મુંબઈઃ 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર 2', 'ઝલક દિખલાજા' જેવા અનેક શોમાં કામ કરી ચૂકેલ ફૈઝલ ખાન(19) પોતાના અંગત જીવનને લઈ ચર્ચામાં છે. ફેઝલ મોડલ તથા જર્નાલિસ્ટ મુસ્કાન કટારિયાને ડેટ કરે છે. બંને સાથે ટાઈમ સ્પેન્ડ કરતાં જોવા મળે છે. બંનેના સોશ્યિલ મીડિયા એકાઉન્ટમાં એકબીજાની તસવીરો છે. જોકે, બંનેએ પોતાના રિલેશનશીપ પર કોઈ ટિપ્પણી કરી નથી. ફૈઝલનું નામ પહેલાં 'મહારાણા પ્રતાપ'ની કો-સ્ટાર રશ્મિ વાલિયા સાથે જોડાઈ હતું. 2015માં ફૈઝલ મુંબઈમાં પોતાનો ફ્લેટ ખરીદ્યો હતો. અહીંયા તે પરિવાર સાથે રહે છે. આ વન બીએચકે ફ્લેટ મુંબઈના એક પોશ વિસ્તારમાં છે અને 15માં માળે ફ્લેટ આવેલો છે.
ઓટો ડ્રાઈવરનો દીકરો આજે છે બે લક્ઝૂરિયસ કાર્સનો માલિકઃ
ડાન્સરમાંથી એક્ટર બનેલો ફૈઝલ મુંબઈના ઓટો ડ્રાઈવરનો દીકરો છે પરંતુ આજે તેની પાસે પોતાની બે લક્ઝૂરિયસ કાર્સ તથા એક બાઈક છે. ફૈઝલ આજે પણ પિતાની ઓટથી આવવા-જવાનું પસંદ કરે છે. પિતા મુંબઈના હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ છે પરંતુ દીકરા માટે ઓટો ચલાવે છે. ફૈઝલે કહ્યું હતું કે તે ગમે તેટલી કાર તથા બાઈક ખરીદે પરંતુ તેના પાપાની ઓટો આગળ આ કંઈ જ નથી. તે આ ઓટો સાથે ઈમોશનલ એટેચમેન્ટ છે. હવે તેના પિતા બીજા માટે ઓટો ચલાવતા નથી પરંતુ તેના માટે ખુશીથી ડ્રાઈવ કરે છે. નાનપણમાં જ્યારે તેને પિતા પાસે સાઈકલની ડિમાન્ડ કરી ત્યારે આર્થિક સ્થિતિ સારી ના હોવા છતાંય પિતાએ તેની આ ઈચ્છા પૂર્ણ કરી હતી.
14ની ઉંમરમાં જીત્યો હતો પહેલો ડાન્સિંગ રિયાલિટી શોઃ
ફૈઝલ જ્યારે 14 વર્ષનો હતો ત્યારે તેણે 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર 2' (2012) જીત્યો હતો. ત્યારબાદ તેણે હિસ્ટોરિકલ શો 'ભારત કા વીર પુત્રઃ મહારાણા પ્રતાપ'માં લીડ રોલ કર્યો હતો. છેલ્લે ફૈઝલ ખાન 'ડાન્સ ચેમ્પિયન્સ'માં જોવા મળ્યો હતો.