સ્વીકાર / માત્ર 21ની ઉંમરમાં ટીવીના 'મહારાણા પ્રતાપ' પર ચઢ્યું પ્રેમનું ભૂત, ખુલ્લેઆમ આ અંદાજમાં કર્યો ઈઝહાર

મુસ્કાન સાથે ફૈઝલ
મુસ્કાન સાથે ફૈઝલ
ફૈઝલ ખાન
ફૈઝલ ખાન
પાપાની ઓટોમાં ફૈઝલ ખાન
પાપાની ઓટોમાં ફૈઝલ ખાન
ફૈઝલ ખાનના પેરેન્ટ્સ
ફૈઝલ ખાનના પેરેન્ટ્સ
પોતાના ઘરમાં ફૈઝલ ખાન
પોતાના ઘરમાં ફૈઝલ ખાન

divyabhaskar.com

Mar 06, 2019, 03:59 PM IST

મુંબઈઃ 'મહારાણા પ્રતાપ'થી લોકપ્રિય થયેલો ફૈઝલ ખાન એક સારો ડાન્સર પણ છે. 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ'નો વિનર રહી ચૂકેલા ફૈઝલે હાલમાં જ પોતાના અંગત જીવનને લઈ ખુલાસો કર્યો હતો. હાલમાં ફૈઝલ જયપુર સ્થિત મોડલ મુસ્કાન કટારિયાને ડેટ કરે છે. ગયા વર્ષે ચર્ચા હતી કે બંને એકબીજાને ડેટ કરે છે પરંતુ બંનેમાંથી કોઈએ પોતાના સંબંધનો સ્વીકાર કર્યો નહોતો. હવે, ફૈઝલે પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો છે.


આ રીતે થઈ હતી પહેલી મુલાકાતઃ
ફૈઝલે કહ્યું હતું કે બંનેની પહેલી મુલાકાત જોધપુરમાં એક ફેશન શો દરમિયાન થઈ હતી. તે સમયે મુસ્કાનને ખ્યાલ નહોતો કે તે કોણ છે. મુસ્કાન તે સમયે ફોનનું ચાર્જર શોધતી હતી અને તેણે પોતાનું ચાર્જર આપ્યું હતું. આ રીતે તેમની વચ્ચે પહેલીવાર વાત થઈ હતી. બીજા દિવસે બીજીવાર મુલાકાત થઈ હતી. જ્યારે ત્રીજીવાર તેઓ મળ્યાં ત્યારે તેમને લાગ્યું કે તેમની વચ્ચે અલગ જ કેમેસ્ટ્રી છે. મુસ્કાન ક્યારેય દેખાવ પર વિશ્વાસ કરતી નથી. તેને તેની આ જ વાત વધુ પસંદ છે.


પ્રેમમાં નથી હોતી ઉંમરઃ
ફૈઝલને જ્યારે પૂછવામાં આવ્યું કે તે માત્ર 21 વર્ષનો છે અને પ્રેમ કરવા માટે આ ઉંમર ઘણી જ નાની છે તો તેણે જવાબ આપ્યો હતો કે તેને નથી લાગતું કે કોઈને પણ પ્રેમ કરવા માટે કોઈ ઉંમરની જરૂર હોય. તેને મુસ્કાનને લઈ સ્ટ્રોંગ ફિલિંગ્સ છે. તેણે મુસ્કાનની મુલાકાત માતા-પિતા સાથે પણ કરાવી હતી. પ્રેમ માત્ર એકબીજાને જોઈને એટ્રેક્શન થાય તે નથી. તમે એકબીજાને કેટલું સમજો છો અને ભવિષ્યને કઈ રીતે જુઓ છે. એકબીજા પ્રત્યે ઈમાનદાર રહેવું જોઈએ અને એકબીજાને માન આપવું જરૂરી છે.


માતા-પિતા ખુશઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફૈઝલનો પરિવાર આ સંબંધથી ઘણો જ ખુશ છે. ખરી રીતે તો ફૈઝલની માતાને જ સૌ પહેલાં આ સંબંધ અંગે ખબર પડી હતી અને તેમણે તરત જ આ સંબંધને પરવાનગી આપી હતી. ફૈઝલને જ્યારે આ સંબંધને કેટલો આગળ વધારીશ, તે અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું હતું કે અત્યારે આ સંબંધ પર વિચારવું ઘણું જ જલ્દી છે. જે બનવું હશે, તે બનીને જ રહેશે. તેમણે તમામ વાતો સમય પર મૂકી દીધી છે.

(વાંચો, હાલમાં જ મનાવ્યો 21મો જન્મદિવસ, ચાલીથી શરૂ કરી હતી સફર...)

X
મુસ્કાન સાથે ફૈઝલમુસ્કાન સાથે ફૈઝલ
ફૈઝલ ખાનફૈઝલ ખાન
પાપાની ઓટોમાં ફૈઝલ ખાનપાપાની ઓટોમાં ફૈઝલ ખાન
ફૈઝલ ખાનના પેરેન્ટ્સફૈઝલ ખાનના પેરેન્ટ્સ
પોતાના ઘરમાં ફૈઝલ ખાનપોતાના ઘરમાં ફૈઝલ ખાન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી