હોસ્પિટલમાં દાખલ હતી 'યે હૈં મહોબ્બતે'ના એક્ટરની પત્ની, કંપનીએ કાઢી મૂકી નોકરીમાંથી અને 30 મિનિટ બાદ થયું મિસકેરેજ

ડાબે, 'યે હૈં મહોબ્બતે'માં અનિતા હંસનંદાની સાથે સુમિત, પત્ની અમૃતા સાથે સુમિત
ડાબે, 'યે હૈં મહોબ્બતે'માં અનિતા હંસનંદાની સાથે સુમિત, પત્ની અમૃતા સાથે સુમિત

divyabhaskar.com

Sep 09, 2018, 04:03 PM IST

મુંબઈઃ થોડા સમય પહેલાં જ 'યે હૈં મહોબ્બતે' ફૅમ કરન પટેલની પત્ની અંકિતા ભાર્ગવનું મિસ કેરેજ થયું હતું. હવે, આ જ શોના અન્ય એક્ટર સુમિત સચદેવની પત્ની અમૃતા ગુજરાલનું પણ છઠ્ઠા મહિને મિસકેરેજ થયું હતું. આ બંને હાલમાં ઘણાં જ આઘાત છે. કપલ માને છે કે અમૃતાનું મિસ કેરેજ તે જે કંપનીમાં કામ કરતી હતી, તેને કારણે થયું છે. હવે તેઓ ન્યાય માટે ઓનલાઈન પીટિશન પણ કરી છે. આ પીટિશન અમૃતાના બોસ પ્રહલાદ અડવાણીની વિરૂદ્ધ કરવામાં આવી છે. તેમણે અમૃતાએ રજા કેન્સલ કરી દીધી અને ઘરેથી કામ કરવાની પણ રજા આપી નહીં. આટલું જ નહીં તેમણે અમૃતાને નોકરીમાંથી હાંકી કાઢી હતી. જેને લીધે સ્ટ્રેસને કારણે તેનું મિસ કેરેજ થયું હતું.


અમૃતાની જોબ ગઈ અને 30 મિનિટમાં થયું મિસ કેરેજઃ
પ્રેગ્નેન્સી દરમિયાન સુમિતની પત્ની અમૃતા વર્ક ફ્રોમ કરી રહી હતી. જોકે, તેની મંજૂર કરેલી રજાઓ બોસ પ્રહલાદે કેન્સલ કરી દીધી હતી. આ નિર્ણય પ્રહલાદે અમૃતાની એક અઠવાડિયાની પેઈડ લિવ પૂરી થતાં જ લીધો હતો. ત્યારબાદ અમૃતા જોબ પર પરત ફરી હતી. જોબ સમયે ફિઝિકલ તથા મેન્ટલ તણાવને કારણે અમૃતાની પ્રેગ્નેન્સીમાં કોમ્પલિકેશન વધ્યા હતાં. જેને લીધે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બાદ તરત જ અમૃતાને કંપનીએ ટર્મિનેશન લેટર આપીને કાઢી મૂકી હતી. આ વાત સાંભળીને અમૃતા ટેન્શનમાં આવી ગઈ હતી અને 30 મિનિટ બાદ તેનું મિસ કેરેજ થઈ ગયું હતું. આ સમયે અમૃતાને છઠ્ઠો મહિનો થતો હતો.


સુમિત-અમૃતા માંગી રહ્યાં છે મદદઃ

અમૃતાએ મિસકેરેજમાં પોતાનો દીકરો ઈહાન ગુમાવ્યો છે. સુમિત પોતાની પત્ની માટે ન્યાય માંગી રહ્યો છે. તેણે ઓનલાઈન કંપનીની વિરૂદ્ધ પીટિશન દાખલ કરી છે અને યુઝર્સને મદદ માટે સપોર્ટ માંગી રહ્યો છે.

દિશા વાકાણી તૈયાર નહોતી 'દયાભાભી' બનવા, 'ચંપકલાલ'ના પાત્ર માટે પહેલાં દિલીપ જોષીનું નામ થયું હતું ફાઈનલ, 'તારક મહેતા'ની ભાગ્યે જ સાંભળેલી 10 વાતો

X
ડાબે, 'યે હૈં મહોબ્બતે'માં અનિતા હંસનંદાની સાથે સુમિત, પત્ની અમૃતા સાથે સુમિતડાબે, 'યે હૈં મહોબ્બતે'માં અનિતા હંસનંદાની સાથે સુમિત, પત્ની અમૃતા સાથે સુમિત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી