Home » Bollywood » TV » Latest Masala » aloknath done love making scenes in his career

#AlokNath: સોનમ કપૂરની ઓનસ્ક્રિન મોમ સાથે હતું અફેર, બ્રેકઅપ બાદ માતાની મરજીથી કર્યાં હતા એરેન્જ મેરેજ

Divyabhaskar.com | Updated - Oct 10, 2018, 05:31 PM

90ના દાયકાની સુપરહિટ સીરિયલ 'તારા'ની રાઈટર તથા પ્રોડ્યુસર વિંટા નંદાએ સંસ્કારી બાબુજી આલોકનાથ પર રેપનો આરોપ લગાવ્યો

  • aloknath done love making scenes in his career
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    પાર્ટીમાં આલોકનાથ, ટીના અંબાણી સાથે રોમેન્ટિક સીન આપતો આલોકનાથ

    મુંબઈઃ 90ના દાયકાની સુપરહિટ સીરિયલ 'તારા'ની રાઈટર તથા પ્રોડ્યુસર વિંટા નંદાએ સંસ્કારી બાબુજી આલોકનાથ પર રેપનો આરોપ લગાવ્યો છે. 1960માં દિલ્હીમાં જન્મેલા આલોકનાથના અંગત જીવન અંગે ભાગ્યે જ ચાહકોને ખ્યાલ હશે. 'વીરે દિ વેડિંગ'માં સોનમ કપૂરની ઓનસ્ક્રિન માતા બનેલી નીના ગુપ્તા સાથે આલોકનાથનું અફેર હતું. આલોક દિલ્હીથી મુંબઈ શિફ્ટ થયા અને સંઘર્ષના દિવસોમાં નીના ગુપ્તા સાથે મુલાકાત થઈ હતી. ટૂંક સમયમાં જ આ મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. બંને વચ્ચેના અફેર તથા બ્રેક-અપ અંગે વધુ માહિતી નથી પરંતુ બંને પોતાની કરિયર પર ધ્યાન આપવા માંગતા હતાં. નીના તથા આલોકે 'ગાંધી' તથા 'અંત' ફિલ્મમાં સાથે કામ કર્યું છે. આલોકે પેરેન્ટ્સની પસંદગીની બિહારી યુવતી આંશુ સિંહ સાથે લગ્ન કર્યાં હતાં.


    ટીના અંબાણી સાથે લવ મેકિંગ સીનઃ
    સંસ્કારી બાબુજી આલોકનાથે શરૂઆતના દિવસોમાં લવ મેકિંગ સીન્સ આપ્યા છે. 1987માં 'કામાગ્નિ'માં ટીના મુનિમ (હવે અંબાણી) સાથે રોમાન્સ કર્યો હતો. એક્ટિંગ કરિયરની શરૂઆત 1980માં 'રિશ્તે નાતે'થી શરૂઆત કરી હતી. આ શોમાં તેનો રોલ બાબુજીનો હતો. જોકે, ટીવી પર ખરી ઓળખ સીરિયલ 'બુનિયાદ'થી મળી હતી. જેમાં માસ્ટર હવેલીરામનો રોલ કરીને મળી હતી. આલોકનાથે 'ભારત એક ખોજ', 'રિશ્તે', 'વો રહનેવાલી મહલો કી', 'બિદાઈ' જેવી સીરિયલમાં કામ કર્યું છે.


    14 વર્ષ મોટા અમિતાભના પિતાનો રોલ કર્યો હતોઃ
    1990માં આલોકનાથે ફિલ્મ 'અગ્નિપથ'માં અમિતાભ બચ્ચનના પિતાનો રોલ કર્યો હતો. તે સમયે આલોકની ઉંમર 34 અને અમિતાભ 48 વર્ષના હતાં. 1989માં આલોકનાથ 'મૈંને પ્યાર કિયા'માં ભાગ્યશ્રીના પિતા બન્યા હતાં.

  • aloknath done love making scenes in his career
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    પાર્ટી દરમિયાન ફ્રેન્ડ સાથે આલોકનાથ
  • aloknath done love making scenes in his career
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    આલોકનાથ તથા મોના ચાવલા એક પ્લે દરમિયાન
  • aloknath done love making scenes in his career
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આલોકનાથ પોતાના જવાનીના દિવસોમાં
  • aloknath done love making scenes in his career
    એક્ટ્રેસ સારા ખાન સાથે આલોકનાથ
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ