Home » Bollywood » TV » Latest Masala » taarak mehta star cast attended kavi kumar azad funeral

ઓનસ્ક્રીન પત્ની અંબિકાએ કર્યાં 'ડૉ. હાથી'ના અંતિમ દર્શન, ટપુ-સોનુ-અંજલીભાભીએ ભીની આંખે આપી શ્રદ્ધાંજલી

Divyabhaskar.com | Updated - Jul 11, 2018, 11:50 AM

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ડૉ. હાથી એટલે કે કવિ કુમાર આઝાદનું 9 જુલાઈ સોમવારના રોજ હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું

 • taarak mehta star cast attended kavi kumar azad funeral
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  ડાબેથી, નેહા મહેતા-ભવ્ય ગાંધી, અંબિકા(મિસિસ હાથી)

  મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ડૉ. હાથી એટલે કે કવિ કુમાર આઝાદનું 9 જુલાઈ સોમવારના રોજ હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. કવિ કુમારના અંતિમ સંસ્કાર બીજા દિવસે એટલે કે 10 જુલાઈના રોજ મીરા રોડ ખાતે આવેલા સ્મશાનમાં એકથી દોઢની વચ્ચે કરવામાં આવ્યા હતાં. અંતિમ યાત્રા વખતે મુંબઈમાં ભારે વરસાદ હતો અને તેથી જ 'તારક મહેતા..'ની સ્ટાર-કાસ્ટ સિવાય અન્ય કોઈ ટીવી સેલેબ્સ આવ્યા નહોતાં.


  'તારક મહેતા..'ના આ કલાકારોએ કર્યાં અંતિમ દર્શનઃ
  'તારક મહેતા'ની સ્ટાર કાસ્ટે ડૉ.હાથીના ભીની આંખે અંતિમ દર્શન કર્યાં હતાં. જેનિફર મિસ્ત્રી(મિસિસ સોઢી), નિધી ભાનુશાલી(સોનુ), ભવ્ય ગાંધી(જૂનો ટપુડો), મિસિસ હાથી,કોમલભાભી(અંબિકા રજનકર), અંજલીભાભી(નેહા મહેતા), ગોલી(કુશ શાહ), પત્રકાર પોપટલાલ(શ્યામ પાઠક), નટુકાકા(ઘનશ્યામ નાયક), બાઘા(તન્મય વેકરિયા), ચંપકચાચા(અમિત ભટ્ટ), પ્રોડ્યુસર અસિત મોદીએ ડૉ.હાથીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરીને ભાવભીની શ્રદ્ધાંજલી પાઠવી હતી.

  'તારક મહેતા..'ના આ કલાકારો ના આવ્યાઃ
  ડૉ.હાથીના અંતિમ સંસ્કારમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોષી આવી શક્યા નહોતાં. હાલમાં તેઓ પરિવાર સાથે લંડન છે. આ સિવાય 'તારક મહેતા..'ની દયાભાભી(દિશા વાકાણી), બબિતાજી(મુન મુન દત્તા), ગોગી(સમય શાહ), ટપુ(રાજ અનડકટ), આવ્યા નહોતાં.

  શૂટિંગ જલ્દી પૂર્ણ કરવાનું કહ્યું હતું:
  બે(સાત જુલાઈ) દિવસ પહેલાં જ કવિ કુમારે પ્રોડ્યુસર અસિત મોદીને જલ્દી શૂટિંગ કરી લેવાની વાત કરી હતી. હાલમાં સીરિયલમાં બેંકનો ટ્રેક ચાલી રહ્યો છે. આમાં ડૉ.હાથીના તમામ સિક્વન્સ પૂર્ણ થઈ ગયા છે.


  વૈષ્ણવદેવી મંદિરે જવાની પાડી હતી નાઃ
  થોડાં સમય પહેલાં જ સીરિયલના મેકર્સે સ્પેશ્યિલ એપિસોડ વૈષ્ણવદેવીમાં શૂટ કરવાનું નક્કી કર્યું હતું અને તેને લઈને મિટિંગ પણ રાખી હતી. જોકે, ડૉ. હાથીએ અસિત મોદીને વૈષ્ણવદેવી મંદિરે જવાની ના પાડી હતી. ના પાડવાનું મુખ્ય કારણ તેમનું વજન વધારે હોવાથી તેઓ ત્યાં જવા માંગતા નહોતાં. નવાઈની વા એ છે કે તેમણે હાલમાં ચાલતા બેન્ક ટ્રેકના તમામ શોટ્સનું શૂટિંગ પૂર્ણ કરી દીધું છે.


  બિહારના હતાં કવિ કુમારઃ
  બિહારના સાસારામમાં ગૌરક્ષણીમાં કવિ કુમાર આઝાદ રહેતા હતાં. નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો. જોકે, મોટા થતા તેમનું શરીર બેડોળ બની ગયું હતું. ત્યારબાદ પણ એક્ટિંગનો શોખ એમનો એમ જ રહ્યો હતો. પરિવારની વિરૂદ્ધ જઈને આઝાદ ભાગીને મુંબઈ આવી ગયો હતો. ત્યારે તેની પાસે ફૂટી કોડી પણ નહોતી અને મુંબઈની ફૂટપાથ પર સૂઈને દિવસો પસાર કર્યા હતાં. તેમણે આમિર ખાન સાથે 'મેલા' તથા પરેશ રાવલ સાથે 'ફંટૂશ'માં કામ કર્યું હતું. જોકે, તેમને ખરી ઓળખ 2009માં 'તારક મહેતા..' સીરિયલમાં ડૉ.હાથીના પાત્રથી મળી હતી.

  ડૉ. હાથીના નિધનથી આઘાતમાં ‘તારક મેહતા'ના કલાકાર, એક દિવસ પહેલા જ સાથે કર્યું'તું શૂટિંગ, ભીડેએ કહ્યું- 'તે ‘આઝાદ’ થઈ ગયો'

 • taarak mehta star cast attended kavi kumar azad funeral
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  સ્મશાનમાં ચાહકોની ભીડ જમા થઈ ગઈ હતી
 • taarak mehta star cast attended kavi kumar azad funeral
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  મિસ્ટર એન્ડ મિસિસ સોઢી(જેનિફર મિસ્ત્રી, ગુરૂચરણ સિંહ)
 • taarak mehta star cast attended kavi kumar azad funeral
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રોડ્યુસર અસિત મોદી, સોનુ-માધવી ભાભી(નિધી ભાનુશાલી, સોનાલિકા જોષી)
 • taarak mehta star cast attended kavi kumar azad funeral
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ડાબે, નેહા મહેતા(અંજલીભાભી), સોનુ(નિધી ભાનુશાલી)
 • taarak mehta star cast attended kavi kumar azad funeral
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  સોનાલિકા જોષી, નિધી ભાનુશાલી તથા જેનિફર મિસ્ત્રી
 • taarak mehta star cast attended kavi kumar azad funeral
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ડાબેથી, પત્રકાર પોપટલાલ(શ્યામ પાઠક), બાઘા(તન્મય વેકરિયા), ગોલી(કુશ શાહ), તારક મહેતા(શૈલેષ લોઢા)
 • taarak mehta star cast attended kavi kumar azad funeral
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ડાબેથી, મિ. ભીડે(મદાર), નટુકાકા(ઘનશ્યામ નાયક), સ્મશાનમાં ટીવી સેલેબ્સ
 • taarak mehta star cast attended kavi kumar azad funeral
  ડાબેથી, શંશાક, (અબ્દુલ), દયાશંકર પાંડે(ચાલુ પાંડે), સ્મશાનમાં ચાહકોની ભીડ
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending