ધોનીનો સાથ મળતા સુનીલ ગ્રોવર આપશે કપિલને ટક્કર, જાણો નવા શોની ખાસ વાતો

સુનીલના શોની પ્રોડ્યૂસર કપિલના શોની ક્રિએટીવ ડિરેક્ટર રહી ચૂકી છે

divyabhaskar.com | Updated - Apr 03, 2018, 01:17 PM
એમએસ ધોની સાથે સુનીલ ગ્રોવર.
એમએસ ધોની સાથે સુનીલ ગ્રોવર.

મુંબઈઃ સુનીલ ગ્રોવર અને મહેન્દ્રસિંહ ધોનીની એક તસવીર ઈન્ટરનેટ પર આવતા જ વાયરલ થઈ હતી. આ સાથે ધોની અને સુનીલ ગ્રોવરના ફેન્સ ‘ડૉ. મશહૂર ગુલાટી’ના નામથી જાણીતા થયેલા સુનીલના નવા શોને જોવા ઉત્સાહિત છે. ધોનીએ સુનીલ ગ્રોવર સાથે પ્રોમો શૂટ કર્યો છે. એક અહેવાલ અનુસાર, સુનીલના કમબેક શોના પ્રથમ ગેસ્ટ તરીકે ધોની જ જોવા મળશે. બીજી તરફ, કપિલ શર્માએ લાંબા સમય બાદ ‘ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા’થી કમબેક કર્યું હતું. આ શોના પ્રથમ એપિસોડથી જ લોકોએ તેના ફ્લોપ રહેવાની ભવિષ્યવાણી કરી દીધી છે. એક અહેવાલ અનુસાર, ટીવી વર્લ્ડમાં કપિલના કમબેક શો અંગે એક અઠવાડિયા બાદ જ તેના વહેલી તકે બંધ થવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

(આગળની સ્લાઈડ્સમાં જાણો, સુનીલ ગ્રોવરના નવા શો વિશે વધુ......)

સુનીલ ગ્રોવર અને ધોની.
સુનીલ ગ્રોવર અને ધોની.

- સુનીલ ગ્રોવરના નવા શું નામ ‘ક્રિકેટ કોમેડી’ અથવા ‘દન દના દન’ હોવાનું સામે આવી રહ્યું છે. કપિલ શર્માના શોની ક્રિએટીવ ડિરેક્ટર રહેલી પ્રીતિ સિમોન્સ પોતાના પ્રોડક્શન હાઉસ ‘લિલ ફ્રોડો પ્રોડક્શંસ’ના બેનર હેઠળ આ શોનો પ્રોડ્યૂસ કરશે. આ શો જીઓ પર ટેલિકાસ્ટ થશે તેવું સામે આવી રહ્યું છે અને તેના 22 એપિસોડ રહેશે. આ શો આઈપીએલની મેચો પર ચર્ચાની સાથે કોમેડી થકી મનોરંજનના કોન્સેપ્ટ પર આધારીત છે.

સુનીલ ગ્રોવર અને શિલ્પા શિંદે.
સુનીલ ગ્રોવર અને શિલ્પા શિંદે.

- સુનીલ ગ્રોવરના નવા શોની પ્રથમ તસવીર સામે આવ્યા બાદથી જ આ શોમાં તેનો અલગ અંદાજ જોવા મળશે તેવું લાગી રહ્યું છે. આ શોમાં સુનીલ ગ્રોવરની સાથે કપિલના જૂના સાથીઓમાંથી અલી અસગર અને સુગંધા મિશ્રાના જોડાવવાની વાતો થઈ રહી છે. કપિલના આ જૂના સાથીઓએ કપિલના નવા શોના બદલે સુનીલના શોમાં જવાનો નિર્ણય કર્યો છે.

સુનીલ ગ્રોવર.
સુનીલ ગ્રોવર.

- સુનીલો આ શો જીયો ટીવી એપ પર શુક્રવારથી રવિવારે આઈપીએલ 11 દરમિયાન ટેલિકાસ્ટ થશે. આ શોમાં ઘણા ક્રિકેટર્સ જોવા મળશે. આ શોમાં સુનીલની સાથે ‘બિગ બોસ-11’ની વિજેતા શિલ્પા શિંદે પણ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, આઈપીએલની ગત સિઝનમાં સુનીલે સની લિયોની સાથે મળીને ક્રિકેટ કોમેન્ટ્રી કરી હતી. આઈપીએલ-11નો 7 એપ્રિલથી પ્રારંભ થઈ રહ્યો છે.

X
એમએસ ધોની સાથે સુનીલ ગ્રોવર.એમએસ ધોની સાથે સુનીલ ગ્રોવર.
સુનીલ ગ્રોવર અને ધોની.સુનીલ ગ્રોવર અને ધોની.
સુનીલ ગ્રોવર અને શિલ્પા શિંદે.સુનીલ ગ્રોવર અને શિલ્પા શિંદે.
સુનીલ ગ્રોવર.સુનીલ ગ્રોવર.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App