વધારો / 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકારોની ફીમાં થયો વધારો, જેઠાલાલને મળે છે સૌથી વધુ ફી તો ડૉ.હાથીની સૌથી ઓછી

જેઠાલાલ-બબિતા, ટપુ-ચંપકચાચા
જેઠાલાલ-બબિતા, ટપુ-ચંપકચાચા

divyabhaskar.com

Apr 14, 2019, 02:42 PM IST

કિરણ જૈન, મુંબઈઃ ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના તમામ કલાકારો આજકાલ ઘણાં જ ખુશ જોવા મળી રહ્યાં છે. સીરિયલના પ્રોડ્યુસરે તમામ કલાકારોને અપ્રાઈઝલ આપ્યું છે. આટલું જ નહીં હવેથી આ સીરિયલના કલાકારો અન્ય પ્રોજેક્ટ્સ પણ કામ કરી શકશે.

ગઈ વખત કરતાં આ વખતે સારું:
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દર વર્ષની જેમ આ વર્ષે પણ આખી ટીમનું ઈન્ક્રિમેન્ટ કરવામાં આવ્યું છે. આ વર્ષનું ઈન્ક્રિમેન્ટ ગઈ વખતની તુલનામાં સંતોષકારક રહ્યું હોવાનું માનવામાં આવે છે. મેકર્સે નક્કી કર્યું છે કે દરેક કલાકારને મહિને ઓછામાં ઓછા 1.5 લાખ રૂપિયા મળશે. બાકીની ફી જે-તે કલાકાર મહિનામાં કેટલાં દિવસ શૂટિંગ કરે છે તેના પર આધાર રાખશે. દરેક કલાકારને એપિસોડ દીઠ ફી આપવામાં આવશે. એપિસોડ દીઠ ફી દરેક કલાકારની અલગ-અલગ હોવાથી મહિનાના અંતે દરેક કલાકારને અલગ-અલગ રકમ મળશે.

કરી શકશે બીજા પ્રોજેક્ટ્સમાં કામઃ
વધુમાં શરૂઆતના કોન્ટ્રાક્ટ પ્રમાણે, સીરિયલના કલાકારોને બીજા કોઈ પ્રોજેક્ટ્સ કરવાની પરવાનગી નહોતી. તેમણે શો સાથે એક્સક્લૂઝિવલી કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. જોકે, હવે તેઓ અન્ય પ્રોજેક્ટ્સમાં કામ કરી શકશે. તેમણે મેકર્સને 10-15 દિવસ પહેલાં આ અંગેની જાણ કરવાની રહેશે, જેથી સીરિયલમાં સ્ટોરીલાઈનમાં એ રીતે ફેરફાર કરી શકાય. આ વાતથી તમામ કલાકારો ઘણાં જ ખુશ છે.

અપ્રાઈઝલ બાદ કલાકારોની ફીઃ
દિલીપ જોષીઃ
'જેઠાલાલ' બનતા દિલીપ જોષીને ટીમમાંથી સૌથી વધુ ફી મળે છે. હવે જેઠાલાલને એક એપિસોડના 1.5 લાખ રૂપિયા મળશે.

શૈલેષ લોઢાસીરિયલમાં 'તારક મહેતા' બનતા શૈલેષ લોઢાને હવે એક એપિસોડના એક લાખ રૂપિયા મળશે.

મંદાર ચંદવાડકરઃ ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી ભીડેને એક એપિસોડના 80 હજાર રૂપિયા મળશે.

અમિત ભટ્ટ જેઠાલાલના પિતા ચંપકદાદાની ભૂમિકામાં જોવા મળતા અમિત ભટ્ટને પ્રત્યેક એપિસોડના 70-80 હજાર રૂપિયા મળશે.

ગુરૂચરણ સિંહમિસ્ટર સોઢીને એક એપિસોડ દીઠ 65-80 હજાર રૂપિયા મળશે.

તનુજ મહાશબ્દે ઐય્યર બનતા તનુજ મહાશબ્દેને પણ એક એપિસોડના 65-80 હજાર રૂપિયા મળશે.

શરદ સાંકલાઃ સીરિયલમાં અબ્દુલ બનતા શરદને એક એપિસોડના 35-40 હજાર રૂપિયા મળશે.

નિર્મલ સોનીઃ ગયા વર્ષે જુલાઈમાં કવિ કુમાર આઝાદના નિધન બાદ ડૉ. હાથીનું પાત્ર નિર્મલ સોની ભજવી રહ્યો છે. નિર્મલને એક એપિસોડના 20-25 હજાર રૂપિયા મળે છે.

મહિલા કલાકારોઃ
'તારક મહેતા..'ના દયાભાભી સિવાય તમામ મહિલા આર્ટીસ્ટ્સને 35-50 હજાર રૂપિયા પ્રત્યેક એપિસોડ દીઠ આપવામાં આવશે. દયાભાભી બનતા દિશા વાકાણીને એક અઠવાડિયાના 1.2 લાખ રૂપિયા મળતા હતાં. કમબેક બાદ દિશાને 50 હજારનો વધારો કરી આપવામાં આપશે તેમ કહેવામાં આવ્યું હતું. જોકે, દિશા વાકાણી આ શોમાં પરત આવવાની નથી.

ટપુસેનાઃ
ટપુસેનાની ફીની વાત કરવામાં આવે તો ટપુ બનતા રાજ ઉનડકટ સિવાય અન્ય તમામને એપિસોડ દીઠ 20 હજાર રૂપિયામાં આવશે. બે વર્ષથી જ રાજ આ સીરિયલ સાથે જોડાયેલો છે અને તેથી જ તેને પ્રત્યેક એપિસોડ દીઠ 10-15 હજાર રૂપિયા આપવામાં આવે છે.

X
જેઠાલાલ-બબિતા, ટપુ-ચંપકચાચાજેઠાલાલ-બબિતા, ટપુ-ચંપકચાચા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી