'તારક મહેતા..'ની બબિતાજીને થયું ફૂડ પોઈઝનિંગ, કામના પ્રેશરને કારણે હજી પણ છે બીમાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબિતાજી એટલે કે મુન મુન દત્તાએ હાલમાં જ સોશ્યિલ મીડિયામાં પોતાની તબિયત ખરાબ હોવાની વાત કરી હતી. બબિતાજીએ કહ્યું હતું, ''છેલ્લાં બે ત્રણ દિવસથી તે બીમાર છે અને ધીમે ધીમે રિક્વરી થઈ રહી છે.''


સતત કામને કારણે નથી થઈ સાજીઃ
ટીવી એક્ટ્રેસ મુન મુન દત્તાએ સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું, ''હું છેલ્લાં બે-ત્રણ દિવસથી ઘણી જ બીમાર છું. ફૂડ પોઈઝનિંગ અને કામમાં વ્યસ્ત હોવાને કારણે...ધીમે ધીમે રિક્વરી થઈ રહી છે.''


પ્રાણીઓ પર વરસાવે છે પ્રેમઃ
બબિતા એનિમલ લવર છે. બબિતા જ્યાં પણ જ્યાં ત્યાં પપીઝને રમાડવા લાગે છે.


દેશ-દુનિયા ફરવાનો છે શોખઃ
બબિતાને દેશ-દુનિયા ફરવાનો શોખ છે. તે થોડાં સમય પહેલાં યુરોપ, લદ્દાખ ગઈ હતી. લંડન, સ્વીડન, આઈસલેન્ડ, ઈટાલી એમ વિવિધ દેશોમાં ફરવા ગઈ હતી. બબિતાને ટ્રાવેલનો ઘણો જ શોખ છે અને તેને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે તે ફરવા નીકળી પડે છે.

 

 

'તારક મહેતા'માં દેખાતી ગોકુલધામના સેટની હકીકત, સોસાયટીમાં નથી એક પણ રૂમ, અંદરના સીન્સ થાય છે બીજે શૂટ