''હાથીભાઈના ઘરે અમને જોઈને લોકો હસી રહ્યા હતા,'' ગુસ્સે થયેલી 'તારક મહેતા'ની બબિતાજીએ જણાવ્યું કવિ કુમાર આઝાદના અંતિમ દર્શન વખતે ગુસ્સે થવાનું કારણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબિતાજીનો રોલ પ્લે કરનાર મુનમુન દત્તાનો એક વીડિયો હાલમાં સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે, આ વીડિયોમાં બબિતાજીનો ચહેરો તો દેખાતો નથી પરંતુ કે પોતાના કો-સ્ટાર ડૉ. હાથી એટલે કે કવિ કુમાર આઝાદની અંતિમ યાત્રા દરમિયાન કેટલાંક લોકો પર ગુસ્સે થતી જોવા મળી હતી. હવે, મુનમુન દત્તાએ કહ્યું હતું કે તે કેમ આખરે ત્યાં ઉભેલા લોકો પર ગુસ્સે થઈ હતી.


લોકો હસી રહ્યાં હતાં:
મુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું, "હાથીભાઈના અંતિમ દર્શન દરમિયાન તેમના ઘરની બહાર ઉભેલા લોકોનો વ્યવહાર જોઈને નવાઈ લાગી હતી. લોકો ફોન અમારા ચહેરાની નજીક લાવીને સેલ્ફી લેતા હતાં અને વીડિયો બનાવતા હતાં. આમાં આંટી, અંકલ તથા બાળકોનો સમાવેશ થતો હતો. આ ઘટનાથી ખ્યાલ આવે છે કે આટલાં ગંભીર તથા દુઃખદ પ્રસંગે લોકોનાં મન કેટલાં નાના હોય છે. લોકો માત્ર એક સેલ્ફી માટે આમ કરતા હતાં. જેથી સોશ્યિલ મીડિયા અને વોટ્સએપ પર પોતાની વાહ-વાહી કરાવી શકે. આવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે લોકો સન્માન માટે આગળ નથી આવતા પરંતુ સેલિબ્રિટિઝને જોવા, ફોટો પડાવવા તથા મસ્તી કરવા સામે આવે છે. હું બે લોકો પર ગુસ્સે થઈ હતી. જે મારો મોબાઈલમાં ફોટો પાડતાહ તાં. મને જોઈને આસપાસની બિલ્ડિંગના લોકો હસી રહ્યા હતાં. મને તેમના ચહેરા પર કોઈ સન્માન જોવા મળ્યું નહીં. આથી જ બીજા કોઈ માટે તમાશો બનું તે પહેલા જ ત્યાંથી નીકળી ગઈ હતી.''


નવ જુલાઈએ નિધનઃ
ઉલ્લેખની છે કે નવ જુલાઈના રોજ ડૉ.હાથીનું હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. 10 જુલાઈના રોજ મીરા રોડ સ્થિત સ્મશાન ભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. મુનમુન દત્તા અંતિમ દર્શન માટે કવિ કુમારના ઘરે ગઈ હતી. જોકે, સેલ્ફી લેવાની બાબતે બે લોકો સાથે ઉગ્ર દલીલો થતા તે વધુવાર રોકાઈ નહોતી.

 

 

'ચાલુ પાંડે'ને કારણે 'ડૉ. હાથી'ને મળ્યો હતો 'તારક મહેતા..'માં રોલ, 2010માં 25 દિવસ રહ્યા હતા વેન્ટિલેટર પર