રિયાલિટી શો સુપર ડાન્સર 3 / 'સુપરડાન્સર 3'માં જજ શિલ્પા શેટ્ટીએ જ્યારે આ બાળકને પૂછ્યું, પેરેન્ટ્સ ક્યા છે? જવાબ સાંભળી જજીસથી લઈ ઓડિયન્સ સુધી તમામ રડવા લાગ્યા

Reality dancing show super dancer 3, anurag basu, shilpa shetty and geeta kapoor got emotional and cried

divyabahskar.com

Jan 07, 2019, 11:25 AM IST

મુંબઈઃ રિયાલિટી શોમાં ઈમોશનલ ડ્રામા તથા રડવું તો ચાલતું જ રહે છે. જોકે, હાલમાં જ રિયાલિટી શો 'સુપર ડાન્સર 3'માં એવું બન્યું કે જેને જોઈને ત્યાં હાજર રહેલાં તમામની આંખોમાંથી આંસુ વહેવવા લાગ્યા હતાં. શોમાં સ્પર્ધક સક્ષમ શર્માએ જ્યારે પોતાનું પર્ફોમન્સ આપી દીધું ત્યારબાદ જજ શિલ્પા શેટ્ટી, ગીતા કપૂર તથા અનુરાગ બાસુએ પૂછ્યું કે તારા પેરેન્ટ્સ ક્યા છે, તો સક્ષમના પિતા સ્ટેજ પર આવ્યા હતાં અને તેમણે પોતાની દર્દભરી દાસ્તાન સંભળાવી હતી.


દર્દનાક રીતે થયું હતું મોતઃ
સક્ષમના પિતાએ કહ્યું હતું કે જ્યારે સક્ષમ છ વર્ષનો હતો ત્યારે તેની માતાનું ગેસ સિલેન્ડર ફાડવાને કારણે નિધન થઈ ગયું હતું. છેલ્લાં 15 દિવસથી ગેસ લીક થતો હતો અને આથી જ તેમણે પત્નીને ભોજન બનાવવાની ના પાડી હતી અને તેમ છતાંય પત્નીએ ભોજન બનાવ્યું અને સિલેન્ડર ફાટી ગયું હતું. પત્નીને જોવા જ્યારે તેઓ અંદર ગયા ત્યારે પત્ની જમીન પર પડી હતી અને તેને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવામાં પરંતુ તે બચી ના શકી. પત્નીના નિધન બાદ સક્ષમના પિતા ડિપ્રેશનમાં સરી પડ્યા હતાં. ત્યારબાદ સક્ષમે ઘરની જવાબદારી ઉઠાવી હતી. સક્ષમ જ રસોઈ બનાવતો હતો અને પિતાને જમાડતો હતો.


અનુરાગ બાસુનો નિર્ણય સાંભળી બધાની આંખોમાંથી આવ્યા પાણીઃ
સક્ષમની દર્દભરી દાસ્તાન સાંભળીને જજ તથા દર્શકો રડી પડ્યા હતાં. જોકે, સક્ષમના પર્ફોમન્સને લઈને જજીસે કોઈ નિર્ણય કર્યો નહોતો. અંતે, અનુરાગ બાસુએ માઈક પકડ્યું અને સક્ષમને સિલેક્ટ કરવામાં નથી આવ્યો તે વાત કરી હતી. આ વાત બાદ ફરીવાર જજીસ રડી પડ્યાં હતાં અને સ્ટેજનો માહોલ ગમગીન બની ગયો હતો. સક્ષમ શોમાં દરેક સવાલના જવાબમાં કહેતો હતો કે ઠીક છે. આ જ કારણથી તેનું નામ 'ઠીક હૈ બોય' પડી ગયું હતું. જોકે, શોમાંથી બહાર આવ્યા બાદ ખ્યાલ આવ્યો કે તેના જીવનમાં કેટલી મોટી ટ્રેજેડી થઈ છે.

ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ વિરાટ કોહલી ખુશ-ખુશાલ, સિડનીના મેદાનમાં જ પત્નીને લગાવી ગળે

X
Reality dancing show super dancer 3, anurag basu, shilpa shetty and geeta kapoor got emotional and cried

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી