રસપ્રદ / 'તારક મહેતા'માં આવશે ટ્વિસ્ટ, જેઠાલાલ ફરીવાર ફસાશે કોઈ મોટી મુસીબતમાં?

taarak mehta ka ooltah chashmah new twist in upcoming episode

divyabhaskar.com

Apr 16, 2019, 06:25 PM IST

મુંબઈઃ ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ગોકુલધામ સોસાયટીના સભ્યો સિંગાપોરથી પરત ભર્યાં છે. તમામ સભ્યો પોત-પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે. જેઠલાલ પણ પોતાની દુકાન ગડા ઈલેક્ટ્રોનિક્સમાં જાય છે અને દુકાનમાં જતા જ તેને આંચકો લાગે છે. તો શું જેઠાલાલ ફરી કોઈ નવી મુસીબતમાં ફસાઈ જશે? કે પછી તેમને કોઈ ષડયંત્રમાં ફસાવવામાં આવશે?

મોબાઈલનો સ્ટોકઃ
નટુકાકાએ શેઠજી જેઠાલાલને ખુશ કરવા માટે માર્કેટમાં સસ્તો આવેલો મોબાઈલ બહુ મોટા પ્રમાણમાં ખરીદી લીધા હોય છે. આ ઓર્ડર બાઘાએ આપ્યો છે. જ્યારે જેઠાલાલને આ વાતની જાણ થાય છે તો તે ગુસ્સે થઈ જાય છે કે કોઈ પણ તપાસ વગર આટલો મોટો ઓર્ડર કેવી રીતે આપી દીધો? આટલાં બધા મોબાઈલ કેવી રીતે વેચાશે?

આવે છે નેતાનો ફોનઃ
જેઠાલાલ પર નેતા સેવકલાલનો ફોન આવે છે. સેવકલાલ મોબાઈલ ફોનનું લાંબુ લિસ્ટ લખાવે છે. લિસ્ટ જોઈને જેઠાલાલ ખુશ થઈ જાય છે. પહેલી જ વાર બાઘા તથા નટુકાકાના બિઝનેસ આઈડિયાને કારણે જેઠાલાલને નુકસાન થતું નથી. ઘરે આવીને જેઠાલાલ ચંપકચાચાને આ વાત કરે છે. જોકે, જેઠાલાલ નેતા સેવકલાલને ઓળખતો પણ નથી? તેને કેમ આટલા મોબાઈલે જોઈએ તે પણ ખબર નથી. શું થશે જેઠાલાલનું? જેઠાલાલ કોઈ નવી જ મુસીબતમાં ફસાશે? જેઠાલાલ કોઈ ષડયંત્રનો ભોગ બન્યા છે? આ તમામ સવાલોના જવાબ તો આગામી એપિસોડમાં જ ખબર પડશે.

X
taarak mehta ka ooltah chashmah new twist in upcoming episode

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી