Home » Bollywood » TV » Latest Masala » taarak mehta fame dr hathi lived on road during his struggle time

બિહારથી આવેલા છઠ્ઠું ધોરણ ફેઈલ ડૉ. હાથી પાસે એક સમયે નહોતી ફૂટી કોડી, મુંબઈમાં ફૂટપાથ પર પસાર કરી હતી રાતો

Divyabhaskar.com | Updated - Jul 09, 2018, 04:55 PM

જાણીતી કોમેડી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ડોક્ટર હાથીનું પાત્ર ભજવતા કવિ કુમાર આઝાદનુ આકસ્મિક નિધન થતા ચાહકોને

  • taarak mehta fame dr hathi lived on road during his struggle time

    મુંબઈઃ જાણીતી કોમેડી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ડોક્ટર હાથીનું પાત્ર ભજવતા કવિ કુમાર આઝાદનુ આકસ્મિક નિધન થતા ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે. સીરિયલમાં હંમેશા મનમોજી જોવા મળતા કવિ કુમાર આઝાદે કેટલી મહેનત કરી હતી, તેની જાણ ભાગ્યે જ ચાહકોને હશે. કવિ કુમાર આઝાદે કરિયરની શરૂઆતમાં ઘણો જ સંઘર્ષ કર્યો હતો. પૈસા ના હોવાને કારણે તેઓ મુંબઈમાં ફૂટપાથ પર સૂતા હતાં.


    છ ધોરણ ફેઈલઃ
    બિહારના સાસારામમાં રહેતા કવિ કુમાર આઝાદ છઠ્ઠું ધોરણ ફેઈલ હતાં. તેમણે ભણવું બિલકુલ પસંદ નહોતું અને તેમણે અભિનેતા બનવું હતું અને ઘરના લોકો આ નિર્ણયની વિરૂદ્ધમાં હતાં. તે સમયે ઘરની હાલત પણ ઠીક નહોતી. પિતાને બિઝનેસમાં નુકસાન થયું હતું અને તે પોતાના બિહાર સ્થિત ઘરેથી ભાગીને મુંબઈ આવી ગયા હતાં. અહીંયા કોઈ ઓળખતું પણ નહોતું. કોઈ રહેવાની જગ્યા પણ નહોતી. ખિસ્સામાં એક ફૂટી કોડી પણ નહોતી. જે ઘરમાં ભાડેથી રહેતા તેનું ભાડું ચૂકવવાના પણ પૈસા ભેગા કરી શકતા નહોતા અને તેથી જ તેમણે થોડો ટાઈમ રસ્તા પર સૂવાનું નક્કી કર્યું હતું. ડૉ.હાથીએ મુંબઈની ફૂટપાથ પર સૂઈને દિવસો પસાર કરેલા છે. ડૉ.હાથી કહેતા કે સંઘર્ષો તો તેમણે બહુ કર્યો પરંતુ તેની એક અલગ જ મજા હોય છે.


    જોતા જ આપી દીધું હાથીનુ પાત્રઃ
    સંઘર્ષના સમયે કવિ કુમાર આઝાદ પર એક પ્રોડક્શન હાઉસમાંથી ફોન આવ્યો હતો. તે તરત જ ત્યાં પહોંચી ગયા. જેવો કેબિનની અંદર ગયા તો દેખતા જ ડોક્ટર હંસરાજ હાથીના પાત્ર માટે તેને પસંદ કરી લેવામાં આવ્યો હતો. આ તેમના માટે સૌથી મોટો બ્રેક હતો. અભિનેતા બનવાનું સ્વપ્ન જોતા દરેક યુવકો આ દિવસની રાહ જોતા હોય છે. જોકે, ડો. હાથી માનતા હતા કે સમય કરતાં પહેલાં અને કિસ્મતથી વધારે ક્યારેય કોઈને મળતું નથી. પોતાની જાત પર તથા ભગવાન પર વિશ્વાસ રાખો અને મહેનત કરતા રહો.


    જીના ઈસીકા નામ હૈં:
    ડૉ. હાથીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે ચાહકો તેમને અવાર-નવાર એક સવાલ કરતા રહેતા હતા કે તેઓ સાચે જ ડોક્ટર છે? તો તે એમ જ કહેતા કે તેમનું પાત્ર ડોક્ટરનું છે પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ દર્દી છે. એકલા હોય ત્યારે શાયરી સાંભળતા, સંભળાવતા અને ગાતા હતા. જરૂરિયાતમંદ બાળકોને ખુશ રાખતા હતાં. દરેક ક્રિસમસ પર આસપાસના બાળકોને ભેગા કરીને નાતાલની ઉજવણી કરતા હતાં. જેનાથી મનને શાંતિ મળે. તેઓ માનતા હતા કે સારા અભિનેતાએ પહેલાં સારા વ્યક્તિ બનવાની જરૂર છે. બસ, કોઈને દુઃખી ના કરો...જિંદગી બસ આનું તો નામ છે....

    'તારક મહેતા' ફૅમ ડૉ. હાથીનું હાર્ટ-અટેકથી નિધન, પ્રોડ્યુસર સાથે સવારે કરી'તી વાત

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending