Bollywood / Bigg Boss અંતિમ ‘વિકેન્ડ કા વાર’માં સલમાન સાથે જોવા મળશે ‘સિમ્બા’ સ્ટાર્સ, રણવિરે ઉડાડી કરન જોહરની ઠેકડી

રણવિરે ‘રાધા તેરી ચુનરી’ ગીત પર કર્યો કરન જોહર સ્ટાઈલ ડાન્સ

divyabhaskar.com | Updated - Dec 22, 2018, 03:41 PM
Ranveer Singh Dance in Karan Johar Style During Bigg Boss Episode

મુંબઈઃ વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ’ના 12મી સીઝનનો હવે થોડા જ સમયમાં અંત આવવાનો છે. આ પહેલા સીઝનના અંતિમ ‘વિકેન્ડ કા વાર’ એપિસોડમાં ‘સિમ્બા’ની સંપૂર્ણ કાસ્ટ લોકોનું મનોરંજન કરતી જોવા મળશે. રણવિર સિંહ, સારા અલી ખાનની સાથે ડિરેક્ટર રોહિત શેટ્ટી પણ સલમાનના શોમાં ગેસ્ટ તરીકે સામેલ થશે. રણવિર સિંહ સલમાન ખાન સાથે મળીને શોમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘સિમ્બા’નું પ્રમોશન કરતો જોવા મળશે. આ સમયે તેણે ઘણી મસ્તી કરી હતી. શોના મેકર્સે શેર કરેલા વીડિયોમાં રણવિર સિંહ કરન જોહરની ઠેકડી ઉડાડતો જોવા મળી રહ્યો છે.

સલમાનના શોમાં રણવિરે ઉડાડી કરન જોહરની ઠેકડી


- શોના પ્રોમોમાં જોવા મળી રહ્યું છે કે, સલમાન ખાન રણવિર સિંહ સાથે કરન જોહર વિશે સવાલ કરી રહ્યો છે. જ્યારે તેના જવાબમાં રણવિરે કરનની નકલ કરતા ‘રાધા તેરી ચુનરી’ પર ડાન્સ કર્યો હતો.
- રણવિર આ સમયે ફૂલઓન મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યો હતો અને શો ટેલિકાસ્ટ થશે ત્યારે દર્શકો રણવિર સિંહને તેના ખાસ મિત્ર કરન જોહરની ઠેકડી ઉડાડતા જોઈને પોતાના હાસ્ય પર કંટ્રોલ કરી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, કરનના ચેટ શો દરમિયાન ખુલાસો થયો હતો કે કરન ઘણીવાર શોપિંગ કરીને લાવેલા કપડા એકપણ વાપર્યા વખત રણવિર સિંહને આપી દેતો હોય છે કારણ કે કપડા ખરીદ્યા બાદ કરનને લાગતું હોય છે કે તેણે લીધા કપડા તેની પર સૂટ નહીં થાય. આવી જ રીતે કરને એકવાર રણવિરને 3.5 લાખ જેટલી કિંમતનો એક ટ્રેકસૂટ પણ આપી દીધો હતો.
- ‘વિકેન્ડ કા વાર’માં રણવિરનો નવો અવતાર જોઈ સલમાન પણ પોતાના હાસ્ય પર કંટ્રોલ કરી શક્યો નહોતો. આ એપિસોડ ઘણો ધમાકેદાર રહશે.

નિક-પ્રિયંકા ચોપરાના રિસેપ્શનમાં આ કારણે નહોતા પહોંચ્યા આમિર ખાન, શાહરૂખ ખાન અને અક્ષય કુમાર!

X
Ranveer Singh Dance in Karan Johar Style During Bigg Boss Episode
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App