Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » tarak mehta ka ooltah chashmah compeleted 10 years on 28th july

તારક મહેતા@ 10 વર્ષ: ખરાબ હવામાનને કારણે ટીમ વૈષ્ણોદેવીના બદલે મુંબઈમાં જ કરશે પૂજા, દયાભાભી નહીં થાય સામેલ

Divyabhaskar.com | Updated - Jul 24, 2018, 05:16 PM

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને 28 જુલાઈ, 2018ના રોજ 10 વર્ષ પૂરા થાય છે.

  • tarak mehta ka ooltah chashmah compeleted 10 years on 28th july

    મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને 28 જુલાઈ, 2018ના રોજ 10 વર્ષ પૂરા થાય છે. આ દિવસે સીરિયલના સેટ(ગોરેગાંવ, ફિલ્મસિટી) પર એક ખાસ પૂજા યોજવામાં આવશે. જોકે, આ પૂજામાં દયાભાભી સામેલ થશે નહીં.


    પહેલાં વૈષ્ણોદેવી જવાની હતી ટીમઃ
    પ્રોડ્યુસર અસિત મોદીએ સીરિયલના 10 વર્ષની ઉજવણી વૈષ્ણોદેવીમાં જઈને કરવાનું નક્કી કર્યું હતું. અસિત મોદીએ કયા કયા કલાકારો વૈષ્ણોદેવી આવશે, તેની યાદી પણ બનાવી દીધી હતી. જોકે, નવ જુલાઈના રોજ ડૉ.હાથીનું પાત્ર ભજવતા કવિ કુમાર આઝાદનું આકસ્મિક નિધન થયું હતું. જેને કારણે વૈષ્ણોદેવી જવાનું મુલતવી કરવામાં આવ્યું હતું. પછીથી અસિત મોદીએ 27 જુલાઈના રોજ ટીમની સાથે વૈષ્ણોદેવી જવાનું નક્કી કર્યું હતું.


    આ કારણે ટીમ ના જઈ શકી વૈષ્ણોદેવી
    ટીમ વૈષ્ણોદેવી જાય તે પહેલાં ક્રૂના કેટલાંક મેમ્બર્સ વૈષ્ણોદેવી જઈને રેકી કરી આવ્યા હતાં. જોકે, તેમના મતે, ત્યાં હવામાન સારું ના હોવાથી શૂટિંગ થઈ શકે તેમ નહોતું. આ કારણથી અસિત મોદીએ વૈષ્ણોદેવી જવાનો પ્લાન પડતો મૂક્યો હતો.


    સેટ પર કરવાશે પૂજાઃ
    ફિલ્મસિટીમાં આવેલા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ પર 28 જુલાઈના રોજ પૂજા રાખવામાં આવી છે. જેમાં હવન અને પછી પ્રસાદી આપવામાં આવશે. આ પૂજામાં દયાભાભી બનતા દિશા વાકાણી આવશે નહીં. ડૉ.હાથીના રોલ માટે હજી સુધી નવું પાત્ર પસંદ કરવામાં આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ પૂજા થઈ ગયા બાદ જ નવું પાત્ર પસંદ કરવામાં આવશે.


    આવશે નવા ડૉ.હાથીઃ
    અસિત મોદીના મનમાં કવિ કુમાર આઝાદના નિધન બાદ ડૉ. હાથીના પાત્ર માટે સૌ પહેલાં સતિષ કૌશિક અને નિર્મલ સોની એ બે નામ આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અસિત મોદીએ સતિષ કૌશિકનો સંપર્ક કર્યો હતો. હાલમાં બંને વચ્ચે વાતચીત થઈ રહી છે. જોકે, સતિષ કૌશિકે હજી સુધી આ શોમાં કામ કરવાની હા પાડી નથી. જો સતિષ કૌશિક આ શોમાં કામ કરવાની ના પાડશે તો નિર્મલ સોનીનો આ રોલ માટે સંપર્ક કરવામાં આવશે.


    આ બની શકે છે નવા ડૉ.હાથીઃ
    અસિત મોદીના મનમાં કવિ કુમાર આઝાદના નિધન બાદ ડૉ. હાથીના પાત્ર માટે સૌ પહેલાં સતિષ કૌશિક અને નિર્મલ સોની એ બે નામ આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અસિત મોદીએ સતિષ કૌશિકનો સંપર્ક કર્યો હતો. હાલમાં બંને વચ્ચે વાતચીત થઈ રહી છે. જોકે, સતિષ કૌશિકે હજી સુધી આ શોમાં કામ કરવાની હા પાડી નથી. જો સતિષ કૌશિક આ શોમાં કામ કરવાની ના પાડશે તો નિર્મલ સોનીનો આ રોલ માટે સંપર્ક કરવામાં આવશે.

    'ચાલુ પાંડે'ને કારણે 'ડૉ. હાથી'ને મળ્યો હતો 'તારક મહેતા..'માં રોલ, 2010માં 25 દિવસ રહ્યા હતા વેન્ટિલેટર પર

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending