Home » Bollywood » TV » Latest Masala » બાઘાએ મનાવ્યો 42મો જન્મદિવસ, tanmay vekaria birthday on 13th may

જેઠાલાલને હેરાન પરેશાન કરનાર 'બાઘો' નાનપણમાં લાગતો હતો આવો

Divyabhaskar.com | Updated - May 14, 2018, 02:59 PM

બાઘાનું નામ પડે એટલે આપણે તરત જ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના બાઘાને યાદ કરવા લાગીએ છીએ.

 • બાઘાએ મનાવ્યો 42મો જન્મદિવસ, tanmay vekaria birthday on 13th may
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  મુંબઈઃ બાઘાનું નામ પડે એટલે આપણે તરત જ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના બાઘાને યાદ કરવા લાગીએ છીએ. બાઘાનું સાચું નામ તન્મય વેકેરિયા છે. સીરિયલમાં બાઘા કંઈને કંઈ ભૂલો કરતો રહેતો હોય છે અને જેઠાલાલને ગુસ્સો અપાવતો હોય છે. તન્મય વેકેરિયાનો 13મેના રોજ 42મો જન્મદિવસ હતો. તન્મયના જન્મદિવસ પર જાણીએ તેના જીવનની ખાસ વાતો.


  પિતા ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલાઃ
  તન્મય વેકરીયાના પિતા અરવિંદ વેકરીયા વર્ષોથી ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા છે. તેમણે પાંચ દાયકા સુધી ગુજરાતી નાટકોમાં અભિનય આપેલો છે. તન્મયે પિતાનો અભિનયવારસો જાળવ્યો છે. 'બાઘા'ને બાળપણથી જ બાળનાટક, આઉટડોર એક્ટિંગમાં બહુ જ ઉંડો રસ હતો અને ભજવતો. ગુજરાતના અમરેલી જિલ્લાના વડીયાદેવડીમાં જન્મેલા અને ગુજરાતમાં જ ભણી ગણીને મોટો થયેલા તન્મયે ૧૯૯૯માં ગ્રેજ્યુંએશન કર્યું, એ વખતે તેને નાટક અને કલાકારી મૂકી દીધી હતી. તન્મયે પ્રાથમિક શિક્ષણ ગામમાં જ લીધું હતું. કાંદીવલીની અવર લેડી ઓફ રેમેડી સ્કૂલમાંથી હાઇસ્કૂલ પૂરી કર્યા બાદ તન્મય વેકરિયાએ એન.કે. કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું.


  (વાંચો, તન્યયની રસપ્રદ વાતો....)

 • બાઘાએ મનાવ્યો 42મો જન્મદિવસ, tanmay vekaria birthday on 13th may
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  ભાઈ-ભાભી-ભત્રીજી, પત્ની તથા દીકરી સાથે તન્મય

  10 વર્ષની ઉંમરે શરૂ કર્યું હતું કામઃ
  તન્મય ૧૯૮૬માં ટાબરિયો હતો ત્યારે ફૂલવારીમાં પ્રથમ ભાગ ભજવનારા આ કલાકાર વર્ષ 2000મા 'સપનાનાં કિનારે' નામની પ્રથમ સિરિયલમાં અદાકારી કરેલી ત્યાર બાદ 'ચૂપકે-ચૂપકે', 'યસ બોસ', 'ખીચડી', 'મણીબેન.કોમ' જેવી જાણીતી ફિલ્મો અને સિરિયલોમાં પણ રોચક પાત્રો તન્મયે ભજવેલા છે.

 • બાઘાએ મનાવ્યો 42મો જન્મદિવસ, tanmay vekaria birthday on 13th may
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  દીકરી સાથે તન્મય

  નાનપણથી જ નાના મોટા સ્ટેજ શોમાં અભિનય કર્યો ત્યારબાદ ગ્રેજ્યુએશન પૂરૂ કર્યુ. ગ્રેજ્યુએશન બાદ સંપૂર્ણપણે એક્ટિંગમા જંપલાવી દીધું. તન્મયે 1999માં મુંબઈમાં 'સુખને એક ચાન્સ આપો' પ્રથમ ગુજરાતી શો કર્યો હતો.

   

 • બાઘાએ મનાવ્યો 42મો જન્મદિવસ, tanmay vekaria birthday on 13th may
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  તન્મય વેકરિયા

  હાલમાં ઘરે ઘરે જાણીતી બનેલી ગુજરાતી લેખક તારક મહેતાની સબ ટી.વી. પર પ્રસારિત થતી 'ઉલટા ચશ્મા'માં નટુકાકાની તબિયત બગડે છે એ એપીસોડથી બાઘાની એન્ટ્રી થઇ હતી. ત્યારથી લઇને અત્યાર સુધી લોકોને ભરપૂર મનોરંજન તન્મય દરરોજ પૂરું પાડે છે. સિરિયલમાં બાઘાનુ પાત્ર ઉદભવવાની ઘટના ઘણી રસપ્રદ છે. બન્યુ એવું કે નટુકાકાને બાયપાસ સર્જરી કરાવવી પડી. જેના કારણે તેઓ અમુક એપિસોડ શૂટ કરી શકે તેમ ન હતા. ત્યારે સિરિયલમાં જરૂર ઉભી થઈ જેઠાલાલની દુકાન સંભાળી શકે અને તેમનું મગજ ખાય તેવા ચક્રમ જેવા પાત્રની.

   

 • બાઘાએ મનાવ્યો 42મો જન્મદિવસ, tanmay vekaria birthday on 13th may
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  નાનપણમાં મોમ તથા ભાઈ સાથે તન્મય વેકરિયા

  સીરિયલમાં ખોટે ક્લાસિસવાળા અનુરાગે તન્મયનો જેઠાલાલ એટલે કે દિલીપ જોશી સાથે પરિચય કરાવ્યો. ત્યારબાદ દિલીપ જોશીએ જ તન્મયને બાઘાના હાવભાવથી માંડીને બોલવાની લય સુધીની તમામ સ્ટાઈલો શીખવી. બાઘાના પાત્રને મળી રહેલી પ્રસંશાનો શ્રેય તન્મય કાયમ દિલીપ જોશીને જ આપે છે.

 • બાઘાએ મનાવ્યો 42મો જન્મદિવસ, tanmay vekaria birthday on 13th may
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  તન્મય વેકરિયા

  તન્મય વેકરિયાને કરણ જોહર અને સરમણ મુંજાના જીવન પર આધારિત અષ્ટવિનાયક ફિલ્મ્સ દ્વારા ફિલ્મની ઓફર પણ થઇ હતી પણ ફિલ્મમાં કામ કરવા માટે સીરિયલ છોડવી પડે એમ હતું, જે તન્મયને મંજૂર નહોતું. એટલા માટે જ તન્મયે આ બંને ફિલ્મની ઓફર ઠુકરાવી દીઘી હતી.

   

 • બાઘાએ મનાવ્યો 42મો જન્મદિવસ, tanmay vekaria birthday on 13th may
  નાનપણમાં તન્મય વેકેરિયા

  તન્મય પોતાની સફળતાનું શ્રેય સીરિયલના લેખકો રાજેન ઉપાધ્યાય, રાજુ ઓડેદરા તથા દિગ્દર્શકો હર્ષદ જોષી, માલવ રાજડા તેમજ દિલીપ જોષી (જેઠાલાલ)ને આપે છે. તન્મયને એ વાતનું ગૌરવ છે કે સીરિયલમાં સૌથી વધુ લોકપ્રિય જોડી જેઠાલાલ-દયા પછી કાકા-ભત્રીજા (બાઘો-નટુકાકા)ની જોડીનો નંબર આવે છે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ