'તારક મહેતા'ને પૂર્ણ થયા 10 વર્ષ, શોના કલાકારોએ આમ કર્યું સેલિબ્રેશન

શોને 10 વર્ષ પૂર્ણ થવા પર કલાકારોએ કર્યું સેલિબ્રેશન.
શોને 10 વર્ષ પૂર્ણ થવા પર કલાકારોએ કર્યું સેલિબ્રેશન.
સેલિબ્રેશન કરતા શોના કલાકારો.
સેલિબ્રેશન કરતા શોના કલાકારો.
શોના સેટ પર પ્રોડ્યૂસર અસિત મોદી.
શોના સેટ પર પ્રોડ્યૂસર અસિત મોદી.

divyabhaskar.com

Jul 28, 2018, 04:34 PM IST

મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 28 જુલાઈના રોજ 10 વર્ષ પૂરા થયા છે. આ સીરિયલ ગુજરાતી મેગેઝીનમાં આવતી તારક મહેતાની કોલમ 'દુનિયા ને ઉંધા ચશ્મા' પરથી બનાવવામાં આવી છે. આ સમયે શોના કલાકારોએ આ સિદ્ધીને સેલિબ્રેટ કરી હતી, જોકે ટૂંક સમય પહેલા જ સીરિયલના જાણીતા પાત્ર ડૉ. હાથીનો રોલ કરનાર કવિ કુમાર આઝાદનું નિધન થયું હોવાથી ગ્રાન્ડ સેલિબ્રેશનનો પ્રોગ્રામ કેન્સલ કરવામાં આવ્યો હતો. સેલિબ્રેશન દરમિયાન શોના તમામ કલાકારો ખુશ હતા, આ ઉપરાંત શોના સેટને પણ ડેકોરેટ કરવામાં આવ્યો હતો.

શોએ પૂર્ણ કર્યા 2500 એપિસોડ


- ‘તારક મેહતા’ સીરિયલે હાલમાં જ 2500 એપિસોડ પૂર્ણ કર્યાં હતાં.
- આ શો છેલ્લા ઘણા સમયથી ‘દયા ભાભી’નો રોલ કરતા દિશા વાકાણીની ગેરહાજરીને કારણે પણ ચર્ચામાં રહ્યો છે. દિશા બાળકીના જન્મ બાદથી જ સીરિયલમાં જોવા મળી નથી.
- આ ઉપરાંત હવે ડૉ. હાથીના રોલ કરનાર કવિ કુમારના નિધન બાદ વધુ એક સ્ટાર કલાકારની ખોટ સીરિયલને પડી છે. ડૉ. હાથીના સ્થાને સતીષ કૌશિકને લાવવા અંગેની ચર્ચા છે. જોકે તેઓ ઈન્કાર કરે તો આ રોલ પહેલા પણ કરી ચૂકેલા નિર્મલ સોની સાથે ચર્ચા કરવામાં આવશે.

(આગળની સ્લાઈડ્સમાં જુઓ સેલિબ્રેશનની તસવીરો.......)

દિશા વાકાણી તૈયાર નહોતી દયાભાભી બનવા, ચંપકલાલના પાત્ર માટે પહેલાં દિલીપ જોષીનું નામ થયું હતું ફાઈનલ, 'તારક મહેતા'ની ભાગ્યે જ સાંભળેલી 10 વાતો

X
શોને 10 વર્ષ પૂર્ણ થવા પર કલાકારોએ કર્યું સેલિબ્રેશન.શોને 10 વર્ષ પૂર્ણ થવા પર કલાકારોએ કર્યું સેલિબ્રેશન.
સેલિબ્રેશન કરતા શોના કલાકારો.સેલિબ્રેશન કરતા શોના કલાકારો.
શોના સેટ પર પ્રોડ્યૂસર અસિત મોદી.શોના સેટ પર પ્રોડ્યૂસર અસિત મોદી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી