રસપ્રદ / 'કસૌટી જિંદગી કી'માં ખુલશે કોમોલિકાની કડવી હકીકત, આ રીતે હિના ખાનનો હશે છેલ્લો સીન

tv serial kasautii zindagii kay last seen of komolika

divyabhaskar.com

Mar 14, 2019, 04:49 PM IST

મુંબઈઃ 'કસૌટી જિદંગી કી'માં આજકાલ અનુરાગ બાસુ, પ્રેરણા તથા કોમોલિકા વચ્ચે જબરજસ્ત જંગ જોવા મળી રહ્યો છે. પ્રેરણા તથા અનુરાગે મંદિરમાં લગ્નમાં કર્યાં છે. ત્યારબાદ મજબૂરીમાં અનુરાગ બીજીવાર કોમોલિકા સાથે લગ્ન કરે છે. પ્રેરણાને જ્યારે અનુરાગના લગ્નની ખબર પડે છે તો તે બાસુ હાઉસ આવીને હંગામો મચાવે છે.


હિના ખાન હવે નહીં મળે જોવાઃ
હિના ખાન પોતાના ફિલ્મી પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાથી તે હવે આ સીરિયલમાંથી બ્રેક લઈ રહી છે. આ જ કારણથી હિના ખાનને આ શોમાંથી એક્ઝિટ કરવામાં આવશે. શો પ્રમાણે, અનુરાગ બાસુના પિતા મોલોય બાસુ કોમામાંથી બહાર આવે છે.

જણાવે છે સાચી વાતઃ
કોમમાંથી બહાર આવ્યા બાદ મોલોય, કોમોલિકાની સાચી વાત બહાર લાવે છે. આ સાથે જ અનુરાગની મજબૂરીની જાણ બધાને કરે છે. અનુરાગના પિતાના આ ખુલાસા બાદ કોમોલિકાને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે.

પરત આવશે કોમોલિકાઃ
હિના ખાને આ શોમાંથી બ્રેક લીધો છે. થોડા મહિના બાદ ફરી તે આ શોમાં નવા ટ્વિસ્ટ ને ટર્ન સાથે જોવા મળશે.

X
tv serial kasautii zindagii kay last seen of komolika

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી