Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » disha vakani on maternity break since last 10 months

'દયાભાભી' ગુસ્સાથી લાલચોળ; કહ્યું, ''આ મારી અંતિમ ચેતવણી છે...''

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 04:05 PM

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ દયાભાભી એટલે કે દિશા વાકાણી પોતાના ચાહકોને લઈ નારાજ છે

  • disha vakani on maternity break since last 10 months

    મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ દયાભાભી એટલે કે દિશા વાકાણી પોતાના ચાહકોને લઈ નારાજ છે. તેણે ગુરૂવાર(છ સપ્ટેમ્બર)ના રોજ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક મેસેજ પોસ્ટ કરીને પોતાનો ગુસ્સે વ્યક્ત કર્યો છે. દિશાએ મેસેજમાં લખ્યું છે, ''આ મારી અંતિમ ચેતવણી છે. મને અનચુતિ, અશ્લિલ તથા આપત્તિજનક ફોટો કે પોસ્ટમાં ટેગ કરવાની બંધ કરો. મને સંબંધિત અથવા મારા ફોટો સુધી ઠીક છે પરંતુ દરેકમાં નહીં.''


    હાલમાં મેટરનિટી લીવ પર છે દિશાઃ
    હાલમાં દિશા વાકાણી મેટરનિટી લીવ પર છે. નવેમ્બર, 2017ના રોજ દિશાએ દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. જૂનમાં દિશાએ કહ્યું હતું કે તે આ શોમાં પરત આવશે પરંતુ થોડો સમય લાગેશ. ઉલ્લેખનીય છે કે દિશાએ 24 નવેમ્બર, 2015ના રોજ મયુર પડિયા સાથે લગ્ન કર્યાં છે. મયુર મુંબઈમાં સીએ છે.


    10 વર્ષથી છે 'તારક મહેતા' સાથેઃ
    17 સપ્ટેમ્બર, 1978 અમદાવાદ, ગુજરાતમાં થયો હતો. દિશા નાનપણથી જ એક્ટિંગ સાથે જોડાયેલી છે. તે છેલ્લાં 10 વર્ષથી 'તારક મહેતા..' શો સાથે જોડાઈ હતી.


    આ શો અને ફિલ્મ્સમાં કરી ચૂકી છે કામઃ
    દિશા 'ખિચડી', 'ઈન્સ્ટેન્ટ ખિચડી' ટીવી સીરિયલમાં જોવા મળી હતી. આ સિવાય બોલિવૂડ ફિલ્મ 'કમસિનઃ ધ અનટચ્ડ', 'ફૂલ ઔર દાગ', 'દેવદાસ', 'મંગલ પાંડેઃ ધ રાઈઝિંગ', 'સી કંપની' તથા 'જોધા અકબર'માં જોવા મળી હતી.

    'તારક મહેતા'માં દેખાતી ગોકુલધામના સેટની હકીકત, સોસાયટીમાં નથી એક પણ રૂમ, અંદરના સીન્સ થાય છે બીજે શૂટ

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending