• Home
  • Bollywood
  • TV
  • taarak mehta producers find a new dayaben after disha vakani did not come back

ખંડન / અમી ત્રિવેદીએ કહ્યું, ''તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનો રોલ ઓફર થયો નથી''

divyabhaskar.com

Apr 24, 2019, 05:16 PM IST
ડાબે, અમી ત્રિવેદી, દિશા વાકાણીની ફાઈલ તસવીર
ડાબે, અમી ત્રિવેદી, દિશા વાકાણીની ફાઈલ તસવીર

કિરણ જૈન, મુંબઈઃ છેલ્લાં કેટલાંક દિવસથી ચર્ચા હતી કે ટીવી એક્ટ્રેસ અમી ત્રિવેદી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાભાભીનો રોલ કરતી જોવા મળશે. દયાભાભીનો રોલ પહેલાં દિશા વાકાણી પ્લે કરતી હતી. divyabhaskar.com સાથેની વાતચીતમાં અમી ત્રિવેદીએ સ્પષ્ટતા કરી હતી કે તેને કોઈ રોલ ઓફર થયો નથી.

નથી ખબર કોણે ફેલાવી અફવાઃ
અમી ત્રિવેદીએ કહ્યું હતું, ''મને ખબર નથી પડતી કે કોણે આ પ્રકારની અફવા ફેલાવી છે. શો સાથે જોડાવવાની વાત તો છોડો હજી સુધી કોઈએ મારો આ રોલ માટે અપ્રોચ પણ કર્યો નથી. દયાબેનનું આઈકોનિક પાત્ર ભજવવું સરળ નથી. જોકે, મને તક મળી તો હું જરૂરથી આ શોનો હિસ્સો બનીશ. અલબત્ત, આ પહેલાં પ્રોડ્યૂસર મારે સંપર્ક કરે તે જરૂરી છે. હાલમાં તો હું માત્ર એટલું જ કહીશ કે દયાભાભીનો રોલ કરવાવાળી વાત તદ્દન ખોટી છે.'' ઉલ્લેખનીય છે કે અમીએ 'ખિચડી', 'કુમકુમ', 'સજન રે ઝૂઠ મત બોલો', 'ચિડિયાઘર', 'પાપડપોલ', 'કિટ્ટુ સબ જાનતી હૈં' જેવી અનેક ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે. નાનપણથી ગુજરાતી થિયેટર સાથે જોડાયેલી અમીએ અનેક ગુજરાતી નાટકો કર્યાં છે. જેમાં 'કેરી ઓન લાલુ', 'રેશમડંખ', 'ગુજ્જુભાઈએ ગામ ગજવ્યું', 'કાતિલ', 'હું જ તારો ઈશ્વર', 'પપ્પા પધરાવો સાવધાન' વગેરે સામેલ છે.

દોઢ વર્ષથી દિશા નથી જોવા મળીઃ
દયાભાભી બનતી દિશા વાકાણી સપ્ટેમ્બર, 2017થી મેટરનિટી લીવ પર છે. દયાભાભીએ 2017માં દીકરી સ્તુતિને જન્મ આપ્યો છે. માનવામાં આવતું હતું કે દયાભાભી આ શોમાં પરત આવશે. જોકે, દિશા વાકાણી હજી સુધી શોમાં આવી નથી. પ્રોડ્યૂસર અસિત મોદીએ દિશા વાકાણીને શોમાં લાવવાના અનેક પ્રયાસો કર્યાં હતાં પરંતુ તેઓ સફળ થયા નહીં. અંતે, અસિત મોદીએ દિશા વાકાણીને રિપ્લેસ કરવાનું નક્કી કર્યું છે. આ માટે તેમણે દયાભાભીના રોલ માટે ઓડિશન પણ શરૂ કરી દીધા છે. અસિત મોદી દયાભાભીના પાત્રમાં જાણીતી એક પણ ટીવી એક્ટ્રેસને લેવા માંગતા નથી. માનવામાં આવે છે કે તેઓ ગુજરાતી થિયેટર સાથે સંકળાયેલી અભિનેત્રીને દયાભાભીનાં રોલમાં લેશે.

X
ડાબે, અમી ત્રિવેદી, દિશા વાકાણીની ફાઈલ તસવીરડાબે, અમી ત્રિવેદી, દિશા વાકાણીની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી