રસપ્રદ / હંમેશા સાડીમાં જોવા મળતા માધવીભાભીનો સિંગાપોરમાં હટકે અંદાજ તો COOL LOOKમાં ચંપકચાચા, તસવીરોમાં

taarak mehta ka ooltah chashmah cast enjoyed in Singapore

divyabhaskar.com

Apr 02, 2019, 04:15 PM IST

મુંબઈઃ ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો હાલનો ટ્રેક સિંગાપોરમાં ચાલે છે. પત્રકાર પોપટલાલ લગ્ન ના થતા હોવાથી ઉદાસ રહે છે અને તેથી જ ગોકુલધામના સભ્યો પત્રકાર પોપટલાલને સરપ્રાઈઝ આપે છે અને સિંગાપોર લઈ જાય છે. અહીંયા સીરિયલની ટીમ ઓફ અને ઓન સ્ક્રિન ઘણી જ મસ્તી કરતી હતી.

ચંપકચાચાનો અલગ જ અંદાજઃ
સિંગાપોરમાં ચંપકચાચાનો એકદમ કૂલ લુક જોવા મળ્યો હતો. અહીંયા તેમણે ઘણી જ મસ્તી કરી હતી. તો માધવીભાભી સીરિયલમાં તો હંમેશા સાડીમાં જ જોવા મળે છે પરંતુ સિંગાપોરમાં વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળ્યાં હતાં. અલબત્ત બધામાં બબિતાજીએ બાજી મારી લીધી હતી. સિંગાપોરમાં 'તારક મહેતા'ની ટીમ ક્રૂઝ પર ગરબા રમી હતી.

જેઠાલાલે કર્યું આમઃ
બબિતાજી એકલા જ સિંગાપોર આવે છે. સીરિયલના ટ્રેક પ્રમાણે, કોઈક કારણસર ઐય્યર સિંગાપોર આવી શકતો નથી. આ વાતની જાણ જ્યારે જેઠાલાલને થાય છે, ત્યારે તેઓ ઘણાં જ ખુશ થાય છે. સિંગાપોરમાં તે બબિતાજીને ઈમ્પ્રેસ કરવાની એક પણ તક છોડતા નથી. સિંગાપોરમાં જેઠાલાલ, બબિતાજીને પોતાના વખાણ કરતાં કહે છે કે તેમને સાપોથી ડર નથી લાગતો અને નાના હતાં ત્યારે તેઓ સાપ સાથે રમતા પણ હતાં.જેઠાલાલે સાપ સાથે રમવાનો દાવો કરતાં જ ગોકુલધામના તમામ સભ્યો આ દાવામાં કેટલી સચ્ચાઈ છે, તે જાણવા માંગતા હતાં. તેઓ બધા જ ઝૂમાં જાય છે. અહીંયા તમામે જેઠાલાલને ખભા પર અજગર મૂકવાનો કહ્યો હતો. બબિતાજીએ જેઠાલાલને આગ્રહ કર્યો હોવાથી તેમની પાસે કોઈ વિકલ્પ રહેતો નથી અને તેઓ આ ચેલેન્જ ઉપાડી લે છે. અંતે, તેઓ પોતાના ખભા પર અજગર મૂકે છે.

દોઢ વર્ષથી નથી દયાભાભી, હવે સોનુ પણ નહીં મળે જોવાઃ
2017માં દયાભાભી સપ્ટેમ્બરમાં મેટરનિટી લીવ પર ગયા હતાં. જોકે, ત્યારબાદથી જ તેઓ શોમાં જોવા મળ્યાં નથી. કમબેક કરવા માટે દયાભાભીના પતિએ આકરી શરતો મૂકી હતી અને ચેનલ તથા મેકર્સે આ શરતો સ્વીકાર પણ હતી. જોકે, ત્યારબાદ પણ દયાભાભી આ શોમાં પરત આવ્યા નથી. હવે, ટપુસેનાની મેમ્બર સોનુ એટલે કે નિધી ભાનુશાલીએ પણ શો છોડી દીધો છે. તે વધુ અભ્યાસ કરવા માંગતી હોવાથી તેણે આ સીરિયલને અલવિદા કહી દીધું છે.

(સિંગાપોરમાં 'તારક મહેતા'ના કલાકારોની ધમાલ...)

X

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી