નટુકાકા બનતા ઘનશ્યામ નાયકે કર્યો ખુલાસો, ''તારક મહેતા'ને કારણે એક દર્શકે આત્મહત્યાનો વિચાર માંડી વાળ્યો હતો''

ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ 28 જુલાઈના રોજ 10 વર્ષ પૂરા કર્યાં હતાં.

divyabhaskar.com | Updated - Aug 01, 2018, 05:05 PM
સીરિયલના એક સીનમાં જેઠાલાલ(દિ
સીરિયલના એક સીનમાં જેઠાલાલ(દિ

મુંબઈઃ ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ 28 જુલાઈના રોજ 10 વર્ષ પૂરા કર્યાં હતાં. આટલાં વર્ષો બાદ પણ આ સીરિયલ ચાહકોને સતત હસાવી રહી છે. આટલું જ નહીં સીરિયલમાં દર વખતે એક સામાજિક સંદેશ પણ આપવામાં આવે છે. નટુકાકા બનતા ઘનશ્યામ નાયકે કહ્યું હતું, ''આ શોને કારણે એક વ્યક્તિ આત્મહત્યા કરતી અટકી હતી.''


હાલમાં જ કલાકારોએ કરી હતી વાતઃ
એક અંગ્રેજી અખબાર સાથે દિલીપ જોષી, મંદાર ચંદાવડકર, શ્યામ પાઠક, તન્મય વેકરિયા તથા ઘનશ્યામ નાયકે વાત કરી હતી. જેઠાલાલ બનતા દિલીપ જોષીએ કહ્યું હતું, ''મેં સીરિયલમાં મારો પહેલો શોટ એવો હોય છે કે કેટલાંક ગૂંડાઓ મારું અપહરણ કરે છે. બસ ત્યારથી લઈને અત્યાર સુધી સહજતાથી શૂટિંગ ચાલે છે.'' તો નટુકાકા બનતા ઘનશ્યામ નાયકે ડિપ્રેશનમાં પીડાતા એક ચાહકનો કિસ્સો યાદ કરીને કહ્યું હતું, ''હું એક દર્શકને ઓળખું છું. જેણે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યાનો નિર્ણય કર્યો હતો. જોકે, સીરિયલનો એક એપિસોડ જોયા બાદ તેને જીવનમાં કંઈક નવું કરવાની ઈચ્છા થઈ અને આત્મહત્યાનો વિચાર માંડી વાળ્યો હતો. સીરિયલને કારણે તેણે આત્મહત્યા કરી નહોતી.''

સીરિયલમાં છે અનેક મુદ્દાઓઃ
બાઘા બનતા તન્મય વેકરિયાએ કહ્યું હતું, ''તારક મહેતામાં અનેક મુદ્દાઓની ચર્ચામાં કરવામાં આવે છે. જેમાં શિક્ષણ, આરોગ્ય, ઘરડાઘર અને ઘણાં બધા. અન્ય કોઈ શોમાં આવી વાત કરવામાં આવતી નથી.''


દિલીપ જોષીએ શોના રાઈટરને આપી ક્રેડિટઃ
જેઠાલાલ એટલે કે દિલીપ જોષીએ સીરિયલની સફળતાની ક્રેડિટ શોના રાઈટર્સને આપી હતી. તેણે કહ્યું હતું, ''અમે રોજે-રોજ દર્શકોને સ્પર્શતા મુદ્દાઓને સીરિયલમાં લઈને આવી છીએ અને તેમાંથી હાસ્ય ઉત્પન્ન કરીએ છીએ. અમારા શોની આ જ યુએસપી છે. આ બાબત ઘણી જ અઘરી છે. અમે જ્યારે સ્ક્રિપ્ટ વાંચતા હોઈએ ત્યારે કોઈ જોક જબરજસ્તી નાખવામાં આવ્યો હોય એમ લાગે તો તેને કાઢી નાખીએ છીએ. અમે રોજ સ્ક્રિપ્ટ પર ચર્ચા કરીને દર્શકોને વધુમાં વધુ કેમ હસાવી શકાય તેવો પ્રયાસ કરીએ છીએ.''

'ચાલુ પાંડે'ને કારણે 'ડૉ. હાથી'ને મળ્યો હતો 'તારક મહેતા..'માં રોલ, 2010માં 25 દિવસ રહ્યા હતા વેન્ટિલેટર પર

X
સીરિયલના એક સીનમાં જેઠાલાલ(દિસીરિયલના એક સીનમાં જેઠાલાલ(દિ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App