તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લગ્ન બાદ મુંબઈ આવેલાં કપલનું, Rubina Dilaik And Abhinav Shukla Honeymoon Delay

લગ્ન બાદ મુંબઈ આવેલાં કપલનું, સાસુએ નહીં રૂબીનાના ફેન્ડની માતાએ કરાવ્યું ગૃહપ્રવેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇઃ- 21 જૂનના રોજ શિમલામાં બોયફ્રેન્ડ અભિનવ શુક્લા સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયેલ રૂબીના દિલાઇક મુંબઇ પાછી ફરી છે. કપલનું 28 જૂનના રોજ મુંબઈના જુહૂ સ્થિત કિશોર કુમાર બંગલામાં બીજું રિસેપ્શન હતું. લગ્નના 6 દિવસ પછી જ કપલ પોત-પોતાના શૂટ પર પાછી ફરી છે. રૂબીના ટીવી શો 'શક્તિઃ અસ્તિત્વ કે અહેસાસ'ની શૂટિંગ પર પાછી ફરી છે. શૂટિંગ સેટથી રૂબીનાની થોડી તસવીરો સામે આવી છે જેમાં તે પરપલ સાડી પહેરીને કચરો વાળતી જોવા મળી રહી છે.

 

આ વાંચવાનું ભુલશો નહીંઃ- દીકરાની સગાઈની પાર્ટીમાં નીતા અંબાણીનો જોવા મળ્યો ઠસ્સો, પાર્ટીમાં આવ્યા બોલિવૂડ સેલેબ્સ

 

કપલ હાલ હનીમૂન પર નહીં જઇ શકેઃ-

 

- રૂબીના-અભિનવ કામ પર પાછા ફર્યા છે. હાલમાં જ કપલે એક એન્ટરટેઇનમેન્ટ સાઇટને આપેલાં ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હાલ તેમની પાસે હનીમૂન પર જવાનો સમય નથી.

 

- રૂબીના પ્રમાણે, "અમે બંને હાલ વર્ક કમિટમેન્ટથી ઘેરાયેલાં છીએ. એવામાં પહેલાં અમે એક્ટિંગનું કામ પૂર્ણ કરીશું અને પછી હોલિ ડે પર રવાના થઇશું. જોકે, વેકેશન માટે હાલ કોઇ ડેટ ફિક્સ્ડ નથી".

 

- અભિનવ પણ પોતાના ટીવી શો 'સિલસિલા- બદલતે રિશ્તો કા' ના સેટ પર પાછો ફર્યો છે. સેટ પર તેમના કો-સ્ટાર્સે કેક કટિંગ સેરેમનીની સાથે અભિનવનું વોર્મ વેલકમ કર્યું અને તેને લગ્નની શુભકામનાઓ આપી.

 

મુંબઈના ઘરમાં રૂબીનાના ફેન્ડની માતાએ કરાવ્યું ગૃહપ્રવેશઃ-

 

- કપલે લગ્ન બાદ સાથે શિફ્ટ થવા માટે મુંબઈના મલાડમાં એક નવું ઘર ખરીદ્યું હતું. જેમાં રૂબીનાનો ગૃહપ્રવેશ થયો.

 

- મલાડ સ્થિત નવા ઘરમાં રૂબીનાનો ગૃહપ્રવેશ તેના ફ્રેન્ડની માતાએ કરાવ્યો.

 

- જોકે, મુંબઈમાં બંનેના કોઇ પરિવારના સભ્યો છે નહીં. એવામાં રૂબીનાના ફ્રેન્ડની માતાએ તેનું વેલકમ કર્યું.