સનાયા-મોહિતથી ભારતી-હર્ષ સુધી, આ TV સેલેબ્સ પહોંચ્યા દીપિકા-શોએબના રિસેપ્સનમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ‘સસુરાલ સિમર કા’ એક્ટ્રેસ દીપિકા કક્કરે એક્ટર શોએબ ઈબ્રાહિમ સાથે 22 ફેબ્રુઆરીના રોજ લખનઉથી 4 કલાકના અંતરે આવેલા પોતાના ગામમાં કર્યા હતા. લગ્ન માત્ર પરિવારજનો તથા અમુક જ મિત્રોની હાજરીમાં થયા હતા. લગ્નના 3 દિવસ બાદ (26 ફેબ્રુઆરી 2018)ના રોજ ટીવી ઈન્ડસ્ટ્રીના સાથી કલાકારો અને મિત્રો માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ રિસેપ્શનમાં ગુરમીત ચૌધરી, દેબોલિના ભટ્ટાચાર્જી, શરદ કેલકર, સનાયા ઈરાની, ભારતી સિંઘ, જય ભાટિયા, જ્યોત્સના ચંદેલા, પંકજ ધીર, રતન રાજપૂત સહિના ઘણા સેલેબ્સ હાજર રહ્યાં હતા.

 

લગ્ન બાદ દીપિકાએ કહી આ વાત...


- એક ઈન્ટરવ્યૂમાં દીપિકાએ જણાવ્યું કે, ‘શોએબના વંશજના ગામમાં લગ્ન કરવાનો નિર્ણય સૌથી શ્રેષ્ઠ રહ્યો હતો. તે લોકોએ એટલા મિલનસાર હતા કે તે જણાવવા માટે મારી પાસે શબ્દો નથી. ત્યાં હાજર રહેલી તમામ વ્યક્તિએ મને ખાસ હોવાનું અનુભવ કરાવ્યો. હું આજીવન આ માટે શોએબની આભારી રહીશ.’

 

(આગળની સ્લાઈડ્સમાં જુઓ, રિસેપ્શનમાં પહોંચેલા TV સેલેબ્સની વધુ તસવીરો.......)