• Home
  • Bollywood
  • TV
  • Latest Masala
  • ભાભીજી સાથે હશે કપિલના જૂના સાથી I Shilpa Will Work With Old Co-Star Of Kapil

ધમાકેદાર અંદાજમાં કમબેક કરશે TVની જૂની ‘અંગૂરી ભાભી’, જાણો કયા શોમાં કરશે કામ

શિલ્પા શિંદે નવા શો થકી કમબેક કરી રહી છે, જોકે આ શો ટીવી પર નહીં જીયો પર ટેલિકાસ્ટ થશે

divyabhaskar.com | Updated - Apr 05, 2018, 03:26 PM
અલી અસગર (ડાબે), શિલ્પા શિંદે(વચ્ચે) અને સુગંધા મિશ્રા.
અલી અસગર (ડાબે), શિલ્પા શિંદે(વચ્ચે) અને સુગંધા મિશ્રા.

મુંબઈઃ ટીવીના જાણીતા રિયાલિટી શો બિગ બોસ સિઝન-11નું ટાઈટલ પોતાના નામે કરનારી એક્ટ્રેસ શિલ્પા શિંદે હાલ પોતાના અપકમિંગ કોમેડી શોને કારણે ચર્ચામાં છે. શિલ્પા કોમેડિયન સુનીલ ગ્રોવર સાથે મળીને ફરી એકવાર નાના પડદે કમબેક કરવા જઈ રહી છે. એક અહેવાલ અનુસાર, સુનીલ ગ્રોવરે તાજેતરમાં પોતાના નવા શો ‘દન દના દન’ની શૂટિંગ પોતાની ટીમ સાથે કરી હતી. શૂટિંગના સેટ પરની તસવીરો કોમેડિયન સુગંધા મિશ્રાએ ટ્વિટર પર શેર કરી હતી. આ તસવીરમાં કપિલ શર્માના જૂના સાથીઓ અલી અસગર અને સુગંધા મિશ્રા ચિયરલિડર્સના અવતારમાં જોવા મળી રહ્યાં છે. તેમની સાથે જ ‘ભાભીજી ઘર પર હૈ’ સીરિયલની જૂની ‘અંગૂરી ભાભી’ એટલે કે શિલ્પા શિંદ પણ જોવા મળી. પ્રથમવાર સુનીલ ગ્રોવર અને શિલ્પા શિંદેની તસવીર સામે આવ્યા બાદથી બંનેના સાથે કામ કરવાની ચર્ચાઓ શરુ થઈ ગઈ હતી.

આવો હશે જૂની ‘અંગૂરી ભાભી’નો નવો શો....


- સુંગધાએ શેર કરેલી તસવીરોમાં અલી અને સુગંધા ચિયરલિડર્સના ડ્રેસમાં હતા કારણ કે, આ નવો શો ક્રિકેટ પર આધારિત છે, જેમાં આઈપીએલની મેચો પર ચર્ચાની સાથે કોમેડી રજૂ કરવામાં આવશે. આ શોમાં કપિલદેવ અને વિરેન્દ્ર સેહવાગના આવવાની શક્યતાઓ પણ રહેલી છે. આ શોમાં શિલ્પા શિંદે અને સુનીલ ગ્રોવરની સાથે અલી અસગર, સુગંધા મિશ્રા અને એક્ટર સુયશ રૉય પણ જોવા મળી શકે છે. સુનીલ અને શિલ્પા શિંદેનો આ શો ઓનલાઈન ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ શોના 20-22 એપિસોડ ટેલિકાસ્ટ થાય તેવી શક્યતા છે. તાજેતરમાં જ શિલ્પા શિંદે અને સુનીલ ગ્રોવરનો ફર્સ્ટ લુક પણ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં બંને અલગ જ અવતારમાં જોવા મળી રહ્યાં હતા. આ અગાઉ સુનીલ ગ્રોવર પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે જોવા મળ્યો હતો.

(આગળની સ્લાઈડ્સમાં જુઓ, જૂની ‘અંગૂરી ભાભી’ના નવા શોની વધુ તસવીરો.....)

સુનીલ ગ્રોવરના નવા શોની ટીમ.
સુનીલ ગ્રોવરના નવા શોની ટીમ.

- શિલ્પા શિંદેએ ‘બિગ બોસ’ની 11મી સિઝન જીતી ઘણી લોકપ્રિયતા મેળવી હતી.

સુનીલ ગ્રોવરના નવા શોની ટીમ.
સુનીલ ગ્રોવરના નવા શોની ટીમ.

- જોકે ‘બિગ બોસ - 11’ પહેલા શિલ્પા શિંદે ‘ભાભી જી ઘર પર હૈ’માં કામ કરતી હતી. જેમાં તે અંગૂરી ભાભીના લીડ કેરેક્ટરનો રોલ કરી રહી હતી. જોકે આ શોના પ્રોડ્યૂસર્સ સાથે થયેલા વિવાદને કારણે તેણે શો છોડી દીધો હતો.

 

સુનીલ ગ્રોવરના નવા શોની ટીમ સાથે શિલ્પા શિંદે.
સુનીલ ગ્રોવરના નવા શોની ટીમ સાથે શિલ્પા શિંદે.

- કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’ અને ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’માં જોવા મળી ચૂકેલા અલી અસગર અને સુગંધા મિશ્રા આ વખતે કપિલના શોમાં ના જોડાતા સુનીલના શોમાં કામ કરી રહ્યાં છે.

શિલ્પા શિંદે અને સુનીલ ગ્રોવર.
શિલ્પા શિંદે અને સુનીલ ગ્રોવર.

- શિલ્પા શિંદે અને સુનીલ ગ્રોવર પોતાના અલગ અંદાજમાં કોમેડી કરવાના કારણે જાણીતા છે. જોકે આ અગાઉ પણ સુનીલ ગ્રોવર કપિલથી અલગ જઈ કોમેડી શો શરુ કરી ચૂક્યો છે. તે સમયે શો ફ્લોપ જતા તે કપિલના શોમાં પરત ફર્યો હતો.

શિલ્પા શિંદે અને સુગંધા મિશ્રા.
શિલ્પા શિંદે અને સુગંધા મિશ્રા.

- સુગંધા મિશ્રા કપિલ શર્માને પોતાનો ભાઈ માને છે. જોકે તેણે કપિલ સાથે કામ કરવાનું કેમ છોડ્યું તે સામે આવ્યું નથી.

 

બોલિવૂડના Bad Boys: સલમાનથી પંચોલી સુધી, જેલની ખાઈ ચૂક્યા છે હવા

 

ચુકાદો સાંભળતા જ ટાઈગરની આંખો થઈ ભીની, રડતી બહેન પાસે ગોળી માંગીને પીધી

 

 

 

X
અલી અસગર (ડાબે), શિલ્પા શિંદે(વચ્ચે) અને સુગંધા મિશ્રા.અલી અસગર (ડાબે), શિલ્પા શિંદે(વચ્ચે) અને સુગંધા મિશ્રા.
સુનીલ ગ્રોવરના નવા શોની ટીમ.સુનીલ ગ્રોવરના નવા શોની ટીમ.
સુનીલ ગ્રોવરના નવા શોની ટીમ.સુનીલ ગ્રોવરના નવા શોની ટીમ.
સુનીલ ગ્રોવરના નવા શોની ટીમ સાથે શિલ્પા શિંદે.સુનીલ ગ્રોવરના નવા શોની ટીમ સાથે શિલ્પા શિંદે.
શિલ્પા શિંદે અને સુનીલ ગ્રોવર.શિલ્પા શિંદે અને સુનીલ ગ્રોવર.
શિલ્પા શિંદે અને સુગંધા મિશ્રા.શિલ્પા શિંદે અને સુગંધા મિશ્રા.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App