ઓડિશન / 'તારક મહેતા'માં દયાભાભી બાદ હવે મેકર્સ શોધી રહ્યાં છે નવી સોનુ, ત્રીજીવાર નવી આવશે ભીડેની દીકરી

divyabhaskar.com

Apr 05, 2019, 01:30 PM IST
after dayabhabhi makers search new sonu

મુંબઈઃ ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં હાલમાં ઓડિશન જોરશોરથી ચાલી રહ્યાં છે પરંતુ આ ઓડિશન દયાભાભી માટે નહીં પરંતુ સોનુના પાત્ર માટે ચાલી રહ્યાં છે. શોમાં ત્રીજીવાર હવે નવી સોનુ જોવા મળશે.

નિધી ભાનુશાલીએ છોડ્યો શોઃ
સોનુનું પાત્ર નિધી ભાનુશાલી ભજવતી હતી પરંતુ એક્ટ્રેસ કામ તથા અભ્યાસ વચ્ચે બેલેન્સ રાખી શકતી નહોતી. આથી જ તેણે ભણવા માટે થઈને આ શો છોડવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે નિધી ભાનુશાલી હાલમાં મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી બીએ કરે છે અને તે બ્રાઈટ સ્ટૂડન્ટ છે. હવે તે પોતાના અભ્યાસ પર ધ્યાન આપવા માંગે છે. તે સારા માર્ક્સથી ગ્રેજ્યુએશન પૂરું કરવા માંગે છે. જોકે, પ્રોડક્શન હાઉસે નિધીને શૂટિંગના કલાકો ઓછા કરી આપ્યા હતાં જેથી તે ભણવા પર ધ્યાન આપી શકે. જોકે, નિધી માટે શૂટિંગ કરવું દિવસે દિવસે મુશ્કેલ બનતું જતું હતું અને અંતે તેણે શોને અલવિદા કહી દીધો છે. નિધીની ગેરહાજરીમાં શોમાં સોનુ વધુ અભ્યાસ અર્થે વિદેશ ગઈ છે, જેમ બતાવવામાં આવ્યું છે.

આવશે નવું પાત્રઃ
મેકર્સે હવે સોનુના રોલમાં નવા કલાકારને લેવાનો નિર્ણય કર્યો છે. સોનુના પાત્રમાં તદ્દન નવો જ ચહેરો જોવા મળશે. સોનુના રોલ માટે કોઈ એક્ટ્રેસ ફાઈનલ થઈ જશે એટલે શોમાં સોનુ વિદેશથી પરત આવતી બતાવવામાં આવશે.

આ રીતે નિધીને મળ્યું હતું સોનુનું પાત્રઃ
જૂની સોનુ એટલે કે ઝીલ મહેતાએ પણ અભ્યાસને કારણે આ શો છોડી દીધો હતો. ત્યારબાદ ઓડિશન લઈને નવી સોનુની પસંદગી કરવામાં આવી હતી. નિધીએ ક્યારેય નહોતું વિચાર્યું કે તે એક્ટિંગ ફિલ્ડમાં આવશે. તેની માતાએ નીલા ટેલિફિલ્મ્સમાં તેના કેટલાંક ફોટોઝ મોકલ્યા હતાં. ત્યારબાદ તેણે સોનુના રોલ માટે ઓડિશન આપ્યું હતું. ઓડિશનના ચાર દિવસ બાદ તે સિલેક્ટ થઈ ગઈ હતી. 2012માં નિધી જ્યારે આ શો માટે સિલેક્ટ થઈ ત્યારે તે સાતમા ધોરણમાં સૂરજબા વિદ્યા મંદિરમાં ભણતી હતી અને તેની ઉંમર 12 વર્ષ હતી.

નિધી પહેલાં ઝીલ મહેતા હતી સોનુઃ
ઝીલ મહેતાએ નવ વર્ષની ઉંમરે 'તારક મહેતા..'માં કામ કરવાની શરૂઆત કરી હતી. ઝીલે લગભગ સાડા ચાર વર્ષ સુધી આ શોમાં કામ કર્યું હતું. ત્યારબાદ અભ્યાસને કારણે તેણે આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. ઝીલએ divyabhaskar.com સાથેની વાતચીતમાં કહ્યું હતું કે 'તારક મહેતા..' શો સાથે સંકળાયેલી તમામ યાદો તેને યાદ છે. આ શોએ તેને પૈસા અને પ્રસિદ્ધિ અપાવી હતી. જોકે, તે એક્ટિંગને બદલે અભ્યાસ પર ધ્યાન આપવા માંગતી હતી. આથી જ 14 વર્ષની ઉંમરે તેણે આ શો છોડવાનું નક્કી કર્યું હતું.

પહેલાં આવશે નવી સોનુઃ
સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પહેલાં નવી સોનુ જોવા મળશે. ત્યારબાદ નવા દયાભાભી આવશે.

X
after dayabhabhi makers search new sonu
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી