• Home
  • Bollywood
  • TV
  • the character of patrakar popatlal will get married in sab tvs popular comedy serial taarak mehta ka ooltah chashmah

ટીવી ટૉક / ફાઈનલી, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પત્રકાર પોપટલાલનાં લગ્ન થશે, શોમાં આવશે જબરજસ્ત ટ્વિસ્ટ

DivyaBhaskar.com | Updated - Jan 31, 2019, 10:02 PM
the character of patrakar popatlal will get married in sab tvs popular comedy serial taarak mehta ka ooltah chashmah
X
the character of patrakar popatlal will get married in sab tvs popular comedy serial taarak mehta ka ooltah chashmah

  • કે દાડાના પૈણું પૈણું કરતા પોપટલાલને ફાઈનલી પરણાવવામાં આવશે
  • માર્ચ-એપ્રિલ સુધીમાં સિરિયલમાં બે નવાં પાત્રોની એન્ટ્રી થશે
  • દિશા વાકાણીની એક્ઝિટ પછી આ નિર્ણય લેવાયો છે

કિરણ જૈન, મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નાં દયાભાભી એટલે કે દિશા વાકાણી છેલ્લાં દોઢ વર્ષથી સિરિયલમાંથી ગાયબ છે. સ્ટોરીલાઈન પ્રમાણે, દયાભાભીને તેમના પિયર અમદાવાદમાં રહેતાં હોવાનું બતાવવામાં આવ્યું છે અને તે હજી સુધી ગોકુલધામ આવ્યાં નથી. લેટેસ્ટ સમાચાર પ્રમાણે એમણે સિરિયલમાં પાછા ફરવાનો ઈન્કાર કરી દીધો છે. હવે આ સિરિયલમાં દયાભાભી ક્યારેય જોવા મળશે નહીં. દયાભાભીનું પાત્ર સિરિયલમાં ન હોવાથી સિરિયલમાં અન્ય પાત્રો લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે ફાઈનલી પત્રકાર પોપટલાલનાં લગ્ન કરાવવામાં આવશે.

બે નવાં પાત્રોની એન્ટ્રી થશે
1.શોમાં દયાભાભીનું પાત્ર હાલ પૂરતું લાવવામાં આવશે નહીં. તેને બદલે અન્ય નવાં પાત્રો પર ફોકસ કરવામાં આવશે. સિરિયલમાં માર્ચ-એપ્રિલ, 2019 સુધીમાં બે નવાં પાત્રો લોન્ચ કરવામાં આવશે. તેમાં પહેલું પાત્ર પત્રકાર પોપટલાલની પત્ની તરીકે આવશે. એટલે કે સિરિયલમાં ફાઈનલી પોપટલાલનાં લગ્ન થતાં બતાવવામાં આવશે. આ સિવાય અન્ય એક મહત્ત્વનું પાત્ર પણ સિરિયલમાં જોવા મળશે.
ઘણીવાર લગ્ન થતાં થતાં અટક્યાં
2.સિરિયલમાં પત્રકાર પોપટલાલ લગ્ન કરવા માટે અધીરા છે, પરંતુ અનેકવાર લગ્ન થતાં થતાં અટકી ગયાં હતાં.
દિશા વાકાણી દોઢ વર્ષથી મેટરનિટી લીવ પર
3.સિરિયલમાં દયાભાભીનું પાત્ર ભજવતી અદાકારા દિશા વાકાણી સપ્ટેમ્બર, 2017થી મેટરનિટી લીવ પર છે અને હવે એણે સિરિયલમાં પરત ફરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. દિશા વાકાણી સિરિયલમાં પરત આવે તે માટે ચેનલ તથા નિર્માતા અસિત મોદીએ શક્ય તેટલા પ્રયાસો કર્યા હતા. આટલું જ નહીં, દિશા વાકાણીને અનુકૂળ આવે તે રીતે શૂટિંગનો સમય પણ બદલવાનું તથા એની ફીમાં વધારો કરવાની પણ ઑફર કરાઈ હતી. તેમ છતાં દિશા વાકાણી ટસની મસ થઈ નહીં.
4.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હવે ચેનલે દિશા વાકાણીને તેને કોન્ટ્રાક્ટ પૂરો કરવાનું કહી દીધું છે. નિર્માતા અસિત મોદીએ પણ દિશા વાકાણી શોમાં પરત આવશે તેવી આશા છોડી દીધી છે. તેમણે દિશા વાકાણીનું ચેપ્ટર ક્લોઝ કરીને સિરિયલને આગળ વધારવાનું નક્કી કર્યું છે. અસિત મોદીએ દિશા વાકાણીને એક્ઝિટ પેપર્સ તથા તેનાં જે પણ બાકી નીકળતાં નાણાં લઈ જવાનું કહ્યું છે.
TRPમાંથી કોઈ ફેર નથી પડ્યો
5.દિશા વાકાણીએ જ્યારથી સિરિયલ છોડી છે, ત્યારથી લઈને અત્યાર સુધી TRPની રેસમાં સીરિયલ ટોપ 5માં જ રહી છે. યાને કે દિશા વાકાણીની ગેરહાજરીથી સિરિયલની લોકપ્રિયતામાં સહેજ પણ ઘટાડો થયો નથી. આથી હવે નિર્માતા તથા ચેનલે દિશા વાકાણી વગર જ શો ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App