1

Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » kavi kumar azad died on 9th july due to heart attack

ભારે વરસાદની વચ્ચે 'ડૉ. હાથી'ના પાર્થિવ દેહને કાકા ને ભાઈએ આપી મુખાગ્નિ

Divyabhaskar.com | Last Modified - Jul 10, 2018, 05:11 PM IST

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ડો. હંસરાજ હાથી એટલે કે કવિ કુમાર આઝાદના અંતિમ સંસ્કાર મીરા રોડ સ્મશાન ભૂમિમાં કરવામાં આવ

  • kavi kumar azad died on 9th july due to heart attack
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ડો. હંસરાજ હાથી એટલે કે કવિ કુમાર આઝાદના અંતિમ સંસ્કાર મીરા રોડ સ્મશાન ભૂમિમાં કરવામાં આવ્યા હતાં. તેમને કાકા તથા ભાઈ રવિએ મુખાગ્નિ આપી હતી. ડો. હંસરાજ હાથી મોમ-ડેડ, ભાઈ-ભાભી સાથે રહેતા હતાં. મુંબઈમાં ભારે વરસાદ હોવાને કારણે 'તારક મહેતા..'ની સ્ટાર-કાસ્ટ સિવાય અન્ય કોઈ ટીવી સેલેબ્સ આવી શક્યા નહોતા. ડો. હંસરાજ હાથીનું સોમવાર(નવ જુલાઈ)એ હાર્ટ એટેકથી નિધન થયું હતું.


    'તારક મહેતા..'ના આ કલાકારોએ કર્યાં અંતિમ દર્શનઃ
    'તારક મહેતા'ની સ્ટાર કાસ્ટે ડૉ.હાથીના ભીની આંખે અંતિમ દર્શન કર્યાં હતાં. જેનિફર મિસ્ત્રી(મિસિસ સોઢી), નિધી ભાનુશાલી(સોનુ), ભવ્ય ગાંધી(જૂનો ટપુડો), મિસિસ હાથી,કોમલભાભી(અંબિકા રજનકર), અંજલીભાભી(નેહા મહેતા), ગોલી(કુશ શાહ), પત્રકાર પોપટલાલ(શ્યામ પાઠક), નટુકાકા(ઘનશ્યામ નાયક), બાઘા(તન્મય વેકરિયા), ચંપકચાચા(અમિત ભટ્ટ), પ્રોડ્યુસર અસિત મોદીએ ડૉ.હાથીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરીને ભાવભીની શ્રદ્ધાંજલી પાઠવી હતી.


    બિહારના હતાં કવિ કુમારઃ
    બિહારના સાસારામમાં ગૌરક્ષણીમાં કવિ કુમાર આઝાદ રહેતા હતાં. નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો. જોકે, મોટા થતા તેમનું શરીર બેડોળ બની ગયું હતું. ત્યારબાદ પણ એક્ટિંગનો શોખ એમનો એમ જ રહ્યો હતો. પરિવારની વિરૂદ્ધ જઈને આઝાદ ભાગીને મુંબઈ આવી ગયો હતો. ત્યારે તેની પાસે ફૂટી કોડી પણ નહોતી અને મુંબઈની ફૂટપાથ પર સૂઈને દિવસો પસાર કર્યા હતાં. તેમણે આમિર ખાન સાથે 'મેલા' તથા પરેશ રાવલ સાથે 'ફંટૂશ'માં કામ કર્યું હતું. જોકે, તેમને ખરી ઓળખ 2009માં 'તારક મહેતા..' સીરિયલમાં ડૉ.હાથીના પાત્રથી મળી હતી.


    (જુઓ, 'ડૉ. હાથી'ની અંતિમ યાત્રા...)

    મુંબઈમાં ડૉ. હાથીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન, ચાહકો-કલાકારોએ ભીની આંખે આપી વિદાય

  • kavi kumar azad died on 9th july due to heart attack
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • kavi kumar azad died on 9th july due to heart attack
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • kavi kumar azad died on 9th july due to heart attack
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • kavi kumar azad died on 9th july due to heart attack
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending