રિપ્લેસમેન્ટ / 'તારક મહેતા'માં હવે પાછી નહીં આવે દિશા વાકાણી, પ્રોડ્યુસરે નવા દયાભાભી શોધવાનું કર્યું શરૂ!

disha vakani will not return in taarak mehta serial

divyabhaskar.com

Apr 02, 2019, 11:18 AM IST

મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાભાભી એટલે કે દિશા વાકાણી સપ્ટેમ્બર, 2017થી મેટરનીટી લિવ પર છે. દિશા વાકાણી હજી સુધી સીરિયલમાં પરત ફરી નથી. 22 માર્ચના રોજ અસિત મોદીએ દિશા વાકાણીને 30 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. હવે, અસિત મોદીએ દિશા વાકાણીના પાત્ર માટે નવા કલાકારની શોધ શરૂ કરી દીધી છે.

દિશાએ નથી આપ્યું કોઈ રિએક્શનઃ
અસિત મોદીના 30 દિવસના અલ્ટીમેટમને લઈને દિશાએ કોઈ જ રિએક્શન આપ્યું નથી. જોકે, તેણે ઈન્સ્ટાગ્રામમાં પોતાના લગ્નની એક તસવીર શૅર કરી હતી, જેમાં અસિત મોદી જવતલ હોમે છે.

ઓડિશન શરૂઃ
સૂત્રોના મતે, 30 દિવસ પૂરા ના થયા હોવા છતાંય અસિત મોદીએ દિશાને રિપ્લેસ કરવાનું મન બનાવી લીધું છે. દિશા વાકાણીને સ્થાને હવે નવી એક્ટ્રેસ જોવા મળશે અને તેના ઓડિશન શરૂ થઈ ગયા છે.

નવો ચહેરોઃ
અસિત મોદી દયાભાભીના પાત્રમાં કોઈ નવો જ ચહેરો જોવા ઈચ્છે છે. જાણીતી એક પણ ટીવી એક્ટ્રેસને તે દયાભાભી તરીકે લેવા માંગતા નથી.

X
disha vakani will not return in taarak mehta serial

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી