શાહરૂખ ખાને કર્યો ખુલાસો, આ બાબતમાં બિલકુલ સલમાન જેવો જ છે નાનો દીકરો અબરામ

એક જવાબ દરમિયાન શાહરૂખ ખાન સલમાન સામે થોડો ભાવુક થતો જોવા મળ્યો હતો.

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 12:39 PM
Shahrukh Khan Said That How Salman Khan And Son Abram Are Same

મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાન ભેલ એકબીજાના સ્પર્ધક હોય, લેકિન તેમના ફેન્સનો એક મોટો વર્ગ એવો છે જે તેમને સતત સાથે જોવાનું પસંદ કરે છે. તાજેતરમાં રિયાલિટી ટીવી શો ‘દસ કા દમ’માં આ બંને સેલેબ્સ સાથે જોવા મળ્યા હતા. સેટ પર બંને ખાન સાથે રાની મુખર્જી પણ જોવા મળી હતી. રાની અને શાહરૂખે સલમાન સાથે ‘દસ કા દમ’માં સેલિબ્રિટિ સ્પર્ધક તરીકે ગેમ રમી તથા ઘણા રસપ્રદ કિસ્સા પણ જણાવ્યાં હતા. જેમાં શાહરૂખ સલમાન અને અબરામના કનેક્શન અંગે વાત કરી હતી.

એક બાબતે સલમાન ખાન જેવો છે શાહરૂખનો દીકરો અબરામ


- શોમાં ઘણીવાર સલમાન-શાહરૂખની અને શાહરૂખ સલમાનની મજાક ઉડાવતો જોવા મળ્યો હતો.
- આ દરમિયાન શાહરૂખે જણાવ્યું હતું કે,"અબરામ સલમાન જેવો જ છે....બધી છોકરીઓ પાસે જઈ કહે છે ‘આઈ લવ યુ’. તે દરેક છોકરીને આમ કહે છે."
- આ વાત સાંભળી સલમાન ખાન થોડા શરમાતો જોવા મળ્યો હતો.

સલમાન સામે ભાવુક થયો કિંગખાન


- ગત એપિસોડમાં શાહરૂખ ખાન સલમાન સામે થોડો ભાવુક થતો જોવા મળ્યો હતો.
- વાસ્તવમાં જ્યારે શાહરૂખને સલમાને પ્રશ્ન કર્યો હતો કે, તેના જીવનમાં કોઈ એવો મિત્ર છે જેની પર તે આંખો બંધ કરીને પણ વિશ્વાસ કરી શકે છે?
- આ સમયે શાહરૂખે જવાબ આપતા કહ્યું હતું કે,"જ્યારે હું કોઈ મુશ્કેલીમાં છું અને જો મારો પરિવાર મુશ્કેલીમાં હોય. તો હું આંખો પર પાટા બાંધીને પણ તારી પર ભરોસો કરી શકું છું સલમાન."
- શાહરૂખે સાથે જણાવ્યું કે, તે આજે જે કંઈપણ છે તે સલમાન અને તેના પરિવાર તરફથી મળેલા પ્રેમના કારણે છે.
- વર્ક ફ્રેન્ટની વાત કરીએ શાહરૂખ ખાન ટૂંકસમયમાં તેની અપકમિંગ ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળશે અને સલમાન ખાન ‘ભારત’માં. બંને હાલ પોત-પોતાની અપકમિંગ ફિલ્મ્સ અને અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.

ઘોંઘાટ અને બૂમબરાડા માટે ફેમસ Bigg Bossમાં આ વખતે હશે એક મોટો ભજન સિંગર, મેકર્સે મહા-મહેનતે ઘરમાં આવવા મનાવ્યો

X
Shahrukh Khan Said That How Salman Khan And Son Abram Are Same
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App