સીરિયલમાં બતાવવામાં આવ્યા ઈન્ટિમેટ સીન તો દર્શકો ભડકી ઉઠ્યાં; કહ્યું, ''બંધ કરો આ ગંદો શો''

સીરિયલ 'સિલસિલા બદલતે રિશ્તો કા'માં આજકાલ જબરજસ્ત ટ્વિસ્ટ જોવા મળે છે.

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 11:36 AM
viewers got angry after seen Silsila Badalte Rishton Ka romance between kunal and nandini

મુંબઈઃ સીરિયલ 'સિલસિલા બદલતે રિશ્તો કા'માં આજકાલ જબરજસ્ત ટ્વિસ્ટ જોવા મળે છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ પર આધારિતા આ સીરિયલ ટીઆરપીની રેસમાં સામેલ છે. જોકે, થોડા સમય પહેલાં જ આ સીરિયલમાં જે બતાવવામાં આવ્યું, તેનાથી દર્શકો નારાજ છે.


હાલમાં જ શોમાં કુનાલ સાળાના લગ્ન છોડીને પત્ની મૌલીની મિત્ર નંદિનીની ઘરે આવે છે. કુનાલ જેવો નંદિનીનાં ઘરે આવે છે એટલે તે સંભાળતા વિશ્વાસ અપાવે છે કે તે હવે સુરક્ષિત છે. બંને તમામ સીમાઓ તોડીને એકબીજાની નિકટ આવે છે. આગામી એપિસોડમાં પત્ની મૌલી સામે કુનાલ તથા નંદિનીન સચ્ચાઈ સામે આવવાની છે. જોકે, આ પહેલાં જ દર્શકો નારાજ થયા છે. ચેનલે હાલમાં જ એક વીડિયો શૅર કર્યો છે, જેમાં કુનાલ-નંદિની ઈન્ટીમેટ થતા જોવા મળે છે. જેને જોઈને દર્શકો ભડકી ઉઠ્યા છે અને સીરિયલ બંધ કરવાની ડિમાન્ડ કરી છે.


દર્શકોએ કહ્યું, બંધ કરો આ ગંદી સીરિયલઃ
એક યુઝરે લખ્યું, ''આ ગંદી સીરિયલ કોઈના ખરાબ દિમાગની ઉપજ છે. આ પ્રેમ નહીં ડ્રામા છે. બંધ કરો આ ગંદી સીરિયલ.'' તો અન્ય યુઝરે લખ્યું, ''આ શોને કારણે સમાજમાં ખોટો મેસેજ જાય છે. પત્ની છે છતાંય પણ પત્નીની ફ્રેન્ડ સાથે અફેર બતાવે છે. આ ખોટું છે.'' યુઝર્સ એમ પણ કરી રહ્યાં છે કે આ રીતની બાબતો સમાજમાં ખોટી અસર પાડે છે.


ચાર જૂનથી શરૂ થઈ હતી સીરિયલઃ
આ સીરિયલ ચાર જૂનથી શરૂ થઈ છે. સાત સપ્ટેમ્બર સુધી સીરિયલના 70 એપિસોડ પૂર્ણ થયા છે. શોમાં શક્તિ અરોરા, દ્રષ્ટિ ધામી, અદિતી શર્મા તથા અભિનવ શુક્લા લીડ રોલમાં છે.


'પહેરેદાર પિયા કી' પર ભડક્યા હતાં દર્શકોઃ
આ પહેલાં સીરિયલ 'પહેરેદાર પિયા કી' સબ્જેક્ટને લઈ વિવાદમાં રહી હતી. આ શોમાં 19 વર્ષીય યુવતી 9 વર્ષીય છોકરા સાથે લગ્ન કરે છે અને તેમની વચ્ચે રોમાન્સ તથા હનિમૂન બતાવવામાં આવ્યું છે. આ સીરિયલને લઈ દર્શકો એ હદે ગુસ્સામાં હતાં કે આની વિરૂદ્ધ change.org એક ઓનલાઈન કેમ્પેઈન શરૂ કર્યું હતું. ત્યારબાદ બ્રોડકાસ્ટિંગ કન્ટેન્ટ કમ્પ્લિટ કાઉન્સિલ (BCCC) માં પીટિશન ફાઈલ કરીને શો બંધ કરવાની ડિમાન્ડ કરી હતી. પછી આ શોનો ટાઈમ ચેન્જ કરવામાં આવ્યો હતો પરંતુ અંતે આ શો બંધ કરી દેવામાં આવ્યો હતો.

View this Video post on Instagram

'તારક મહેતા'માં દેખાતી ગોકુલધામના સેટની હકીકત, સોસાયટીમાં નથી એક પણ રૂમ, અંદરના સીન્સ થાય છે બીજે શૂટ

X
viewers got angry after seen Silsila Badalte Rishton Ka romance between kunal and nandini
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App