દુઃખદ / પિતાના અંતિમ સંસ્કારના બે દિવસ બાદ જ 'કસૌટી જિંદગી કી 2'નો એક્ટર પાર્થ શૂટિંગમાં પરત ફર્યો

પાર્થ સમથાનની ફાઈલ તસવીર
પાર્થ સમથાનની ફાઈલ તસવીર
X
પાર્થ સમથાનની ફાઈલ તસવીરપાર્થ સમથાનની ફાઈલ તસવીર

  • 19 એપ્રિલના રોજ પાર્થના પિતાની અચાનક તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં
  • પિતાના નિધનના સમાચાર મળતા જ શૂટિંગ અટકાવીને પુના જવા રવાના થયો હતો પાર્થ

divyabhaskar.com

Apr 22, 2019, 01:15 PM IST

મુંબઈઃ ટીવી સિરિયલ 'કસૌટી જિંદગી કી 2'માં અનુરાગ બસુનું પાત્ર ભજવતા એક્ટર પાર્થ સમથાનના પિતાનું શુક્રવાર(19 એપ્રિલ)ના રોજ પુનામાં નિધન થયું હતું. પિતાના સમાચાર મળતા જ પાર્થ અધવચ્ચે શૂટિંગ છોડીને પુના જવા રવાના થયો હતો. જોકે, પિતાના અંતિમ સંસ્કારના બે દિવસ બાદ જ પાર્થે શૂટિંગ શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે પાર્થના પિતાની તબિયત અચાનક બગડતા તેમને પુનાની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને તેમણે અહીંયા જ અંતિમ શ્વાસ લીધા હતાં.

બે દિવસમાં મુંબઈ પરતઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાર્થ સમથાને રવિવાર(21 એપ્રિલ)ના રોજ બપોરની બે વાગ્યાની શિફ્ટમાં કામ કરવાની શરૂઆત કરી હતી. પાર્થ પોતાના પિતાની ઘણી જ નિકટ હતો. જ્યારે પાર્થના પિતાના નિધનની વાત સામે આવી હતો શોની પ્રોડ્યૂસર એકતા કપૂરે જ શૂટિંગ અટકાવી દીધું હતું. પાર્થની સાથે તેના ક્લોઝ ફ્રેન્ડ્સ પુના ગયા હતાં.

હાલમાં જ માતા-પિતાને ગિફ્ટ કર્યું ઘરઃ
પાર્થ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. પાર્થે થોડાં મહિના પહેલાં જ મુંબઈમાં પોતાનું ઘર ખરીદ્યું હતું. ઘર ખરીદ્યા બાદ પાર્થે સોશિયલ મીડિયામાં ઘરની તસવીરો શૅર કરીને લખ્યું હતું, ''આ ઘર મારા તરફથી મારા મોમ-પાપાને ગિફ્ટ છે..''

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી