રસપ્રદ / 'તારક મહેતા..'ની સોનુએ ફિલ્મમેકિંગમાં કરિયર બનાવવા માટે છોડી સીરિયલ

tv serial taarak mehta ka ooltah chashmah sonu trained in singing and dancing

divyabhaskar.com

Apr 10, 2019, 06:52 PM IST

મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુ બનતી નિધી ભાનુશાલીએ આ સીરિયલ છોડી દીધી છે. છેલ્લાં સાત વર્ષથી નિધી ભાનુશાલી આ સીરિયલ સાથે જોડાયેલી હતી. આ શોમાં સોનુ ગોકુલધામના સેક્રેટરી ભીડે તથા માધવીભાભીના દીકરીના રોલમાં હતી. નિધીએ વધુ અભ્યાસ માટે આ શો છોડ્યો હોવાનું કહેવામાં આવે છે.

નિધીની માતાએ કહી આ વાતઃ
નિધીની માતા પુષ્પાએ એન્ટરટેઈન્મેન્ટ પોર્ટલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે નિધી બીએના પહેલાં વર્ષમાં છે અને તે મીઠીબાઈ કોલેજમાંથી અભ્યાસ કરે છે. તેમણે અને પ્રોડ્યુરર્સે અભ્યાસ તથા શૂટિંગ વચ્ચે બેલેન્સ કરવાનો ઘણો જ પ્રયાસ કર્યો હતો પરંતુ શૂટિંગ તથા લેક્ચર વચ્ચે અવાર-નવાર ક્લેશ થતા હતાં. નિધી માટે અભ્યાસ પર ફોક્સ કરવું દિવસે દિવસે મુશ્કેલ બનતું હતું અને તેથી જ અંતે તેણે શો છોડવાનો નિર્ણય લીધો હતો.

ફિલ્મ મેકિંગ પર આપશે ધ્યાનઃ
નિધીની માતાએ એમ પણ કહ્યું હતું કે હવે તેમની દીકરી ફિલ્મ મેકિંગ પર ધ્યાન આપશે. તે ફિલ્મમેકિંગમાં બીએ કરી રહી છે અને તે એડિંટિંગ, રાઈટિંગ, ડિરેક્શન, ફોટોગ્રાફી તથા એક્ટિંગની તાલીમ લઈ રહી છે. જ્યારે પુષ્પા ભાનુશાલીને પૂછવામાં આવ્યું કે નિધીને શેમાં રસ છે? તો તેમણે જવાબ આપ્યો હતો કે તેને માત્ર એક્ટિંગ જ ગમે છે.

શીખી રહી છે ડાન્સિંગ-સિગિંગઃ
નિધી સારા એક્ટર બનવા માટે ઘણી જ મહેનત કરી રહી છે. તે સુરેશ વાડકર એકેડમીમાં સિગિંગ શીખી રહી છે. આ સિવાય તે છેલ્લાં નવ વર્ષથી ભરત નાટ્યમ પણ શીખી છે. આ વર્ષે તે વિશારદ થશે.

હિંદી ફિલ્મ્સની ઓફર્સઃ
નિધી જ્યારે 'તારક મહેતા..'માં કામ કરતી હતી ત્યારે તેને કેટલીક હિંદી ફિલ્મ્સ ઓફર થઈ હતી. જેમાં 'ધડક'માં જાહન્વી કપૂરની ફ્રેન્ડનો રોલ ઓફર થયો હતો. આ સિવાય અનુષ્કા શર્માનાં બાળપણનો તથા અમિતાભ બચ્ચનની દીકરીનો રોલ પણ ઓફર થયો હતો. જોકે, 'તારક મહેતા'માં વ્યસ્ત હોવાથી નિધી બીજા કોઈ પ્રોજેક્ટ્સમાં કામ કરી શકી નહોતી.

ગયા અઠવાડિયે છેલ્લીવાર જોવા મળીઃ
નિધીએ ગયા અઠવાડિયે તેનો લાસ્ટ એપિસોડ શૂટ કર્યો હતો. આ એપિસોડ ટેલિકાસ્ટ પણ થઈ ચૂક્યો છે. શોમાં સોનુ વધુ અભ્યાસ માટે વિદેશ જતી બતાવવામાં આવી છે.

આવશે નવું પાત્રઃ
મેકર્સે હવે સોનુના રોલમાં નવા કલાકારને લેવાનો નિર્ણય કર્યો છે. સોનુના પાત્રમાં તદ્દન નવો જ ચહેરો જોવા મળશે. સોનુના રોલ માટે કોઈ એક્ટ્રેસ ફાઈનલ થઈ જશે એટલે શોમાં સોનુ વિદેશથી પરત આવતી બતાવવામાં આવશે.

નિધી પહેલાં ઝીલ મહેતા હતી સોનુઃ
ઝીલ મહેતાએ નવ વર્ષની ઉંમરે 'તારક મહેતા..'માં કામ કરવાની શરૂઆત કરી હતી. ઝીલે લગભગ સાડા ચાર વર્ષ સુધી આ શોમાં કામ કર્યું હતું. ત્યારબાદ અભ્યાસને કારણે તેણે આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. ઝીલએ divyabhaskar.com સાથેની વાતચીતમાં કહ્યું હતું કે 'તારક મહેતા..' શો સાથે સંકળાયેલી તમામ યાદો તેને યાદ છે. આ શોએ તેને પૈસા અને પ્રસિદ્ધિ અપાવી હતી. જોકે, તે એક્ટિંગને બદલે અભ્યાસ પર ધ્યાન આપવા માંગતી હતી. આથી જ 14 વર્ષની ઉંમરે તેણે આ શો છોડવાનું નક્કી કર્યું હતું.

X
tv serial taarak mehta ka ooltah chashmah sonu trained in singing and dancing

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી