'રોશન સિંહ સોઢી'એ કહ્યું, 'તારક મહેતા'ના કલાકારો છે સોશ્યિલ ડોક્ટર્સ

ગુરૂચરણ સિંહે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ સીરિયલના તમામ કલાકારો સોશ્યિલ ડોક્ટર્સ છે

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 02:42 PM
taarak mehta roshan singh sodhi aka gurucharan Singh took acting training in berry john

મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢી બનતો એટલે કે ગુરૂચરણ સિંહે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ સીરિયલના તમામ કલાકારો સોશ્યિલ ડોક્ટર્સ છે.


મૂળ પંજાબનોઃ
ગુરૂચરણ સિંહે કહ્યું હતું કે તેનો જન્મ દિલ્હીમાં થયો છે અને તે અહીંયા જ મોટો થયો છે. જોકે, તે મૂળ પંજાબનો છે. તેણે કોલેજ બેંગ્લુરૂમાંથી કરી છે. ભણ્યા બાદ તે પાછો દિલ્હી આવ્યો હતો અને અહીંયા મોડલિંગ તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી.


2007માં આવ્યો મુંબઈઃ
ગુરૂચરણ સિંહે વધુમાં કહ્યું હતું કે તે 2007માં એક્ટર બનવાનું સપનું લઈને મુંબઈ આવ્યો હતો. અહીંયા તેણે બેરી જ્હોન પાસેથી ત્રણ મહિના સુધી એક્ટિંગ શીખી હતી. ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન, અર્જુન કપૂર જેવા બોલિવૂડ સ્ટાર્સે બેરી જ્હોન પાસેથી એક્ટિંગ સ્કિલ શીખી છે. ગુરૂચરણના પરિવારને તેના એક્ટિંગ પેશનની કોઈ જાણ નહોતી. ગુરૂચરણ મુંબઈ આવીને વધુને વધુ ફિલ્મ્સ જોતો થયો હતો.


સંઘર્ષ નથી કરવો પડ્યોઃ
ગુરૂચરણે કહ્યું હતું મુંબઈમાં તેની બહેન તથા જીજાજી તેની સપોર્ટ સિસ્ટમ રહ્યાં હતાં. તેણે કરિયરમાં ક્યારેય સંઘર્ષ કરવો પડ્યો નથી. છ મહિનાના સમય બાદ તેને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢીનો રોલ ઓફર થયો હતો. શરૂઆતમાં લોકો તેને વાળ કપાવવાની સલાહ આપતા હતાં. જોકે, સાચો શીખ ક્યારેય તેના વાળ કપાવતો નથી અને તે વાળ કપાવવા અંગે વિચારી પણ શકે નહીં. જોકે, સીરિયલમાં તેને સરદારજીનો જ રોલ ઓફર થયો. તેણે 2008માં 'તારક મહેતા'માં કામ કરવાની શરૂઆત કરી હતી. આ શો સાથે 10 વર્ષથી સંકળાયેલો છે.


નથી આવતો કંટાળોઃ
ગુરૂચરણે કહ્યું હતું કે ચાહકો તેને અવાર-નવાર પૂછતા હોય છે કે તે માત્ર આ એક જ શોમાં કામ કરે છે તો તેને રોજ કંટાળો નથી આવતો? તેના જવાબમાં ગુરૂચરણે કહ્યું હતું કે તેને ક્યારેય કંટાળો આવ્યો નથી અને તે છેલ્લાં 10 વર્ષથી આ શો સાથે છે.


દર્શકોમાં આવે છે હકારત્મકતાઃ
ગુરૂચરણે કહ્યું હતું કે આજે દુનિયાના તમામ લોકો સ્ટ્રેસમાં જીવતા હોય છે અને બીજા માટે તેમની પાસે સમય નથી. 'તારક મહેતા' જેવા શોને કારણે વ્યક્તિની અંદર હકારત્મકતા આવે છે. આ સીરિયલના તમામ કલાકારો સોશ્યિલ ડોક્ટર્સ છે. તેને આ 10 વર્ષની અંદર અન્ય કોઈ શો કરવાની ઈચ્છા થઈ નથી. આ શો તેના જીવનનો એક ભાગ બની ગયો છે.

દિશા વાકાણી તૈયાર નહોતી 'દયાભાભી' બનવા, 'ચંપકલાલ'ના પાત્ર માટે પહેલાં દિલીપ જોષીનું નામ થયું હતું ફાઈનલ, 'તારક મહેતા'ની ભાગ્યે જ સાંભળેલી 10 વાતો

X
taarak mehta roshan singh sodhi aka gurucharan Singh took acting training in berry john
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App