Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » Salman Khan Again Shared Interesting Incident Of His Life On Dus Ka Dum Show

ગર્લફ્રેન્ડના ઘરના વોર્ડરોબની અંદર છુપાયો હતો સલમાન ખાન, પેરેન્ટ્સે પકડ્યો હતો રંગે હાથ

Divyabhaskar.com | Updated - Aug 23, 2018, 11:30 AM

ફિલ્મ ‘સ્ત્રી’ના એક્ટર્સ રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સલમાનના શો ‘દસ કા દમ’ના સેટ પર પહોંચ્યા હતા.

  • Salman Khan Again Shared Interesting Incident Of His Life On Dus Ka Dum Show

    મુંબઈઃ સલમાન ખાનની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા ઘણા રસપ્રદ કિસ્સા સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો સલમાન ખાને જ ‘દસ કા દમ’ શોના સેટ પર શેર કર્યો હતો. સલમાને પોતે ગર્લફ્રેન્ડના ઘરે તિજોરીમાં છુપાયો હતો અને રંગેહાથ પકડાયો હોવાની ઘટના શેર કરી હતી.

    ધૂળને કારણે છીંક આવી અને રંગેહાથ પકડાયો ‘દબંગખાન’


    - શોના સેટ પર સલમાને જણાવ્યું હતું કે,"એકવાર મને મારી એક્સ ગર્લફ્રેન્ડના માતા-પિતાએ રંગેહાથ તેમના ઘરે પકડ્યો હતો. જ્યારે હું ગર્લફ્રેન્ડના ઘરે હતો ત્યારે તેના માતા-પિતા ત્યાં આવી ગયા હતા, આ સમયે મારી પાસે તિજોરીમાં છુપાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. બધુ બરાબર રહેતું પરંતુ ધૂળના કારણે સંપૂર્ણ ખેલ બગડી ગયો અને મને જોરદાર છીંક આવી. સારી વાત એ રહી કે ગર્લફ્રેન્ડના પિતાને હું ગમ્યો અને બચી ગયો. આવો કિસ્સો ઘણા યુવકો સાથે બન્યો હશે."

    ‘દસ કા દમ’ના સેટ પર પહોંચ્યા શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ


    - સલમાને આ રસપ્રદ કિસ્સો ફિલ્મ ‘સ્ત્રી’ના એક્ટર્સ રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સામે કર્યો હતો. સલમાન બાદ રાજકુમાર રાવે પણ પોતાનો અનુભવ શેર કર્યો હતો.
    - રાજકુમારે જણાવ્યું હતું કે,"એકવાર મને મારી ગર્લફ્રેન્ડની બાલકનીમાં બે કલાક સુધી છુપાઈને રહેવું પડ્યું હતું. મારી ગર્લફ્રેન્ડના માતા-પિતા પણ અચાનક આવી ગયા હતા."
    - ‘દસ કા દમ’ના સેટ પર અગાઉ સલમાન ખાને પોતે સ્કૂલ ટીચર સાથે ફ્લર્ટ કરતો હોવાનો કિસ્સો પણ શેર કર્યો હતો. સલમાનના તેની લાઈફ સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સાને કારણે ઘણીવાર આ શો ચર્ચામાં રહે છે.
    - શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી’ 31 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ રહી છે. આ એક હોરર કોમેડી ફિલ્મ છે. જેમાં પ્રથમવાર રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની જોડી બની છે.

    બિગ બોસ 12: એડલ્ટ સ્ટારને મળશે અઠવાડિયાના 95 લાખ રૂ., TVના 'રામ-સીતા'ને 90 Lakhs

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending