સેલેબ લાઈફ / 'તારક મહેતા..'ની બબિતાજી સોશિયલ મીડિયામાં નફરત ફેલાવતી કમેન્ટ્સ કરનારને બ્લોક કરી દે છે

munmun dutta said, she never tolerate  hate comments

divyabhaskar.com

Apr 29, 2019, 05:21 PM IST

મુંબઈઃ ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબિતાજીનો રોલ પ્લે કરીને લોકપ્રિય થનાર ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તા સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે દરેક મુદ્દે પોતાનો મત આપતી હોય છે અને ઘણીવાર તે ટ્રોલિંગનો ભોગ પણ બનતી હોય છે. જોકે, મુનમુન ટ્રોલર્સ પ્રત્યે ઘણી જ આકરી છે. સોશિયલ મીડિયા પર નફરત તથા બકવાસ કમેન્ટ્સ કરનારને મુનમુન દત્તા આડે હાથ લેતી હોય છે. અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં મુનમુન દત્તાએ કહ્યું હતું કે તે સ્ટોકર્સ તથા ટ્રોલર્સથી દૂર રહે છે અને પોતાની પ્રોફાઈલ પર ખરાબ કમેન્ટ્સ કરવા દેતી નથી. ઘણીવાર કમેન્ટ્સ સેક્શનને જ સ્વિચ ઓફ કરી દે છે.

યુઝર્સને બ્લોક કરે છે
મુનમુન દત્તાએ કહ્યું હતું કે જો ક્યારેક કોઈ ફોલોઅર નેગેટિવ અને નકામી કમેન્ટ્સ કરતો હોય તો તે તેને યોગ્ય રીતે સમજાવી દે છે. ઘણીવાર આ શક્ય ના હોય તો તે જે-તે વ્યક્તિને સોશિયલ મીડિયામાં બ્લોક કરી દે છે. તેને એક ફોલોઅર હોય તો ચાલશે પરંતુ નેગેટિવ તથા નફરત ફેલાવતા લોકો તેની પ્રોફાઈલ સાથે જોડાય તે તેને બિલકુલ પસંદ નથી.

પર્સનલ લાઈફને લઈ પ્રોટેક્ટિવ
મુનમુન દત્તાએ ઉમેર્યું હતું કે તે ઘણીવાર ટ્રોલર્સને નજર-અંદાજ કરવાનો પ્રયાસ કરે છે. તેની પોસ્ટ પર કોઈ ખરાબ કમેન્ટ્સ કરે તે તેને પસંદ નથી. તેને અજાણી વ્યક્તિઓ અશ્લિલ મેસેજ તથા ફોટોશોપ્ડ તસવીરો મોકલતી હોય છે. આવું થાય ત્યારે તે પોલીસની મદદ લે છે. મુનમુન દત્તાએ આગળ કહ્યું હતું કે તે પોતાના અંગત જીવનને લઈ ઘણી જ પ્રોટેક્ટિવ છે. જો લોકો તેની પ્રાઈવસીનો ખોટો ઉપયોગ કરે અથવા તો તેની તસવીર દાવ પર હોય તો તે તરત જ પોલીસનો સંપર્ક કરે છે. તે આવા લોકોને ક્યારેય છોડતી નથી. ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તા છેલ્લાં 10 વર્ષથી 'તારક મહેતા..' સિરિયલ સાથે જોડાયેલી છે.

X
munmun dutta said, she never tolerate  hate comments

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી