ટીઆરપી / 'કસૌટી જિંદગી કી 2' તથા 'નાગિન 3'ને પછાડી 'કુમકુમ ભાગ્ય' બન્યો નંબર વન શો, કપિલ શર્માના શોએ કર્યું કમબેક

ડાબે, ટીવી સીરિયલ 'કુમકુમ ભાગ્ય'ના કલાકારો શ્રુતિ ઝા-શબ્બીર, 'તારક મહેતા.'ના જેઠાલાલ(દિલીપ જોષી)
ડાબે, ટીવી સીરિયલ 'કુમકુમ ભાગ્ય'ના કલાકારો શ્રુતિ ઝા-શબ્બીર, 'તારક મહેતા.'ના જેઠાલાલ(દિલીપ જોષી)

divyabhaskar.com

Apr 12, 2019, 12:43 PM IST

મુંબઈઃ નાના પડદાં પર ટીઆરપી રેટિંગમાં દર અઠવિડાયે ફેરફાર થતા હોય છે. છેલ્લાં ત્રણ અઠવાડિયાથી નંબર વન પર અલગ-અલગ શો આવે છે. બ્રોડકાસ્ટ રિસર્ચ ઓડિયન્સ કાઉન્સિલ(બીઆરસી, બાર્ક)એ 2019ના 14માં અઠવાડિયા(30 માર્ચથી 5 એપ્રિલ)નું રેટિંગ જાહેર કરવામાં આવ્યું છે. આ વીકમાં સૌથી મોટો ફાયદો કપિલ શર્માના શોને મળ્યો છે. છેલ્લાં ઘણાં સમયથી આ શોનું રેટિંગ ઘટતું જતું હતું.

ટોપ 5માં શોઃ
આ વખતે કપિલ શર્માનો શો નંબર પાંચ પર છે. 11માં અઠવાડિયે આ શો સાતમા સ્થાને, 12માં અઠવાડિયે ચોથા, 13માં વીકમાં આઠમા સ્થાને આવી ગયો હતો. હવે પાછો આ શો પાંચમા સ્થાને આવ્યો છે.

આ શો નંબર વનઃ
લાંબા સમય બાદ ટીવી સીરિયલ 'કુમકુમ ભાગ્ય' પહેલાં નંબરે આવ્યો છે. આ શોમાં શબ્બીર આહલુવાલિયા તથા શ્રુતિ ઝા લીડ રોલમાં છે. ગયા અઠવાડિયે આ શો સાતમા સ્થાને હતો. આ શોમાં હાલમાં જ લીપ લઈને શબ્બીર-શ્રુતિની બે દીકરીઓને લાવવામાં આવી છે. 'કસૌટી જિંદગી કી 2' ગઈ વખતે નંબર વન પર હતો પરંતુ આ વખતે ટોપ 5માંથી બહાર નીકળી ગયો છે. 'નાગિન 3' ત્રીજા સ્થાને તો રિયાલિટી શો 'સુપર ડાન્સર 3' આઠમા સ્થાને છે.

ત્રીજા અઠવાડિયે 'તારક મહેતા' બહારઃ
હાલમાં જ 2700 એપિસોડ પૂર્ણ કરનાર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સતત ત્રીજા અઠવાડિયે ટીઆરપી રેટિંગમાંથી બહાર છે. આ શો ચાહકોમાં ઘણો જ લોકપ્રિય છે અને ટીઆરપી રેટિંગમાં આઠથી દસમા સ્થાન સુધી રહેતો હોય છે. જોકે, છેલ્લાં કેટલાંક સમયથી આ શો ચાહકોને રીઝવવામાં નિષ્ફળ રહ્યો છે. હાલમાં સીરિયલમાં સિંગાપોર ટ્રેક બતાવવામાં આવ્યો છે, જેમાં ગોકુલધામના સભ્યો સિંગાપોર ગયા છે. આ શોમાંથી દયાભાભી(દિશા વાકાણી) તથા સોનુ(નિધી ભાનુશાલી) ના પાત્રો માટે ઓડિશન ચાલી રહ્યાં છે. દિશા વાકાણી સપ્ટેમ્બર, 2017થી આ શોમાં જોવા મળતી નથી.

ટોપ 10 શોઃ
1. કુમકુમ ભાગ્ય
2. કુલ્ફીકુમાર બાજેવાલા
3. કુંડલી ભાગ્ય
4. નાગિન 3
5. ધ કપિલ શર્મા શો
6. કસૌટી જિંદગી કી 2
7. યે રિશ્તા ક્યા કહેલાતા હૈં
8. સુપર ડાન્સર ચેપ્ટર 3
9. યે રિશ્તે હૈં પ્યાર કે
10. તુઝસે હૈં રાબ્તા

X
ડાબે, ટીવી સીરિયલ 'કુમકુમ ભાગ્ય'ના કલાકારો શ્રુતિ ઝા-શબ્બીર, 'તારક મહેતા.'ના જેઠાલાલ(દિલીપ જોષી)ડાબે, ટીવી સીરિયલ 'કુમકુમ ભાગ્ય'ના કલાકારો શ્રુતિ ઝા-શબ્બીર, 'તારક મહેતા.'ના જેઠાલાલ(દિલીપ જોષી)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી