Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » bhavya gandhi to zheel mehta, these charater left the show

ભવ્ય ગાંધીથી લઈને કવિ કુમાર આઝાદ: 'તારક મહેતા'ના આ 5 જાણીતા ચહેરા ક્યારેય નહીં જોવા મળે સીરિયલમાં

Divyabhaskar.com | Updated - Jul 31, 2018, 12:45 PM

28 જુલાઈ, 2018ના રોજ લોકપ્રિય ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને 10 વર્ષ પૂરા થયા છે

  • bhavya gandhi to zheel mehta, these charater left the show
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ 28 જુલાઈ, 2018ના રોજ લોકપ્રિય ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને 10 વર્ષ પૂરા થયા છે. આટલું જ નહીં આ સીરિયલે 2500થી વધુ એપોસિડ્સ પણ પૂર્ણ કર્યાં છે. કોમેડી સીરિયલ આટલી લોકપ્રિય હોવી એક અલગ જ વાત છે. આ 10 વર્ષમાં 'તારક મહેતા'માં ચાર પાત્રો સીરિયલ છોડીને જતા રહ્યાં છે અને 'ડૉ.હાથી'નું પાત્ર ભજવતા કવિ કુમારનું નવ જુલાઈના રોજ હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. આ સીરિયલમાં હવે આ પાંચ પાત્રો ક્યારેય જોવા મળશે નહીં.


    સીરિયલમાં નામઃ ટિપેન્દ્ર જેઠાલાલ ગડા(ટપુડો)
    સાચું નામઃ ભવ્ય ગાંધી
    કેટલો સમય હતોઃ 2008થી 2017
    કેમ છોડ્યો શોઃ પહેલાં શોમાં ભવ્ય ગાંધીને 27થી 28 દિવસ મહિનામાં કામ મળતું હતું. જોકે, પછીથી થોડા સમયમાં ભવ્ય ગાંધીને મહિનામાં માંડ 3-4 દિવસ જ કામ મળતું હતું. જેને લઈને ભવ્ય સહેજ પણ ખુશ નહોતા. આ જ કારણથી તેણે શો છોડી દીધો હતો. ભવ્ય ગાંધીએ ડેબ્યૂ ગુજરાતી ફિલ્મ 'પપ્પા તમને નહીં સમજાય' કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.
    હવે કોણ ભજવે છે?: રાજ અનડકટ


    (વાંચો, ઝીલ મહેતાથી લઈ કવિ કુમાર આઝાદ, નહીં જોવા મળે સીરિયલમાં....)

    દિશા વાકાણી તૈયાર નહોતી 'દયાભાભી' બનવા, 'ચંપકલાલ'ના પાત્ર માટે પહેલાં દિલીપ જોષીનું નામ થયું હતું ફાઈનલ, 'તારક મહેતા'ની ભાગ્યે જ સાંભળેલી 10 વાતો

  • bhavya gandhi to zheel mehta, these charater left the show
    +3બીજી સ્લાઈડ્સ જુઓ


    સીરિયલમાં નામઃ સોનાલિકા આત્મારામ ભીડે(સોનુ)
    સાચું નામઃ ઝીલ મહેતા
    કેટલો સમય હતીઃ 2008થી 2012
    કેમ શો છોડ્યોઃ ટપુસેનાની એક માત્ર છોકરી સોનુનો રોલ સૌ પહેલાં ઝીલ મહેતા પ્લે કરતી હતી. જોકે, ઝીલ મહેતા દસમા ધોરણમાં આવતા તેણે આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. તે હાલમાં નિધી ભાણુશાલી કરી રહી છે. જોકે, નિધી પહેલાં આ રોલ ઝીલ મહેતા કરતી હતી. ઝીલને વધુ અભ્યાસ કરવાનો હોવાથી તેણે આ શો છોડી દીધો હતો. ઝીલ વિદેશમાં જઈને એમબીએ કરવા માંગે છે.
    હવે કોણ ભજવે છે?: નીધી ભાનુશાલી

  • bhavya gandhi to zheel mehta, these charater left the show
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    સીરિયલમાં નામઃ રોશન સિંહ હરજીત સિંહ સોઢી(મિસ્ટર સોઢી)
    સાચું નામઃ લાડ સિંહ માન
    કેટલો સમય હતોઃ 2013થી 2014
    કેમ શો છોડ્યોઃ મિસ્ટર સોઢીનું પાત્ર પહેલાં ગુરૂચરણ સિંહ ભજવતો હતો. જોકે, આ પાત્ર લોકપ્રિય થતાં ગુરૂચરણ સેટ પર લેટ આવતો હતો. આ વાતથી કંટાળીને શો-મેકર્સે ગુરૂચરણને શોમાંથી હાંકી કાઢ્યો હતો. ત્યારબાદ તેના સ્થાને લાડ સિંહ માનને લીધો હતો. લાડસિંહ માને શોમાં થોડા સમય સુધી કામ કર્યું હતું અને કેટલાંક કારણોસર તેણે આ શોમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો હતો.
    હવે કોણ ભજવે છે?: ફરી પાછો ગુરૂચરણ સિંહ

  • bhavya gandhi to zheel mehta, these charater left the show
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    સીરિયલમાં નામઃ રોશન કૌર રોશન સિંહ સોઢી
    સાચું નામઃ દિલખુશ રિપોર્ટર
    કેટલો સમય હતીઃ 2013થી 2016
    કેમ શો છોડ્યોઃ મિસિસિ સોઢીના પાત્રમાં પહેલાં જેનિફર મિસ્ત્રી હતી. જેનિફર ગર્ભવતી થતાં તે જાતે જ શોમાંથી નીકળી ગઈ હતી. તેના સ્થાને દિલખુશ રિપોર્ટરને લેવામાં આવી હતી. જોકે, દિલખુશની તબિયત સારી ના રહેતા તેણે આ શો છોડવાનો નિર્ણય લીધો હતો.
    હવે કોણ ભજવે છે?: ફરી પાછી જેનિફર મિસ્ત્રી

  • bhavya gandhi to zheel mehta, these charater left the show

    સીરિયલમાં નામઃ ડૉ. હંસરાજ હાથી
    સાચું નામઃ કવિ કુમાર આઝાદ
    કેટલા સમય હતાં: 2009થી 2018
    કેમ શો છોડ્યો: નવ જુલાઈ, 2018ના રોજ ડૉ.હાથીનું પાત્ર ભજવતા કવિ કુમારને હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમના નિધનથી માત્ર પરિવારને જ નહીં પરંતુ સીરિયલના કો-સ્ટાર્સને પણ ઘેરો આઘાત લાગ્યો હતો.
    હવે કોણ ભજવે છે?: હજી સુધી ડૉ. હાથીના પાત્ર માટે નવો કલાકાર લેવામાં આવ્યો નથી.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending