Home » Bollywood » TV » Latest Masala » aman verma to rohan mehra, celebs loved their on screen sister

ટીવીની છ જોડીઓઃ સીરિયલમાં બન્યા ભાઈ-બહેન પરંતુ રિયલ લાઈફમાં એકબીજાને કરે છે ડેટ

Divyabhaskar.com | Updated - Aug 27, 2018, 04:36 PM

ટીવી ઈન્ડસ્ટ્રીની એવી પણ કેટલીક જોડીઓ છે, જેમણે ઓન-સ્ક્રીન ભાઈ-બહેનનો રોલ પ્લે કર્યો અને પછી તેમની વચ્ચે અફેર થયું હોય

  • aman verma to rohan mehra, celebs loved their on screen sister
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ ટીવી ઈન્ડસ્ટ્રીની એવી પણ કેટલીક જોડીઓ છે, જેમણે ઓન-સ્ક્રીન ભાઈ-બહેનનો રોલ પ્લે કર્યો અને પછી તેમની વચ્ચે અફેર થયું હોય. બે જોડીએ તો લગ્ન પણ કરી લીધા છે. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈં'ના ઓન-સ્ક્રીન ભાઈ-બહેન નક્ષ(રોહન મહેરા) તથા ગાયત્રી(કાંચી સિંહ) પણ રિયલ લાઈફ લવને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. શો દરમિયાન બંને ડેટિંગ કરતા હોવાની વાત જ્યારે પ્રોડ્યુસરને ખબર પડી તો તેમણે સ્પષ્ટ રીતે તેમને ડેટિંગની ના પાડી દીધી હતી.


    અમન વર્મા-વંદના લાલવાણીઃ
    ટીવી એક્ટર અમન વર્મા તથઆ વંદના 'શપથ'ના સેટ પર મળ્યાં હતાં. બે વર્ષા ડેટિંગ બાદ લગ્ન કર્યાં હતાં. બંનેએ 'શપથ'ના સેટ પર ભાઈ-બહેનનો રોલ પ્લે કર્યો હતો.

    કવિ કુમારના નિધનના મહિના બાદ પણ નથી મળ્યા નવા ડૉ. હાથી, 20થી વધુ કલાકારો આપી ચૂક્યા છે ઓડિશન

  • aman verma to rohan mehra, celebs loved their on screen sister
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    દિવ્યાંકા ત્રિપાઠીની ઓન-સ્ક્રીન દીકરી રૂહી એટલે કે અદિતી ભાટિયા તેના રીલ ભાઈ આદિ(અભિષેક વર્મા) સાથે ડેટ કરતી હોવાની ચર્ચા ચાલતી રહે છે. બંનેના સોશ્યિલ મીડિયામાં એકબીજાની તસવીરો છે. જોકે, બંનેએ પોતાના સંબંધોને લઈને કોઈ વાત કરી નથી.

     

  • aman verma to rohan mehra, celebs loved their on screen sister
    +2બીજી સ્લાઈડ્સ જુઓ


    'દિયા ઔર બાતી હમ'ની નવી સિઝન 'તુ સૂરજ મૈં સાંઝ પિયા જી'માં લીડ રોલ પ્લે કરી ચૂકેલી રિયા શર્મા (કનક રાઠી)ને શોમાં જ પોતાનો પાર્ટનર મળી ગયો હતો. રિયા શર્મા પોતાના ઓન-સ્ક્રીન ભાઈ વેદ એટલે કે મયંક વર્માને ડેટ કરે છે.

     

  • aman verma to rohan mehra, celebs loved their on screen sister
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    'એક વીર કી અરદાસ વીરા'માં વીરા બનતી દિગંગના સૂર્યવંશીના સંબંધો ભાઈ બનતા રણવિજય એટલે કે શિવિન નારંગ સાથે હોવાની ચર્ચા ચાલતી હતી.

  • aman verma to rohan mehra, celebs loved their on screen sister

    'કહાની ઘર ઘર કી'માં રિંકુ તથા કિરણે ભાઈ-બહેનના રોલ પ્લે કર્યાં હતાં. બંનેએ માર્ચ 2001માં લગ્ન કરી લીધા હતાં. જોકે, હાલમાં બંને સેપરેટ થઈ ચૂક્યા છે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ