Home » Bollywood » TV » Latest Masala » shweta tiwari daughter palak did not ready to work in daily soap

પ્રેરણાનાં રોલથી શ્વેતા તિવારી રાતોરાત બની હતી સ્ટાર, દીકરી પલકે ઠુકરાવી દીધો એ જ રોલ

Divyabhaskar.com | Updated - Aug 31, 2018, 12:19 PM

શ્વેતાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 17 વર્ષીય દીકરી પલકને પ્રેરણાનો લીડ રોલ ઓફર થયો હતો

  • shweta tiwari daughter palak did not ready to work in daily soap

    મુંબઈઃ ટીવી સીરિયલ 'કસૌટી જિંદગી કી'(2001-08)થી લોકપ્રિય થયેલી પ્રેરણા એટલે કે શ્વેતા તિવારીએ આ શોની બીજી સિઝનને લઈને ખુલાસો કર્યો છે. શ્વેતાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 17 વર્ષીય દીકરી પલકને પ્રેરણાનો લીડ રોલ ઓફર થયો હતો. જોકે, પલકે આ રોલ ઓફર ઠુકરાવી દીધો હતો. શ્વેતાએ દીકરીને એમ પણ કહ્યું હતું કે તેણે આ શો કરવો જોઈએ. ત્યાં સુધી કે ઓલ્ટ બાલાજીએ પણ તેને આ શો કરવાનું સજેશન આપ્યું હતું. જોકે, પલકે સ્પષ્ટ રીતે No Mom કહી દીધું હતું.


    આ કારણે ઠુકરાવી ઓફરઃ
    પલક પોતાની માતા શ્વેતા જેવી જ કાર્બન કોપી લાગે છે. સોશ્યિલ મીડિયામાં પલકની અનેક તસવીરો છે, જેમાં તે માતા જેવી જ લાગે છે. આથી જ એકતા કપૂરે પલકને આ શોની ઓફર કરી હતી પરંતુ તેણે ના પાડી દીધી. ઓફર ના પાડવાને લઈને શ્વેતાએ કહ્યું હતું કે પલકને નથી લાગતું કે તેણે ડેઈલી શોપમાં કામ કરવું જોઈએ. ડેઈલી શોપમાં સવારથી લઈને સાંજ સુધી શૂટિંગ શિડ્યૂઅલ હોય છે. પલક હજી 12માં ધોરણમાં ભણે છે અને આ ઉંમરમાં તે આટલી સ્ટ્રેસવાળી લાઈફ જીવી શકે નહીં. તે પોતાના મૂડને ડાયવર્ટ પણ કરવા માંગતી નથી. તેણે ક્યારેય દીકરી પર કોઈ દબાણ કર્યું નથી. તે ઘણી જ સમજદાર છે. તે એક્ટ્રેસ બનવા માંગે છે અને જ્યારે પણ કરિયર કે ઈન્ડસ્ટ્રીમાં આવવા માંગશે ત્યારે આવશે. કયા પ્રોજેક્ટ લેવા તે માત્રને માત્ર તે જ નક્કી કરશે.


    8.30 વાગે આવી જાય છે ઘરેઃ
    વધુમાં શ્વેતાએ કહ્યું હતું કે પલક ઘણી જ સમજદાર દીકરી છે. તેનામાં કોઈ ખોટી આદતો નથી. તે પોતાની એજના બાળકોની જેમ સ્મોકિંગ પણ કરતી નથી. પલક ડિમાન્ડિંગ પણ નથી. તે રાત્રે 8.30એ ઘરે આવી જાય છે. તો નાઈટ પાર્ટી કે બર્થડે હોય ત્યારે તે 11.30 સુધીમાં આવી જાય છે. તે ક્યારેય પાર્ટીમાં મોડે સુધી રોકાવવાની જીદ નથી કરતી. ઉલ્લેખનીય છે કે પલક, શ્વેતાના પહેલા પતિ રાજા ચૌધરીની દીકરી છે.


    સની દેઓલના દીકરાની ફિલ્મ પણ ઠુકરાવી ચૂકી છે પલકઃ
    પલકે સ્ટાર કિડ્સના પ્રોજેક્ટ્સનો હિસ્સો બનવાની ના પાડી દીધી હતી. સની દેઓલ પોતાના દીકરા કરણની ડેબ્યૂ ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ' માટે પલકનું ઓડિશન લેવા માંગતા હતાં. ટીમ મેમ્બર્સ પલક પાસે આવ્યા ત્યારે પલકે ઓડિશન આપવાની ના પાડી દીધી હતી. વચ્ચે એવી ચર્ચા હતી કે પલક 'Quickie' થી ડેબ્યૂ કરી શકે છે. આ ફિલ્મમાં 'તારે જમીન પર' ફૅમ દર્શીલ સફારી છે. શ્વેતાએ પણ આ વાતને કન્ફર્મ કરતાં કહ્યું હતું કે પલક હાલમાં એક ફિલ્મને લઈ વાત કરી રહી છે. તેની ઓફિશિયલ જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

    આવો છે આ ટીવી એક્ટ્રેસનો Real Look, જો જોઈ લેશો તો છોડી દેશો સિરીયલ જોવાનું!

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ