‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની આ લોકપ્રિય એક્ટ્રેસની થઈ વિદાય, મંદિરમાં કર્યાં એક્ટર બૉયફ્રેન્ડ સાથે લગ્ન

Parul Chauhan And Chirag Thakkar Knows Each Other Since Last 3 Month

divyabhaskar.com

Dec 12, 2018, 01:26 PM IST

મુંબઈઃ એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા બાદ વધુ એક સેલિબ્રિટિ એક્ટ્રેસનું નામ તાજેતરમાં લગ્ન કરનારા સેલેબ્સની લિસ્ટમાં સામેલ થઈ ગયું છે. સ્ટાર પ્લસના સુપરહિટ શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં સુવર્ણાનો રોલ કરનારી પારુલ ચૌહાણે આજે (12 ડિસેમ્બરના) મુંબઈમાં ટીવી એક્ટર ચિરાગ ઠક્કર સાથે લગ્ન કર્યા હતા. સીરિયલમાં પારુલ ‘અક્ષરા’ની દીકરી નાયરાની સાસુમા એટલે કે ‘અક્ષરા’ના વેવાણના રોલમાં જોવા મળે છે. આ લગ્નની તસવીરો અને વીડિયો સોશ્યિલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે. તસવીર અને વીડિયો થકી જોઈ શકાય છે કે પારુલ અને ચિરાગે સાદગીથી લગ્ન કર્યા હોવાનું જોવા મળી રહ્યું છે. લગ્ન સમયે પારુલ ચૌહાણે સિલ્ક લાલ સાડી પહેરી હતી જ્યારે દુલ્હા ચિરાગે વ્હાઈટ બેસ અને ગોલ્ડન વર્ક વાળી શેરવાની પહેરી હતી. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં જન્મેલો ચિરાગ ઠક્કર મૂળ ગુજરાતી છે.

આવી છે પારુલ-ચિરાગની લવસ્ટોરી...


- ઈન્સ્ટાગ્રામ પર સામે આવેલા વીડિયો અને તસવીરોમાં પારુલ અને ચિરાગ લગ્નની વિધિ કરતા જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં બંને વરમાળા પહેરાવતા અને પારુલની માંગમાં ચિરાગ સિંદૂર ભરતો જોવા મળી રહ્યો છે.
- બે પહેલા પારુલ ચૌહાણે પોતાના લગ્નની જાહેરાત કરી હતી. જે પછી હવે તેમણે મંદિરમાં વિધિઓ કરતા એકબીજાને જીવનસાથી બનાવી લીધા છે. આ લગ્નમાં પરિવારજનો અને અમુક મિત્રો જ સામેલ થયા હતા.
- વાત પારુલ અને ચિરાગની લવ સ્ટોરીની કરીએ તો, તેમની મુલાકાત એક્ટર ચિરાગના એક મિત્ર થકી થઈ હતી. પહેલા બંને એકબીજાના મિત્રો બન્યા અને સમય સાથે મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. બંનેની મિત્રતાનો પ્રારંભ 3 વર્ષ પહેલા 2015માં થયો હતો.
- અમુક સમય પહેલા પારુલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,"ના તો મે ચિરાગને પ્રપોઝ કર્યું ના તો ચિરાગે મને. અમે ઘણીવાર કોફી પીવા જતા હતા અને એકબીજા સાથે વાતો શેર કરતા હતા. જો આને ડેટિંગ કહેવાય તો સમજી લો અમે ડેટિંગ કરતા હતા."
- ઉલ્લેખનીય છે કે, 2007માં આવેલી ટીવી સીરિયલ ‘સપના બાબુલ કા...બિદાઈ’થી પારુલ ચૌહાણે ટીવી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. જ્યારે ચિરાગ ઠક્કર પણ ટીવીનો જાણીતો એક્ટર છે, એક અહેવાલ અનુસાર તેની વાર્ષિક કમાણી 80 લાખ રૂપિયા છે.
- 12 ડિસેમ્બરના રોજ ટીવીના જાણીતા કોમેડિયન કપિલ શર્માના લગ્ન ગિન્ની ચતરથ સાથે ઉપરાંત દેશના સૌથી ધનિક બિઝનેસમેન એવા મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન આનંદ પીરામલ સાથ થવા જઈ રહ્યાં છે.

કપિલ શર્માના લગ્નમાં મહેમાનો માટે મેન કોર્સથી લઈ સ્ટ્રીટ ફૂડ સુધીની વ્યવસ્થા, 150થી વધુ Dishesના લાગશે સ્ટોલ

X
Parul Chauhan And Chirag Thakkar Knows Each Other Since Last 3 Month
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી