સુપર ડાન્સર ચેપ્ટર 3ના ફાઈનલ ઓડિશન / રિયાલિટી શોમાં માતાએ સંભાળી દર્દભરી દાસ્તાન, નવ વર્ષીય દીકરો કમાઈને કાઢે છે અભ્યાસનો ખર્ચ

super dancer chapter 3 final audition,shilpa shetty got emotional after seen tejas verma performance

divyabhaskara.com

Jan 13, 2019, 12:45 PM IST

મુંબઈઃ રિયાલિટી શો 'સુપર ડાન્સર ચેપ્ટર 3'ના ફાઈનલ ઓડિશન ચાલી રહ્યાં છે. આ સમય દરમિયાન તમામ સ્પર્ધકો પોતાના ડાન્સથી જજીસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, જજીસ(અનુરાગ બાસુ, શિલ્પા શેટ્ટી તથા ગીતા કપૂર) 9 વર્ષીય તેજસ વર્માની ટેલેન્ટ જોઈને પ્રભાવિત થઈ ગયા હતાં અને ત્રણેયને સ્ટેન્ડિંગ ઓવિએશન આપ્યું હતું.


તેજસની વાત સાંભળી શિલ્પા રડી પડીઃ
તેજસ વર્માનું પર્ફોમન્સ જોયા બાદ તેની માતા સ્ટેજ પર આવી હતી અને તેણે કહ્યું હતું કે તેમનો દીકરો જ તેની તથા તેના નાના ભાઈની બે વર્ષથી જાતે ફી ભરે છે. નવ વર્ષીય તેજસ તેના ઘરમાં કમાનાર વ્યક્તિ છે. આ સાંભળીને ત્રણેય જજીસની આંખો ભીની થઈ ગઈ હતી. અનુરાગ બાસુએ કહ્યું હતું કે આ વાત સાંભળીને ગર્વ કરવો કે દુઃખી થવું તે ખ્યાલ આવતો નથી.


શિલ્પાએ કરી આ જાહેરાતઃ
શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે આ બાળકમાં ઘણી જ ટેલેન્ટ છે પરંતુ ક્યારેક પ્રેશરને કારણે ટેલેન્ટ ઘટી જાય છે. તેથી જ હવે તે તેજસની ભણવાની જવાબદારી ઉઠાવશે. તેજસે ટોપ 12માં જગ્યા બનાવી લીધી છે.


મે, 2018માં આવ્યો હતો શોઃ
'સુપર ડાન્સર ચેપ્ટર 2' મે, 2018માં ટેલિકાસ્ટ થયો હતો. આ શોમાં રીતિક દિવાકર, વૈષ્ણવી પ્રજાતિ, આકાશ થાપા તથા બિશાલ શર્મા ટોપ 4 સ્પર્ધકો હતાં. બિશાલે આ શો જીતી લીધો હતો.

X
super dancer chapter 3 final audition,shilpa shetty got emotional after seen tejas verma performance

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી