ્લોપ થયા બાદ કરિયર બચાવવા હવે બોબી દેઓલનો નવો પ્રયાસ, કરશે ડિજીટલ વર્લ્ડમાં એન્ટ્રી

X
Maulana Aksed His Mother TO Upload Video On Social Media Though Account Of Danish
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App