આ છે અમદાવાદનો Real 'બોડીગાર્ડ', આમિર ખાનથી લઈ શાહરૂખ ખાનને આપી ચૂક્યો છે સુરક્ષા

બોલિવૂડ સેલેબ્સ હોય કે પછી બિઝનેસમેન તમામ લોકો પોતાની સુરક્ષા માટે સુરક્ષા એજન્સી હાયર કરતાં હોય છે

divyabhaskar.com | Updated - Oct 11, 2018, 06:19 PM
tv and bollywood actor ronit roy run his own security agency in mumbai

મુંબઈઃ બોલિવૂડ સેલેબ્સ હોય કે પછી બિઝનેસમેન તમામ લોકો પોતાની સુરક્ષા માટે સુરક્ષા એજન્સી હાયર કરતાં હોય છે. રોનિય રોય પણ મુંબઈમાં પોતાની સુરક્ષા એજન્સી ચલાવે છે. બોલિવૂડથી લઈને અનેક બિઝનેસમેનને રોનિત રોય સુરક્ષા પૂરી પાડે છે. 11 ઓક્ટોબરના રોજ રોનિત રોયે પોતાનો 53મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ પ્રસંગે divyabhaskar.com રોનિતની સુરક્ષા એજન્સીને લઈને ખાસ વાતો જણાવે છે.


વર્ષ 2000માં શરૂ કરી એજન્સીઃ
રોનિત રોયે પોતાની સુરક્ષા એજન્સી 'Ace'ની સ્થાપના વર્ષ 2000માં કરી હતી. રોનિતે અત્યાર સુધીમાં આમિર, શાહરૂખ, બિગ બી, આનંદ મહિન્દ્રાથી લઈને અનેક ક્રિકેટર્સ અને બિઝનેસમેનને સુરક્ષા પાડી ચૂક્યો છે. હાઈ પ્રોફાઈલ ઈવેન્ટ હોય કે પછી કોઈ રાજકિય નેતાની ચૂંટણી સભા, રોનિત રોય સમયાંતરે પોતાના સિક્યોરિટી ગાર્ડ્સ આપે છે. આ સિવાય રોનિત રોયની સુરક્ષા એજન્સી ફિલ્મના સેટ પર પણ સુરક્ષા પૂરી પાડે છે.


બે વર્ષ સુધી રહ્યો હતો આમિરનો બોડીગાર્ડઃ
રોનિત રોય એક સમયે આમિર ખાનનો બોડીગાર્ડ હતો. તેણે બે વર્ષ સુધી આમિરના બોડીગાર્ડ તરીકે કામ કર્યું છે. રોનિતે એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.


પૂર્વ આઈપીએલ કમિશ્નરના પુત્રને પણ આપી ચૂક્યો છે સિક્યોરિટીઃ
આઈપીએલના પૂર્વ કમિશ્નર લલિત મોદીનો પુત્ર રૂચિર મોદી પણ પોતાની સાથે પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ્સને લઈને વિવાદોમાં ફસાયો હતો. જ્યારે મીડિયામાં આ વાતની ચર્ચા થઈ હતી કે મુંબઈ પોલીસ લલિત મોદીને વધુ પડતી સુરક્ષા આપવામાં આવી છે, તેને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. જોકે, લલિત મોદી માટે નહીં પરંતુ રૂચિર મોદી માટે સુરક્ષા ગાર્ડ્સ રાખવામાં આવ્યા હતાં. લલિત મોદીએ રોનિત રોયની સુરક્ષા એજન્સી હાયર કરી હતી.


આઈપીએલ પાર્ટીમાં પણ આપતો સુરક્ષાઃ
આઈપીએલ મેચ પૂર્ણ થયા બાદ યોજાનારી હાઈ-પ્રોફાઈલ પાર્ટીમાં રોનિત રોય સુરક્ષા ગાર્ડ્સ લગાવતો હતો. આ પાર્ટીમાં લલિત મોદી સિવાય અનેક નેતા, બોલિવૂડ સ્ટાર્સ તથા ક્રિકેટર્સ હાજર રહેતા હતાં.


અમદાવાદમાં મોટો થયો છે રોનિત રોયઃ
રોનિતનો જન્મ 11 ઓક્ટોબરના રોજ નાગપુરમાં થયો હતો. તેના પિતા બ્રોધિન્દ્રનાથ બિઝનેસમેન હતાં. રોનિતે અમદાવાદમાં મોટો થયો હતો. અહીંયા જ તેને સ્કૂલ તથા કોલેજનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પૂર્ણ થયા બાદ તે મુંબઈ આવી ગયો હતો અને અહીંયા તે સુભાષ ઘાઈનાં ઘરે રોકાયો હતો. સુભાષ ઘાઈના ઘરે ચાર વર્ષ રોકાઈને હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો. જ્યારે તે મુંબઈ આવ્યો ત્યારે તેની પાસે માત્ર 6.20 રૂપિયા હતાં. હોટલમાં વાસણ ધોવાના કામમાં તેને દર મહિને 600 રૂપિયા મળતાં હતાં.

ખિસ્સામાં માત્ર છ રૂપિયા લઈને મુંબઈ આવ્યો હતો અમદાવાદી એક્ટર રોનિત રોય, આજે કરે છે કરોડોમાં કમાણી

X
tv and bollywood actor ronit roy run his own security agency in mumbai
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App