Home » Bollywood » TV » Latest Masala » શોમાં વધુ રકમ ન જીતી રડી સ્પર્ધક I Contestant Cried As She Won Only 20 Thousand Rs

સલમાન ખાનની દરિયાદિલી, કોલકાતાની યુવતીની દીકરીનો ઉપાડશે અભ્યાસનો ખર્ચ

Divyabhaskar.com | Updated - Jun 07, 2018, 12:55 PM

સ્પર્ધક યુવતી વધુ રકમ ન જીતી શકતા દીકરીના ભાવિની ચિંતાને કારણે રડી પડી હતી

  • શોમાં વધુ રકમ ન જીતી રડી સ્પર્ધક I Contestant Cried As She Won Only 20 Thousand Rs

    મુંબઈઃ સલમાન ખાન હાલ પોતાના રિયાલિટી શો ‘દસ કા દમ’ને હોસ્ટ કરી રહ્યો છે. આ શોમાં કંઈક એવું થયું કે સલમાન પ્રત્યે લોકોના દિલમાં માન વધી ગયું હતું. વાસ્તવમાં, શોમાં કોલકાતાની પિંકી શાહ સ્પર્ધક તરીકે આવી હતી. તે પોતે એક સેલ્સ ગર્લ છે. શોમાં તે વધારે આગળ ન જઈ શકી અને માત્ર 20 હજાર રૂપિયા જ જીતી શકી હતી. આ કારણે તે થોડી ચિંતિત થઈ હતી. પિંકીએ શોમાં સલમાનને જણાવ્યું હતું કે, તે પોતાની દીકરીને સારા સ્કૂલમાં ભણાવવા માગે છે. જોકે દીકરીને સારા સ્કૂલમાં ભણાવવું એ તેની માટે એક સ્વપ્ન જ બની રહેશે. હાલ તેની દીકરી એક એનજીઓના સ્કૂલમાં ભણવા જાય છે.

    પિંકીની વાત સાંભળી સલમાને દેખાડી દરિયાદિલી


    - દરવખતે જરૂરિયાતમંદ લોકોની મદદ કરનાર સલમાન ખાને ફરી એકવાર પોતાની દરિયાદિલીનો પુરાવો આપ્યો છે.
    - સલમાને પિંકીને આશ્વાસન આપ્યું કે, તેની દીકરી જેટલું પણ ભણવા માગે છે, તેના માટે તેણે ટેંશન લેવાની જરબર નથી. હવેથી તેની દીકરીના અભ્યાસનો ખર્ચ સલમાન પોતે જ ઉઠાવશે.
    - સલમાને જેવી જ આ જાહેરાત કરી, પિંકી ભાવુક થઈ રડવા લાગી અને સલમાનને પગે લાગી હતી. પરંતુ સલમાને તેને ઉઠાવી ગળે લગાવી હતી. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ રેસ-3 15 જુલાઈના રોજ રીલિઝ થઈ રહી છે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ